મિત્રો આજકાલ લોકો હરવાફરવામાં ખુબ જ માને છે કેમ કે આજના સમયમાં લોકો પોતાના કામકાજ અને વ્યસ્તલાઈફથી કંટાળી જતા હોય છે. જેના કારણે પોતાના મગજને સ્ટ્રેસ માંથી મુક્તિ આપવા માટે લોકો મોટાભાગે ફરવાનું પસંદ કરતા હોય છે. ખાસ કરીને લોકો એવા સ્થળો પર વધારે જતા હોય છે જ્યાં કુદરતનું સાનિધ્ય જોવા મળતું હોય. તો મિત્રો તેવા સ્થળો પર આજે સુવિધાઓ પણ ખુબ જ જોવા મળે છે. જેના કારણે પ્રવાસીઓ કોઈ મુશ્કેલી ન અનુભવે. પરંતુ તેવા સ્થળો પર હોટેલો પણ જોવા મળતી હોય છે. આજે દેશના સારા સારા સ્થળો પર મોટી મોટી હોટેલો જોવા મળે છે.
પરંતુ આ બધી મોટી હોટેલો વિશે આજે અમે તમને એક ખાસ અને મહત્વની વાત જણાવશું. જે બધા જ લોકોએ હોટેલમાં રહેવા જતા પહેલા એક વાર આ લેખને ખાસ વાંચવો. મિત્રો તમે લગભગ કોઈ પણ હોટેલમાં રોકાણ માટે જાવ તો ત્યાં બેડ પર લગભગ સફેદ કલરની ચાદર જોવા મળે. તો મિત્રો તમે ક્યારેય એવું વિચાર્યું છે કે હોટેલોમાં શા માટે બેડશીટ અને ચાદર સફેદ હોય છે ? લગભગ હોટેલમાં ગ્રાહકો સાફસફાઈ વધારે મહત્વ આપતા હોય છે. પરંતુ જો બેડશીટ પર સફેદ અને સાફ ચાદર લોકો જુવે તો હોટેલની સાફસફાઈનો અંદાજો તેને આવ જાય. માટે લગભગ હોટેલોમાં સફેદ ચાદર અને બેડશીટ જોવા મળે છે. પરંતુ આજે અમે તમને તેના વિશે બીજા પણ અન્ય કારણો જણાવશું જે ખુબ જ મહત્વના છે. સફેદ બેડશીટ અને ચાદર વિશે બીજા કારણો પણ જણાવશું જેને તમે લગભગ નહિ જાણતા હોવ. તો ચાલો જાણીએ તેના અન્ય સાચા કારણો.
સૌથી પહેલું કારણ : આપણે બધા જ જાણીએ છીએ કે સફર રંગ બધા જ રંગોમાં સૌથી શાંત અને સ્વચ્છ હોય છે. સફેદ રંગ આંખને પણ જોવામાં સુકુન પ્રદાન કરે છે. એટલા માટે જો હોટેલમાં ગ્રાહક આરામ કરે તો તેને પણ સફેદ રંગ જોઇને શાંતિનો અહેસાસ થાય છે અને સુકુન મળે છે. એટલા માટે હોટેલના રૂમમાં લગભગ વસ્તુઓ સફેદ જોવા મળતી હોય છે.
કારણ 2 : મોટા ભાગે સફેદ કપડાંને વોશિંગ કરવા આસાન હોય છે. પરંતુ હોટેલમાં ખુબ જ વધારે કપડાં હોય છે, અને જો બધા જ સફેદ રંગના હોય તો તેને વોશ કરવા ખુબ જ સરળ રહે છે. 3) : એક કારણ એવું પણ છે કે, આપણે હોટેલના રૂમમાં દાખલ થઈએ અને જો સફેદ અને ચમકદાર બેડશીટ જોઈએ તો એ જોઇને આપણા મનને પાન સંતુષ્ટિ થાય છે. તેની સાથે ગ્રાહક સફેદ ચાદર અને બેડશીટ જોઇને થોડો હળવો પપન થઇ જાય છે.
4) : આપણે બધા જ જાણીએ છીએ કે સફેદ રંગ મેલો ખુબ જ થઇ જતો હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે સફેદ રંગના કપડાંને સાચવવા સરળ હોય છે. કેમ કે હોટેલમાં ઘણી બધી રૂમો હોય છે. તે બધી જ રૂમોમાં એક જ સરખી સફેદ બેડશીટ અને ચાદર હોય તો અદલા બદલી થવાની સમસ્યા ન થાય. જેના કારણે હોટેલ મેનેજમેન્ટને સરળતા રહે છે.
5) : સફેદ રંગ બધાને પસંદ આવતો રંગ છે. લગભગ ટ્રેનોમાં એસી કોચમાં તકિયો, ચાદર, બેડશીટ, નેપકીન બધું જ સફેદ રંગનું આપવામાં આવે છે. તેનું કારણ છે સફેદ રંગ બધાને આકર્ષે છે. જે આંખને તેના પર કેન્દ્રિત કરવા માટે મજબુર કરે છે.
6) : આ પાછળ મનોવૈજ્ઞાનિકનું કહેવું એવું છે કે, હોટેલનો રૂમ જેટલો સાફ અને ચમકતો દેખાય, અને સાથે જો તેમાં વધારે સફેદ રંગ હોય તો યાત્રીના આરામદાય વાતાવરણની અનુભૂતિ થાય છે. મુસાફરોને હોટેલમાં એક સારો અનુભવ થાય છે. 7) : ઘર પર આપણે કપડાં ધોઈએ તો તેમાં અન્ય કપડાંનો રંગ લાગી જાય તેવો ડર રહે છે. પરંતુ હોટેલમાં બધા જ કપડાં સફેદ હોય છે. માટે તેને સાથે વોશ કરવામાં આવે તો પણ કોઈ રંગ લાગવાનો ભય નથી રહેતો.
8) : વૈજ્ઞાનિકોનું માનવું છે કે, બીજા કલર અથવા અન્ય પ્રિન્ટ વાળા કાપડ કરતા જ સફેદ બેડશીટ કે ચાદર હોય તો તેમાં આપણને વધારે સારી ઊંઘ આવે છે. અને જ્યારે ઉઠીએ ત્યારે પણ વધારે ફ્રેશનેસ જોવા મળે છે.
9) : લગભગ હોટેલના મેનેજરનું એ વાત પર વધારે ધ્યાન હોય છે કે હોટેલમાં બધી જ વસ્તુ એક જ કલરની હોવી જોઈએ. તેનાથી એક પ્રોફેશનલ લુક આવે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી