રતન ટાટાનું દિલ આવી ગયું 27 વર્ષના છોકરાના આઈડિયા પર… તેને મળ્યો તાતા સાથે કામ કરવાનો મોકો.

ભારતના લોકપ્રિય બિઝનેસમેન અને ફિલેનથ્રોપિસ્ટ રતન ટાટાની સાથે બધા જ લોકોને કામ કરવું ગમે. ઘણા મોટા મોટા બિઝનેસમેનનું સપનું છે કે તે એક દિવસ રતન ટાટાની સાથે કામ કરે. પરંતુ મિત્રો આપણી સાથે એવું બને કે ખુદ રતન ટાટા ફોન કરીને કામ કરવાની આપણને ઓફર આપે તો ! તો મિત્રો આપણને ખુબ જ આશ્વર્ય થાય. એટલું જ નહિ મિત્રો, રતન ટાટા એવું કહે કે તમને ફાવે એ કામ કરજો ! તો આપણી ખુશી ડબલ  થઇ જાય.

તો મિત્રો આવી જ સત્ય ઘટના એક છોકરા સાથે બની છે. તેને રતન ટાટા દ્વારા ખુદ જ કામ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું. તો આજે અમે તમને તે છોકરા વિશે જણાવશું. આ છોકરા એક નાના એવા આઈડિયાથી રતન ટાટા ખુબ જ ખુશ થયા હતા. તેના બદલામાં તેણે તે છોકરાને કામ પર રાખી લીધો અને તેવું પણ કહ્યું કે તને જે ફાવે એ કામ તારે કરવાનું. તો ચાલો જાણીએ કોણ છે એ છોકરો જેને આવા મહાન વ્યક્તિએ કામ કરવાની ઓફર આપી. તો ચાલો જાણીએ તેના વિશે.  મિત્રો અમે જે છોકરાની વાત કરી રહ્યા છીએ તેનું નામ છે શાંતનું નાયડુ. જેની ઉમર છે 27 વર્ષ. આ છોકરાની કહાની ખુબ જ ચર્ચામાં આવી છે. કેમ કે શાંતનુંના જીવનમાં કંઈક એવી ઘટના બની કે, તેણે પોતાના જીવનની આવી કલ્પના ક્યારેય નહિ કરી હોય. પરંતુ શાંતનુંએ ફેસબુકમાં પોતાની સફળતાની વાત કરી છે અને તેની આખી કહાની કહી છે.

મુલાકાત થઇ હતી પાંચ વર્ષ પહેલા : શાંતનુંની કહાની ફેસબુક પર જોવા મળી. માત્ર 19 કલાકમાં શાંતનુંની આ પોસ્ટને 20 હજાર કરતા પણ વધારે લોકોના લાઈક મળ્યા. 1.7k કરતા વધારે યુઝર્સ દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી છે. તેમાં શાંતનુંએ પોતાની કહાની જણાવતા કહ્યું કે રતન ટાટા સાથે તેની પહેલી મુલાકાત 2014 માં એટલે કે આજથી પાંચ વર્ષ પહેલા થઇ હતી.

રખડતા કુતરાના જીવ બચાવવાની ઉઠાવી જવાબદારી : શાંતનુંએ જણાવ્યું કે રસ્તા પર રખડતા કુતરાના પાંચ વર્ષ પહેલા મૃત્યુ થઇ રહ્યા હતા. જેના કારણે શાંતનું ખુબ જ દુઃખી થઇ ગયો હતો. અને તેના માટે કંઈક કરવા શાંતનુંએ એક આઈડિયા શોધ્યો, શાંતનુંએ તેના પર કામ કરવાનું શરૂ કર્યું. રિફ્લેક્ટર બેલ્ટ કુતરાના ગળામાં લગાવવાનું શરૂ કર્યું. તેમણે કુતરાના ગળામાં આ બેલ્ટ એટલા માટે લગાવ્યા કેમ કે દુરથી ગાડી લઈને આવતા ડ્રાયવરને અગાઉ જાણ થઈ જાય, કે આગળ કુતરું છે. તો શાંતનુંના આ કામ માટે લોકોએ ખુબ જ વખાણ કર્યા હતા. પરંતુ મિત્રો એટલું જ નહિ શાંતનુંની આ સ્ટોરીને ટાટા ગ્રુપ ઓફ કંપનીજ દ્વારા પણ ન્યુઝલેટરમાં છાપવામાં આવી હતી. આગળ શાંતનું જણાવે છે કે, મારા પિતાજીએ મને એ સમયે જ કીધું હતું કે, હું રતન ટાટાને એક પત્ર મોકલું, કેમ કે તેવો પણ કુતરાને ખુબ જ પ્રેમ કરે છે. મને શરૂઆતમાં થોડી ઝિઝક થઇ, પરંતુ ત્યાર બાદ પત્ર લખી નાખ્યો. પરંતુ મારે ચિઠ્ઠીનો જવાબ બે મહિના બાદ આવ્યો. પરંતુ ચિઠ્ઠીમાં જે જવાબ આવ્યો તેના પર હું વિશ્વાસ ન કરી શક્યો. રતન ટાટાની મુંબઈ ઓફીસ પર થોડા દિવસ બાદ શાંતનુંની મુલાકાત થઇ. પરંતુ રતન ટાટા સાથેની મુલાકાતમાં શાંતનુંની આખી જિંદગી બદલાય ગઈ.

શાંતનુંના કામના વખાણ રતન ટાટાએ ખુબ જ કર્યા. સાથે સાથે રતન ટાટાએ એવું પણ જણાવ્યું કે તમારા કામથી ખુબ જ ખુશ થયો. રતન ટાટાના કુતરાને પણ શાંતનું મળ્યા અને રતન ટાટા સાથે મુલાકાત બાદ શાંતનું વિદેશ જતો રહ્યો હતો. પરંતુ રતન ટાટાને શાંતનુંને વચન આપ્યું કે, હું ટાટા ટ્રસ્ટ માટે હું ભારત પરત આવીશ અને અહિયાં કામ કરીશ.

શાંતનું જેવો ભારતમાં આવ્યો કે તરત જ રતન ટાટાનો કોલ આવ્યો. ત્યારે રતન ટાટાએ શાંતનુંને કહ્યું કે મારે મારી ઓફીસમાં ઘણું બધું કામ કરાવવાનું છે, શું તું મારો આસિસ્ટન્ટ બનીશ. આ વાત શાંતનું માટે કોઈ સપનાથી કમ ન હતી. એક વાર તો શાંતનુંને વિશ્વાસ ન આવ્યો, પરંતુ શાંતનુંએ તરત જ હા કહી દીધી. શાંતનુંએ પોતાના અનુભવ અનુસાર જણાવ્યું હતું કે, રતન ટાટા એક સારા ગુરુ છે અને એક સારા મિત્ર પણ છે અને રતન ટાટા સુપરહ્યુમનથી કમ નથી રતન ટાટા. શાંતનું તેના કામને લઈને ખુબ જ ખુશ છે અને તેણે આવું કામ કરવા મળશે તેવું સપનામાં પણ વિચાર્યું ન હતું.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment