ખાલી પેટ પીવો જીરાનું ઉકાળેલું પાણી.. મળશે આવી ગંભીર સમસ્યામાં રાહત. શેર જરૂર કરજો.

આપણા આયુર્વેદ પ્રાકૃતિક રીતે મળતી દરેક વસ્તુઓનો કોઈને કોઈ ફાયદો અવશ્ય જણાવવામાં આવ્યો છે. તો આજે અમે તમને એક એવી જ વસ્તુ વિશે જણાવશું જે 6 મોટી ગંભીર બીમારી સામે લડત આપે છે. કેમ કે આજના સમયમાં લગભગ લોકોએ ઉમરના પ્રમાણે બીમારીઓ ઘેરવા લાગી છે. તો તેના માટે આજના સમયમાં દેશી ઉપચાર તરફ લોકો ખુબ જ વધી પણ રહ્યા છે. તો આજે અમે તમને એક એવી જ વસ્તુથી અવગત કરાવશું જેનું સેવન ખાલી પેટ કરવામાં આવે તો નીચે જણાવેલ 6 બીમારીઓ સામે લડત આપે છે. તો ચાલો જાણીએ એવી કંઈ છે વસ્તુ, જે 6 બીમારીને ટક્કર આપે છે.

મિત્રો અમે જેના વિશે વાત કરી રહ્યા છીએ તે વસ્તુ છે જીરું.  જી હા મિત્રો, આપણા ભારતીય ખોરાકમાં જીરુંને તડકો આપવા માટે ઉપયોગમાં લેવાય છે. જીરુંમાં ઘણા પ્રકારના ઔષધીય તત્વ હોય છે. જે સેહદ માટે ખુબ જ લાભકારી હોય છે. જીરાને પાણીમાં ઉકાળીને પીવાથી પોટેશિયમની માત્રા શરીરમાં ભરપુર પ્રમાણમાં જાય છે. જેનાથી ઘણી બધી બીમારી આપણા શરીરમાંથી નાશ પામે છે. તો ચાલો જાણીએ કે કંઈ એ 6 બીમારી છે જે આપણા શરીરમાંથી જીરાનું પાણી પીવાથી નાશ પામે છે. સૌથી પહેલા તો આપણા હૃદયની ગતિ માટે જીરાનું પાણી ખુબ જ ફાયદાકારક નીવડે છે. જીરાનું ઉકાળેલું પાણી ખાલી પેટ પીવાથી હૃદયની ગતિ સામાન્ય રહે છે અને હાર્ટએટેક આવવાનો ખતરો પણ ઓછો થઇ જાય છે. ખાલી પેટ જો જીરા વાળું પાણી પીવામાં આવે તો હૃદયને લગતી અન્ય સમસ્યામાં પણ રાહત મળે છે.

જો જીરા વાળું ઉકાળેલું પાણી પીવામાં આવે શરીરમાં એન્ટીઓક્સીડેન્ટ અને મિનરલની માત્રા ભરપુર પ્રમાણમાં રહે છે. જીરા વાળું પાણી પીવાથી ડીહાઈડ્રેશનની સમસ્યા થવાની સંભાવના  ઘટી જાય છે. તેનાથી શરીરમાં પાણીનું સંતુલન જળવાઈ રહે છે, જેના કારણે ડીહાઈડ્રેશનની સમસ્યા માંથી છુટકારો મળે છે.

શરીરમાં ઇમ્યુનિટીનું સ્તર પણ જીરાનું પીવાથી વધે છે અને સાથે સાથે સંક્રામક રોગોથી બચાવે છે. જીરા વાળું ઉકાળેલું પાણી પીવાથી થકાન, કમજોરી, ચક્કર આવવાની પરેશાની દુર થઇ જાય છે. તેની સાથે આ પાણી આપણા શરીરને ફ્રેશ રાખે છે અને આખો દિવસ તાજગીનો પણ અહેસાસ કરાવે છે.

જો તમને ઉલટી અને દસ્તની પરેશાની હોય તો જીરાનું પાણી ખુબ જ લાભદાયક રહે છે. કેમ કે ઉલટી મોટાભાગે ગેસ અથવા આંતરડાની સફાઈ ન થતી હોય તેના કારણે થાય છે. પરંતુ જીરા વાળું પાણી આપણા આંતરડાની સફાઈ કરે છે અને મેટાબોલીઝને શરીરમાં સંતુલિત કરવાનું કામ પણ જીરા વાળું પાણી કરે છે. પરંતુ તેનું સેવન ખાલી પેટ થવું જોઈએ. આજે લગભગ લોકોને કફની સમસ્યા પરેશાન કરતી હોય છે. તેને પણ જીરા વાળું પાણી ખત્મ કરી નાખે છે. કેમ કે જો કફની સમસ્યા હોય તો જીરા વાળું ઉકાળેલું પાણી રામબાણ ઈલાજ જેવું કામ કરે છે. કેમ કે જીરું આપણા શરીરમાં એન્જાઈમ્સને પેદા કરે છે.

જે લોકોને લીવરની બીમારી હોય છે તેના માટે પણ જીરા વાળું ઉકાળેલું પાણી ખુબ જ સારી ઔષધી છે. જીરા વાળા પાણીનું સેવન કરવાથી લીવરને ખુબ જ આરામ મળે છે. જીરા વાળું પાણી આપણા શરીરમાં ચરબી પણ વધવા દેતું નથી.

સામાન્ય રીતે 1 સપ્રમાણ ચમચી જેટલું જીરું 1 ગ્લાસ ગરમ પાણીમાં નાખીનેવી  તે પાણી તૈયાર કરવું જોઈએ, પણ જો તમે કોઈ ડોક્ટર કે વૈદ્યની સલાહ લઈને તમારા શરીર અનુસાર કેટલું જીરું અને કેટલું પાણી લેવું તે નક્કી કરો તો વધુ યોગ્ય રહેશે કેમ કે બધા લોકોની તાસીર અલગ અલગ હોય છે, તે માટે પ્રયોગ કરતા પહેલા જરૂર કોઈ ડોક્ટર કે વૈદ્યની અનુમતિ લેવી.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

1 thought on “ખાલી પેટ પીવો જીરાનું ઉકાળેલું પાણી.. મળશે આવી ગંભીર સમસ્યામાં રાહત. શેર જરૂર કરજો.”

Leave a Comment