આ વૃક્ષોની પૂજા કરવાથી થાય છે આવા ચમત્કારિક ફાયદાઓ… જાણો વૃક્ષ પ્રમાણે તેની પૂજા કરવાની રીત

આપણાં શાસ્ત્રમાં વૃક્ષોનો અનોખો મહિમા કહેવામાં આવ્યો છે. તેમજ વિશેષ વૃક્ષમાં ઈશ્વરનો વાસ માનીને તેની પુજા કરવાનું કહ્યું છે, અને આ વૃક્ષોની પુજા કરવાથી મળતા લાભ વિષે પણ ખુબ સરસ વિધાનો આપ્યા છે. પરંતુ આજે વૃક્ષોનું જે જતન થવું જોઈએ, એટલું થતું નથી. આ વૃક્ષો બાહ્ય રૂપમાં તો આપણને છાયો આપે જ છે. પરંતુ તેનું અધ્યામિક રીતે પણ એટલું જ મહત્વ છે. ચાલો તો આજે જાણી લઈએ ક્યાં વૃક્ષનું ક્યાં દિવસે પૂજન કરવું જોઈએ, જેથી આપણને તેનો પૂર્ણ લાભ મળી શકે.

વૃક્ષ વિશે વિસ્તારથી વાત કરીએ તો હિંદુ ધર્મમાં, લગભગ બધા જ લોકો ખુબ જ હૃદયથી વૃક્ષો અને છોડની પૂજા કરે છે. કારણ કે તેમના અનુસાર ઝાડમાં પણ જીવન રહેલું છે. આ સિવાય ભગવાન અને અન્ય દેવી-દેવતાઓના નિવાસ સ્થાન પણ વૃક્ષમાં જ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો દરરોજ મુજબ જુદા જુદા વૃક્ષોનું પૂજન કરવામાં આવે તો માણસનું ભાગ્ય ખુબ જ ઝડપથી ખૂલી જાય છે. તેનાથી તેમના જીવનમાં ખુશી પણ આવી શકે છે.કેળાનું ઝાડ : જે લોકો પોતાના ભાગ્યને ઉજ્જવળ બનાવવા માંગે છે તેઓ એ કેળાના ઝાડની પૂજા કરવી જોઈએ. કારણ કે તેમાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે.

પીપળાનું વૃક્ષ : હિંદુ શાસ્ત્રો મુજબ પીપળાના ઝાડને ખુબ જ શુભ માનવામાં આવે છે. તેથી જો શનિવારે આ ઝાડની નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવામાં આવે તો શનિદેવ પ્રસન્ન થાય છે. તેના સિવાય તમને ગ્રહોની પીડાથી પણ સ્વતંત્રતા મળે છે.તુલસીનો છોડ : તુલસીને તો ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. તુલસીનો છોડ લગભગ બધા જ ઘરમાં ઉગાડવામાં આવે છે. કારણ કે આ છોડમાં દેવી લક્ષ્મી અને વિષ્ણુનો વાસ છે. આ કારણોથી જ હિંદુ ધર્મમાં તુલસી પત્રનો ચોક્કસપણે ધાર્મિક કાર્યોમાં ઉપયોગ થાય છે. જો તુલસીના છોડને દરરોજ પાણી ચડાવવા આવે તો ક્યારેય પૈસાની તંગી થતી નથી.

શમી વૃક્ષ : એવું પણ માનવામાં આવે છે કે શમી વૃક્ષમાં શનિદેવનો વાસ હોય છે. તેથી, શમી ઝાડની નીચે સાંજે દીવો પ્રગટાવવો જોઈએ. તેનાથી દરેક મુશ્કેલીઓથી છૂટકારો મળે છે.

ગુલાબનો છોડ : આ સિવાય દેવી પાર્વતી ગુલાબના છોડમાં રહે છે, તેથી સોમવારે શિવલિંગ પર ગુલાબના ફૂલો અર્પણ કરવામાં આવે તો એ શુભ માનવામાં આવે છે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
ચંદનનું ઝાડ : ચંદનનું ઝાડ તેના શાંત પણા માટે જાણીતું છે. માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ આ વૃક્ષમાં રહે છે. આ વૃક્ષની પૂજા કરવાથી મનુષ્યની બધી માનસિક મુશ્કેલીઓ દૂર થાય છે અને શાંતિનો અનુભવ થાય છે.

અશોક વૃક્ષ : અશોકના વૃક્ષમાં ભગવાન ગૌતમ બુદ્ધનો વાસ માનવામાં આવે છે. આ વૃક્ષને ઘરમાં લગાવવાથી ઘરમાં શાંતિનું વાતાવરણ બને છે. ઝગડાઓ માંથી છૂટકારો મળે છે.

લીમડાનું ઝાડ : લીમડાના ઝાડ ઉપર દરરોજ પાણી ચડાવવું જોઈએ. કારણ કે તેનાથી વ્યક્તિનું આયુષ્ય વધે છે અને તેનાથી તમે કોઈપણ રોગનો શિકાર થતાં નથી.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment