એકવાર અવશ્ય જાણી લો આ માહિતી આજકાલ આ રીતે તમે ઉલ્લુ બની રહ્યા છો. તમારા સ્વાસ્થ્ય સાથે આ રીતે ચેડા થાય છે

મિત્રો, તમે જીરું વિશે તો જાણતા જ હશો. જીરું અત્યંત ગુણકારી અને મહિલાઓના રસોડામાં ખાસ સ્થાન ધરાવે છે. અનેક પ્રકારની રેસીપી બનાવવામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ઘણીવાર આપણે વસ્તુના સાચા સ્વરૂપ વિશે નથી જાણતા હોતા. ત્યારે આપણાં ઘરમાં બનાવટી વસ્તુ આવી જતી હોય છે. આથી અમારે કહેવું પડ્યું કે શું તમે પણ બનાવટી જીરું નથી ખાતા ને ? તો જાણો આ લેખમાં તેની વાસ્તવિકતા વિશે.

જેમ કે તમે જાણો જ છો કે જીરાને રસોઈમાં ઉપયોગ કરવાથી ખોરાકનો સ્વાદ વધે છે. જીરું સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક કહેવાય છે. જીરું શાકભાજી સિવાય ઘણી દેશી દવાઓમાં પણ વપરાય છે. પરંતુ અન્ય વસ્તુઓની સાથે આ ગુણાત્મક જીરુંમાં ભેળસેળ પણ હવે જોવા મળી રહી છે.ત્યારે જીરું વિશે વાત કરતાં એક આવો જ કિસ્સો બહાર આવ્યો છે. તો આજે આ લેખમાં અમે તમને તેના વિશે વિગતે જણાવશું. દિલ્હી પોલીસે બવાનામાં સ્થિત જીરું બનાવવાની એક બનાવટી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. અહીં ઘાસ, દાણા અને ગોળની ચાસણીનો ઉપયોગ કરીને બનાવટી જીરું બનાવવામાં આવતું. પોલીસે કારખાનામાંથી 20 હજાર કિલો તૈયાર જીરું અને 8 હજાર કિલો કાચો માલ મળ્યો છે. આરોપીઓએ જણાવ્યું હતું કે બનાવટી જીરું બનાવવા માટે તેઓને કંઈ જ કામ કરવાની જરૂર રહેતી નથી અને તેને બનાવવા માટે ફક્ત 3 વસ્તુઓની જ જરૂર હોય છે. જંગલી ઘાસ, પથ્થરના ટુકડા અને ગોળના શિરા. આ બધાના ઉપયોગથી નકલી જીરું બનાવવામાં આવે છે, જે બજારમાં આડેધડ વહેંચાય છે.

આથી જ અમે તમને જણાવીએ છીએ કે કૃપા કરીને નકલી જીરું બનાવવા માટે જે ઘાસનો ઉપયોગ કરવામાં આવે છે તે નદીઓના કાંઠે ઉગાડેલા ઘાસને લેવામાં આવે છે. આ ઘાસમાં જીરુંની જેમ જ ઘણા નાના પાંદડા ચોંટતા હોય છે, જેના કારણે તેમને ઓળખવું મુશ્કેલ બને છે. ઘાસના આ નાના પાંદડા ગોળના પાણીમાં રાખીને સૂકવવામાં આવે છે, જે જીરુંનો રંગ બદલી નાખે છે.

ત્યાર બાદ તેને પથ્થરના પાવડર સાથે ભેળવવામાં આવે છે, તે પછી તે વાસ્તવિક જીરું જેવું જ લાગે છે. બજારમાં અસલ જીરાની કિંમત આશરે 300 રૂપિયા પ્રતિ કિલો છે, જ્યારે બનાવટી જીરું બજારમાં દુકાનદારો 20 રૂપિયા પ્રતિ કિલોમાં વહેંચે છે.આમ આ બનાવટી જીરું સ્વાસ્થ્ય માટે ખુબ જ જોખમી સાબિત થાય છે. જો તેનું સતત સેવન કરવામાં આવે તો તમારી રોગપ્રતિકારક શક્તિને તે અસર કરે છે, આ ઉપરાંત તેને ખાવાથી પથ્થર અને ત્વચા સંબંધિત રોગોનું જોખમ પણ વધે છે.

જ્યારે અમે તમને જણાવીએ કે અસલી અને નકલી જીરુંને ઓળખવું ખુબ જ સરળ છે. બાઉલમાં પાણી લો અને તેમાં જીરું નાખો. જો જીરુંનો રંગ છૂટો પડે છે અને તે તૂટવા લાગે છે, તો તે બનાવટી છે. વાસ્તવિક જીરું મજબૂત અને મક્કમ હોય છે અને તે પાણીમાં ઉમેર્યા પછી પણ તે એવું જ રહે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

1 thought on “એકવાર અવશ્ય જાણી લો આ માહિતી આજકાલ આ રીતે તમે ઉલ્લુ બની રહ્યા છો. તમારા સ્વાસ્થ્ય સાથે આ રીતે ચેડા થાય છે”

  1. With this attitude and behaviour India will never ever be the world standard. May be it will take another 100 years for these lot to get some honesty.?!?!

    Reply

Leave a Comment