જો આ પ્રકારના સપના આવે તો થઈ જાવ સાવધાન, નહીં તો થઈ શકે છે અણધારી ઘટના…

સામાન્ય રીતે સૂતી વખતે સપના આવવા એ કોઈ મોટી વાત નથી. સપના ઉપર આપણું નિયંત્રણ હોતું નથી, તેથી દરેક વ્યક્તિને ઊંઘમાં સૂતી વખતે સપના જોવા પડે છે. સપના અનેક પ્રકારના હોઈ શકે છે. કેટલાક સપના એવા હોય છે જે અત્યંત ભયાનક હોય છે તો કેટલાક હૃદયને શાંતિ આપતા હોય છે. સપના ભલે આપણા માટે માત્ર સપના હોય પરંતુ સ્વપ્નશાસ્ત્રમાં આનુ મહત્વ જણાવવામાં આવ્યું છે.

સપના આપણા ભવિષ્યમાં થતી કેટલીક શુભ કે અશુભ ઘટના વિશે સંકેત આપે છે. ક્યારેક આપણે સપનામાં પોતાને ઉચાઈ થી પડતા જોઈએ છીએ. આપણને લાગે છે કે આપણે પહાડ, છત કે કોઈ અન્ય સ્થાનથી પડવાના છીએ કે પડી રહ્યા છીએ. એવા સપના નો મતલબ કેટલાક સંકેત હોય છે. તો આવો સ્વ્પ્ન શાસ્ત્ર ના પંડિતના જણાવ્યા પ્રમાણે આવા સપના નો શું અર્થ થાય છે તે વિશે જાણીશું.1) છત પરથી પડવું:- આપણે સપનામાં કેટલીક વાર પોતાને કોઈ ઇમારત કે છતથી પડતા જોઈએ છીએ. સ્વપ્નશાસ્ત્ર પ્રમાણે જો આપણે કોઈ છત કે ઇમારત થી નીચે પડી રહ્યા હોઈએ તો તેનો મતલબ આવનારા સમયમાં આપણા પરિવારમાં કઁકાશ ઉદ્દભવી શકે છે. તેના કારણે આપણને સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

2) આકાશમાંથી પડવું:- ક્યારેક આપણે સપનામાં પોતાને આકાશમાંથી નીચે પડતા જોઈએ છીએ, જેનો મતલબ થાય છે કે ભવિષ્યમાં આપણે કોઈ દુર્ઘટના નો સામનો કરવો પડી શકે છે. તેથી સપના આપણને પહેલેથી જ કોઈ અનહોની ના સંકેત આપી દે છે.

3) પહાડ પરથી પડવું:- ઊંઘમાં આપણે પોતાને કોઈ ઊંચા પર્વત કે પહાડથી નીચે પડતા જોઈએ છીએ તેનો મતલબ થાય છે કે ભવિષ્યમાં આપણને કોઈ પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. આપણા જીવનમાં કોઈ આર્થિક સંકટ આવી શકે છે. સાથે જ આપણને તેના સંબંધિત કષ્ટ થઈ શકે છે.4) દાદર પરથી પડવું:- જ્યારે આપણે સપનામાં પોતાને દાદર પરથી નીચે પડતા જોઈએ છે તો તેનો મતલબ છે કે આપણી અંદર આત્મવિશ્વાસની કમી છે.

5) લપસી ને પડવું:- ઘણીવાર એવું થાય છે કે સપનામાં આપણે લપસીને પડી જઈએ છીએ. તેનો મતલબ થાય છે કે ભવિષ્યમાં  આપણે કોઈ આપણા મિત્ર કે કોઈ પરિવારજન દ્વારા વિશ્વાસઘાત ના શિકાર થઈ શકીએ છીએ, તેથી આપણે કોઈ પણ પર જલ્દી વિશ્વાસ ન કરવો જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી સ્વપ્નશાસ્ત્ર અને ઈન્ટરનેટ આધારિત છે)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment