આ છોકરી કોઈ મોડેલથી કમ નથી… પરંતુ ચલાવે છે બસ, જાણો તેનું કારણ.

મિત્રો આજના સમયમાં જોઈએ તો છોકરી અને છોકરાને એક સમાન માનવામાં આવે છે. કેમ કે આજે સમય પ્રમાણે સ્ત્રીઓ પણ એ કામ કરી શકે છે, જે પુરુષ માટે પણ શક્ય ન હોય. આજે આપણા દેશમાં ઘણી બધી એવી મહિલાઓ છે જેમણે વિક્રમ બનાવ્યો છે. સમય જતા સમાજમાં ખુબ જ ક્રાંતિ આવી છે. પહેલાના સમયમાં સ્ત્રીઓને માત્ર ઘર કામ માટે જ યોગ્ય ગણવામાં આવતી હતી. પરંતુ હવે દેશના કોઈ પણ ક્ષેત્રમાં સ્ત્રીઓ પોતાના પ્રભુત્વને અજમાવે છે અને તેમાં સફળતા પણ મેળવે છે.

તો મિત્રો આજે અમે તમને એક એવી જ 24 વર્ષની કન્યા વિશે જણાવશું. જે ઘણી બધી બાબતોમાં પોતાનું પ્રભુત્વ મેળવી ચુકી છે. પરંતુ તેમ છતાં તે આજે બસ ચલાવવાનું પસંદ કરે છે. પરંતુ આ છોકરી દેખાવે કોઈ મોડેલથી કમ નથી. તો ચાલો જાણીએ કોણ છે એ છોકરી અને ક્યાં ચલાવે છે બસ. જાણવા માટે આ લેખને અંત સુધી વાંચો. આજના યુગમાં છોકરા કરતા છોકરીઓ કોઈ કમ નથી. આ વાતને મહારાષ્ટ્રમાં એક છોકરીએ  સાબિત કરી બતાવી છે. આમ તો દેશમાં ઘણી બધીએ સ્ત્રીઓએ આ વાતને સાબિત કરી બતાવી છે. તો મિત્રો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ મુંબઈની પ્રતીક્ષા દાસ વિશે. પ્રતીક્ષા દાસ મુંબઈમાં રહે છે અને ત્યાં મુંબઈમાં ચાલતી BEST બસ ચલાવે છે. મુંબઈની BEST બસમાં પ્રતીક્ષા દાસ પહેલી એવી મહિલા છે જે બસ ડ્રાયવર બની હોય.

પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે પ્રતીક્ષા કોઈ સામાન્ય છોકરી નથી, પ્રતીક્ષા દાસે મુંબઈની ઠાકુર કોલેજમાં મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. પરંતુ પ્રતીક્ષા દાસ આરટીઓ બનાવવા ચાહે છે. પરંતુ તે બનાવવા માટે હેવી ડ્રાયવિંગ લાયસન્સ હોવું જરૂરી હોય છે. અને તેના કારણે જ પ્રતીક્ષાએ બસ ચલાવવાની ઈચ્છા જગાવી. પરંતુ પ્રતીક્ષાએ બસ ચલાવવા માટેની ટ્રેનીગ પણ લઇ લીધી છે અને હવે તે બસ પણ ચલાવે છે.આજે પ્રતીક્ષા મુંબઈમાં બેસ્ટ BEST ચલાવે છે.પ્રતીક્ષા બાળપણ જ વાહનની શોખીન રહી છે. કેમ કે સૌથી પહેલા તેણે આઠમાં ધોરણમાં હતી ત્યારે બાઈક ચલાવી હતી. જેમાં પ્રતીક્ષાએ માત્ર બે જ દિવસમાં બાઈક ચલાવતા શીખ્યું હતું. જેને જોઇને તેના ઘરવાળા ખુબ જ હેરાન રહી ગયા હતા. કેમ કે લગભગ 8 માં ધોરણમાં અભ્યાસ કરતા છોકરાને પણ માતાપિતા બાઈક ચલાવવા આપતા નથી. પરંતુ એક છોકરી થઈને નાની ઉમરમાં બાઈક ચલાવી એ જોઇને પરિવાર હેરાન રહી ગયો હતો.

પરંતુ હાલમાં પ્રતીક્ષા 24 વર્ષની છે. તો આ ઉમરે લગભગ છોકરીઓ શોપિંગ કરતી જ નજર આવતી હોય છે. પરંતુ પ્રતીક્ષા દાસે તેના આ સમયમાં બસ ચલાવી અને બધાને દંગ રાખી દીધા છે. પરંતુ સૌથી સારી અને મહત્વની વાત તો એ છે કે આજે પ્રતીક્ષા દાસને કોઈ પણ પ્રકારની હેરાની નથી થતી કે તે આ ઉમરમાં બસ ચલાવે છે. મીડિયામાં ઈન્ટરવ્યૂ આપતા પ્રતીક્ષાએ જણાવ્યું હતું કે, સેન્ટર પર જ્યારે હું બસ ડ્રાયવિંગની ટ્રેનીંગ લેવા માટે ગઈ ત્યારે ત્યાં જે મેલ ટ્રેનર્સ હતા તે કહી રહ્યા હતા કે આ શું કરી શકશે ? પ્રતીક્ષાના ટ્રેનીંગ સમયે જે ટ્રેનર્સ એવું કહેતા હતા કે, છોકરાનું કામ છોકરી ન કરી શકે, તે બધાનું મોં આજે પ્રતીક્ષાએ બંધ કરી દીધું છે. પરંતુ તમને જણાવી દઈએ કે આજે પણ પ્રતીક્ષા હવાઈ જહાંજ ઉડાવવા માંગે છે. એટલું જ નહિ લેહ લદ્દાખની બાઈક ટ્રીપ પણ પ્રતીક્ષા દાસ કરવા માંગે છે.

તો મિત્રો આના પરથી એટલું જાણવા મળે કે કોઈ પણ કામ ક્યારેય નાનું નથી હોતું. પ્રતીક્ષા દાસ આજે મુંબઈની સડકો પર ખુબ જ સ્વાભિમાન સાથે BEST બસ ચલાવે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment