મિત્રો જયારે શરીરમાં ગેસની સમસ્યા થાય છે, ત્યારે પેટમાં ખુબ જ દુખાવો થાય છે. તેમજ જયારે ગેસ છુટે છે ત્યારે પણ લોકોને શરમનો અનુભવ થાય છે. જો કે શરીરમાં ગેસ થવો એ પાચનની કમીને કારણે જ થાય છે. જયારે તમારો ખોરાક પચતો નથી ત્યારે ગેસની સમસ્યા ઉભી થાય છે. આથી તમારે એવી વસ્તુઓ ન ખાવી જોઈએ જેનાથી ગેસ જેવી સમસ્યા થાય.
પેટમાં ગેસ થવો એ ખુબ જ સામાન્ય સમસ્યા છે. પરંતુ ઘણા લોકોને આ સમસ્યાનો ખુબ જ ભારે સામનો કરવો પડે છે. ગેસ થવાના ઘણા કારણો હોય શકે છે. આજે અમને તમને ઘણી એવી વસ્તુઓ વિશે જણાવશું જેનાથી તમને બ્લોટિંગ અને ગેસની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
જયારે આપણા શરીરમાં ડાઈજેસ્ટીવ ટ્રેકમાં હવા ભરાઈ જાય છે, તો ગેસ બનવા લાગે છે. તમને જણાવી દઈએ કે, એક નોર્મલ વ્યક્તિ પ્રતિદિવસ 1 થી 4 પોઈન્ટ બરાબર ગેસ પાસ કરે છે, પેટમાં ગેસ થવાથી બ્લોટિંગની સમસ્યા થઈ શકે છે. જેનાથી તમને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. ઘણી વખત તમે એવી જગ્યાએ હો છો જ્યાં ગેસ પાસ કરવો શક્ય નથી હોતો. જેના કારણે આ ગેસ તમારી છાતી અને પીઠ પર અસર કરી શકે છે.
એવું નથી કે, જે લોકોની ડાઈજેસ્ટીવ સિસ્ટમ સારી નથી હોતી તેમને જ ગેસનો સામનો કરવો પડે છે, પરંતુ જે લોકોની ડાઈજેસ્ટીવ સિસ્ટમ સારી હોય છે, તેમને પણ ગેસનો સામનો કરવો પડી શકે છે. પેટમાં ગેસ થવાના ઘણા કારણો હોય શકે છે. આજે અમે તમને ઘણી એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા પેટમાં ગેસ થવા માટે જવાબદાર હોય છે.
શાકભાજીઓ : પેટમાં થતો ગેસ ઘણી વાતો પર નિર્ભર રહે છે. તમે શું ખોરાક લો છો તેના પરથી ગેસ થવાનું કારણ બની શકે છે. ઘણી એવી વસ્તુઓ હોય છે જેને નાના આંતરડા પચાવી નથી શકતા. જેમ કે જે વસ્તુઓમાં કાર્બોહાઈડ્રેટ હોય છે, તેને પચાવવું મુશ્કેલ છે. આ વસ્તુઓ જ્યારે તમારા પેટમાં પહોંચે છે ત્યારે મોટા આંતરડા તેને તોડે છે જેને કારણે ગેસ બને છે.
ફેટી ફૂડસનું સેવન : અતિશય પ્રમાણમાં ફેટી ફૂડસનું સેવન કરવાથી પેટમાં ગેસ થવાની સમસ્યા થઈ શકે છે. આ પ્રકારની વસ્તુઓ ખાવાથી પેટમાં બ્લોટિંગ અને વધુ પ્રમાણમાં ગેસ બને છે. આ વસ્તુઓને ખાવાથી પેટમાં હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઈડ અને મીથેન ગેસ બને છે. જો તમને આઈબીએસની સમસ્યા છે, તો તમારી મુશ્કેલી વધી શકે છે.
ભોજનની સાથે પાણી : જયારે તમે ભોજન કરતી વખતે પાણીનું સેવન કરો છો તો તેનાથી હવા પણ તમારા મોઢામાં જાય છે. તેનાથી તમારી ડાઈજેસ્ટીવ હેલ્થ પર ખરાબ અસર થાય છે. તેનાથી તમને બ્લોટિંગ અને ગેસ બનવાની સમસ્યા થઈ શકે છે. આથી જરૂરી છે કે, ભોજન કરતી વખત ઓછું પાણી પીવું જોઈએ.
કસરત : જયારે તમે કસરત કરો છો ત્યારે તમને પરસેવો આવે છે. પરસેવો થવાથી તમારા શરીર માંથી સોડીયમ નીકળે છે, જેનાથી તમને બ્લોટિંગ અને ગેસનો સામનો કરવો પડે છે. તેવામાં જરૂરી છે તમે પોતાને હાઈડ્રેટ રાખવાની કોશિશ કરો પણ કસરત કરતી વખતે વધુ પ્રમાણમાં પાણી ન પીવો. તેનાથી તમને બ્લોટિંગની સમસ્યા થઈ શકે છે.
ઉધરસની દવા : કફ મેડિસીનથી તમારી કફની સમસ્યા તો ઠીક થઈ જાય છે, પરંતુ તેનાથી તમારા પેટમાં બ્લોટિંગ અને ગેસ બને છે. ઉધરસની દવામાં આર્ટીફીશીયલ સ્વીટનર્સનો ઉપયોગ કરવામાં આવે છે. આર્ટીફીશીયલ સ્વીટનર્સને ડાઈજેસ્ટ કરવા માટે પેટને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તેનાથી બેક્ટેરિયા ઉદભવે છે જેના કારણે તમે ગેસ પાસ કરો છો અને પેટમાં દુખાવો પણ થઈ શકે છે.
ફ્રુટ જ્યુસ : ઘણા ફ્રુટ જ્યુસ કાર્બોહાઈડ્રેટ અને શુગરનું ઉત્પાદન પેદા કરે છે. જેનાથી પેટમાં ગેસ બને છે, અને દુખાવો પણ થઈ શકે છે. તેવામાં ફ્રુટ જ્યુસની જગ્યાએ સાબુત ફળોનું સેવન કરવું.
હવા : જયારે તમે ભોજન કરો છો તો થોડા પ્રમાણમાં હવા ભોજનની સાથે પેટમાં ચાલી જાય છે, આ હવા સામાન્ય રીતે નાના આંતરડા દ્વારા શરીરમાંથી બહાર નીકળી જાય છે. વધેલો ગેસ તમારા મોટા આંતરડામાં ફરતો રહે છે, અને મળાશય દ્વારા બહાર નીકળે છે. જો તમને પાચન સંબંધી બીમારી જેવી કે, આઈબીએસ છે તો તમને ગેસની સમસ્યાનો વધુ સામનો કરવો પડી શકે છે. જયારે તમે સ્ટ્રેસને કારણે સ્મોક કરો છો અથવા ખુબ જ ઝડપથી ભોજન કરો છો, તેનાથી વધુ પ્રમાણમાં હવા તમારા પેટમાં ચાલી જાય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી