પત્ની પણ પતિને બાંધતી રાખડી, રક્ષાબંધનનું મહત્વ પુરાણો અનુસાર.

મિત્રો આપણે ત્યાં નાનાથી લઈને મોટા સુધીના દરેક ધામિક તહેવારોનું કંઈક અનેરું મહત્વ છે. કેમ કે આપની હિંદુ પરંપરા અનુસાર લગભગ દરેક તહેવારએ પારંપારિક રીતે ઉજવવામાં આવે છે. જે આજ સુધી હિંદુ સંસ્કૃતિ પોતાની નીવને બચાવતી આવી છે તેમાં, ક્યાંકને ક્યાંક આ ધાર્મિક અને માર્મિક તહેવારોનો પણ ફાળો છે. તો એ બધા જ તહેવારોમાં એક વિશિષ્ટ તહેવાર છે રક્ષાબંધન. આ તહેવાર ભાઈ અને બહેનના પ્રેમ અને આદરનો તહેવાર છે. તો આજે આ લેખમાં અમે તમને રક્ષાબંધનના મહત્વ વિશે જણાવશું માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો. 

રક્ષાબંધન અને શ્રાવણ પૂર્ણિમા એ બંને અલગ અલગ પર્વ છે. જે ઉપાસના અને સંકલ્પનો અદ્દભુત સમન્વય છે. પરંતુ શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન બંને પર્વ એક જ દિવસે ઉજવવામાં આવે છે. પુરાતન તથા મહાભારતના યુગના ધર્મ ગ્રંથોમાં આ પવિત્ર તહેવારનો ઉલ્લેખ જોવા મળી રહ્યો છે. રક્ષબંધનને લઈને એવું પણ કહેવામાં આવે છે કે, દેવાસુર સંગ્રામના યુગમાં દેવતાઓના વિજયથી રક્ષાબંધનનો તહેવાર શરૂ થશે. 

આ સંબંધમાં એક બાજુ દંતકથા પણ પ્રસિદ્ધ છે કે, દેવતાઓ અને અસુરોના યુદ્ધમાં દેવતાઓના વિજયને લઈને અમુક સંદેહ થવા લાગ્યા હતા. ત્યારે દેવરાજ ઇન્દ્રએ આ યુદ્ધમાં પ્રમુખ ભાગ લીધો હતો. દેવરાજ ઇન્દ્રની પત્ની ઇન્દ્રાણી શ્રાવણ પૂર્ણિમાના દિવસે ગુરુ બૃહસ્પતિની પાસે ગઈ હતી અને ત્યારે તેમણે વિજય માટે રક્ષાબંધન બંધાવાનો ઉપાય આપ્યો હતો. જ્યારે દેવરાજ ઇન્દ્ર રાક્ષસોની સાથે યુદ્ધ કરવા માટે ચાલ્યા ત્યારે ઇન્દ્રની પત્ની ઇન્દ્રાણીએ ઇન્દ્રને હાથમાં રક્ષાબંધન બાંધી હતી. તેનાથી ઇન્દ્ર વિજય થયા હતા.તો બીજી તરફ અનેક પુરાણોમાં શ્રાવણી પૂર્ણિમાના રોજ પુરોહિતો દ્વારા કરવામાં આવેલ આર્શીવાદ કર્મ પણ માનવામાં આવે છે. આ દિવસે બ્રાહ્મણો દ્વારા યજમાનના જમણા હાથમાં રક્ષા બાંધવામાં આવે છે. 

મધ્યયુગીન ભારતમાં હમલાખોરોના કારણે મહિલાઓની રક્ષાના હેતુથી પણ રક્ષાબંધનનું પર્વ મનાવવામાં આવતું હતું. આ એક ધર્મ બંધન છે. જે સદીઓથી આપણી પરંપરા સાથે જોડાયેલું છે. ત્યારથી બધી જ મહિલા સગો ભાઈ અથવા તો કહેલા ભાઈઓને રક્ષાસૂત્ર બાંધવા લાગી હતી. મહારાષ્ટ્ર રાજ્યના અનેક ભાગોમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે જળદેવતા એટલે કે વરુણદેવની આરાધના કરવામાં કરવામાં આવે છે. આ દિવસે બહેન તિલક અને ચોખા લગાવીને ભાઈના કાંડામાં રાખડી બાંધે છે અને સાથે જ ફળ અથવા મીઠાઈ ખવડાવે છે. ભાઈ પણ શ્રદ્ધાથી પોતાના સામર્થ્ય અનુસાર બહેનને વસ્ત્ર, આભુષણ, દ્રવ્ય અને વસ્તુઓ ભેટ કરે છે.જ્યાં સુધી શ્રાવણી પુનમના દિવસે રક્ષાબંધનની વાત કરીએ તો, રક્ષાબંધન સલોનો નામથી પણ કહેવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે, શ્રાવણી પૂર્ણિમાના દિવસે પવિત્ર સરોવર અથવા નદીમાં સ્નાન કર્યા બાદ સૂર્યદેવને અર્ધ્ય આપવું એ આ પર્વનું આવશ્યક અંગ છે. ગામની આસપાસ ન હોય તો તમે કુવા પાસે પણ સૂર્યદેવની આરાધના કરી શકો છો. તેમજ આ દિવસનું બીજું મહત્વ એ પણ છે કે, આ દિવસે પંડિતો અને બ્રાહ્મણો જૂની જનોઈનો ત્યાગ કરીને બીજી જનોઈ ધારણ કરે છે. 

Leave a Comment