જો તમે પગ સહિત શરીરના આ ભાગોમાં સોનું પહેરો છો ? તો બની શકે તમારા દુર્ભાગ્યનું કારણ.

મિત્રો, સોનું એક એવી વસ્તુ છે જે સૌ કોઈને પસંદ હોય છે. તેમાં પણ ખાસ કરીને મહિલાઓને સોનું ખૂબ જ અને અતિપ્રિય હોય છે. પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે જો તમે પગમાં કે શરીરના અન્ય કોઈ અંગ પર સોનું પહેરો છો, તો તમે તમારા દુર્ભાગ્યને આમંત્રણ આપી રહ્યા છો. માટે થોડી ખાસ માહિતી વાંચો આ લેખમાં.

જેમ અગાઉ કહ્યું, એ અનુસાર લગભગ દરેકને સોનાના આભૂષણો પહેરવાનું ખુબ જ પસંદ હોય છે. લગ્નથી લઈને બીજા અનેક પ્રસંગોએ સોનું પહેરવું અત્યંત શુભ માનવામાં આવે છે. સોનું પહેરવાથી સૌંદર્ય વધે છે એવું કહેવામાં આવે છે. હિંદુ ધર્મમાં, સોનાને પવિત્ર ધાતુ પણ માનવામાં આવે છે, એવું પણ માનવામાં આવે છે કે સોનું પહેરવાથી વ્યક્તિનું ઘર સમૃદ્ધ થવાથી શરૂઆત થાય છે. આ સિવાય જ્યારે તમે કે કોઈપણ વ્યક્તિ શરીરના કોઈપણ ભાગ પર સોનું પહેરે છે, ત્યારે આ ઘટના ઘણી વખત અજાણતા બની હોય, પરંતુ તેના કારણે આપણને ઘણા બધા નુકસાનનો સામનો કરવો પડે. તો શરીરમાં સોના પહેરવાના ક્યાં નિયમો છે તેના વિશે આજે આ લેખમાં અમે તમને જણાવશું. જો શરીરના ખોટા અંગ પર સોનું પહેરવામાં આવે તો આપણે સમસ્યાનો સામનો પણ કરવો પડે.

પાચનતંત્રમાં ખામી આવી શકે : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોનું કમર પર ક્યારેય ન પહેરવું જોઈએ. કારણ કે એવું માનવામાં આવે છે આ તમારી પાચકક્રિયાને બગડવાની સંભાવના ખુબ જ વધી જાય છે.

તેનાથી આવે છે પૈસાની તંગી : એવું માનવામાં આવે છે કે, ભૂલથી પણ ક્યારેય પગ પર અથવા કમર અને તેનાથી નીચેના ભાગમાં સોનાના દાગીના ન પહેરવા. કારણ કે આમ કરવાથી દેવી લક્ષ્મી ગુસ્સે થાય છે અને તમે તમારા જીવનમાં પૈસાની તંગી અનુભવી શકો.  ગુસ્સો ખુબ જ આવવો : મહિલાઓ લગ્નમાં કે અન્ય કોઈ ફંક્શનમાં જ્યારે સોનાનો ટીકો પહેરે છે. ત્યારે યાદ રાખો, તમારે ક્યારેય સોનાનો બનેલો તાજ અથવા કોઈપણ દાગીનો ન પહેરવો જોઈએ. જેનો સીધો સંબંધ  માથા સાથે છે. તેની પાછળનું કારણ એ છે કે મગજમાંથી ગરમ ઉર્જા વહે છે. જેના કારણે વ્યક્તિમાં ખુબ જ ગુસ્સો આવી શકે. મગજ અને સોનું બંને ગરમ ઉર્જા વાળી વસ્તુ છે જેના કારણે ગુસ્સાનું પ્રમાણ ખુબ જ વધી શકે છે.

દુર્ભાગ્યનું આવવું : જે લોકોની કુંડળીમાં શનિનો પ્રભાવ વધુ હોય છે તેઓએ સોનું પહેરવાનું ટાળવું જોઈએ. કારણ કે ગુરુ અને શનિ વચ્ચે ક્યારેય મિત્રતા નથી હોતી અને તેને પહેરવાથી ખરાબ ભાગ્ય આવે છે.

ધંધામાં નુકસાન થવું : જે લોકો લોખંડ, કોલસો અથવા અન્ય કોઈ કાળી ધાતુનો વેપાર કરે છે, તેઓએ પણ સોનું ન પહેરવું જોઈએ. કારણ કે આ બધી બાબતો શનિ સાથે સંબંધિત છે. આમ કરવાથી ધંધામાં ખુબ જ મોટી ખોટ થઈ શકે છે.વજન વધારાથી હેરાન થયેલ લોકો : જે લોકો મેદસ્વીપણાથી પરેશાન છે, તેમણે પણ સોનું ન પહેરવું જોઈએ. કારણ કે તે મંગળગ્રહના પ્રભાવને વધારે છે. જેનાથી શરીર વધુને વધુ ફૂલે છે.

નસીબને નબળું બનાવે છે :  તુલા રાશિ અને મકર રાશિના લોકોએ ક્યારેય સોનું ન પહેરવું જોઈએ. કારણ કે સોનું પહેરવાથી આ બંને રાશિના ભાગ્ય ખુબ જ નબળા પડે છે.

ગુરુ દેવનું અપમાન થાય છે : જો કુંડળીમાં ગુરુની સ્થિતિ સારી ન હોય, તો પણ સોનું પહેરવું અશુભ માનવામાં આવે છે. આવા લોકોએ સોનાના છડા અથવા બિછિયા ભૂલથી પણ જ પહેરવી જોઈએ. જો તમે પહેરો છો તો તમે બૃહસ્પતિ દેવનું અપમાન કરી રહ્યા છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment