એકવાર શુક્રવારના દિવસે જરૂર કરો આ ઉપાય…. માતા લક્ષ્મી ધન અને કૃપા બંને વરસાવશે.

એવું કહેવામાં આવે છે કે, શુક્રવારના દિવસે માતા લક્ષ્મીજીની પૂજા-અર્ચના કરવાથી ઘરમાં અન્ન અને ધન બંનેવસ્ત્તુંની ક્યારેય પણ કમી નથી રહેતી. શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં સમૃદ્ધિ ખુબ જ વધે છે. તેની સાથે વ્યક્તિના જીવનમાં વિકાસ પણ થાય છે. પરંતુ જો શુક્રવારના દિવસે અમ્મુક અન્ય ઉપાય પણ કરવામાં આવે તો તેનો બે ગણો લાભ મળે છે. તો આજે અમે આ લેખમાં તમને જણાવશું અમુક એવા જયોતિષી ઉપાય જેને કરવાથી આપણને બે ગણો લાભ થાય છે. જો તમે પણ એ લાભ મેળવવા માંગતા હોવ તો આ લેખને અંત સુધી વાંચો.  તો ચાલો જાણીએ શુક્રવારના દિવસે ક્યાં ક્યાં ઉપાયથી ક્યાં લાભ થાય છે.

શુક્રવાર ના દિવસે કરવા જોઈએ આ ઉપાય : 

શુક્રવારના દિવસે માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે દેવીમાં ને લાલ ફૂલ અર્પણ કરવા જોઈએ. જો આ દિવસે લક્ષ્મીજીને લાલ ફૂલ અર્પણ કરવામાં આવે તો ઘરમાં ધનલાભ થાય છે. આ ધનલાભ હંમેશા સારા રસ્તેથી થાય છે. માટે શુક્રવારના દિવસે લક્ષ્મીજીને લાલ ફૂલ અવશ્ય અર્પણ કરવા જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્રવારના દિવસે ઘરથી બહાર જતા સમયે એક ચમચી દહીંનું સેવન કરવું જોઈએ. તેનાથી આપણા કોઈ પણ કાર્યમાં આપણને સફળતા મળે છે અને સાથે સાથે આપણો  આખો દિવસ પણ સારો પસાર થાય છે.

જે લોકોને ધનવાન બનવાની ઈચ્છા છે તેમણે શુક્રવારના દિવસે માતા લક્ષ્મીના ચરણોમાં પાંચ પીળી કોડી અર્પણ કરવી જોઈએ. ત્યાર બાદ પૂજા કરીને તેને લાલ રેશમી કપડાંમાં બાંધીને તમારી તિજોરી અથવા કબાટમાં મૂકી દેવી. આ ઉપાય કરવાથી આપણા ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે. જે આપણને ખુબ જ માન અને સમ્માન પણ અપાવે છે.

જો ખુબ જ પરેશાની થતી હોય, અથવા તો બેચેની થતી હોય આ ઉપાય કરવો જોઈએ. પરેશાનીથી બચવા માટે શુક્રવારે કાળી કીડીયોને લોટ અને ખાંડ ખવડાવવી જોઈએ. જેને આપણે કીડીયારું પૂરવું કહીએ છીએ. આ ઉપાય કરવાથી આપણને દરેક પ્રકારની પરેશાની માંથી મુક્તિ મળે છે.

માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શુક્રવારના દિવસે શ્રી સૂક્તનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે. આ પાઠ જો શુક્રવારના દિવસે સાચા દિલથી કરવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ હોય તેની બધી જ ઈચ્છા પૂર્ણ થાય છે. શુક્રવારના દિવસે લક્ષ્મીજીની પૂજા કરતા સમયે જો લાલ અથવા તો સફેદ કપડાં પહેરવામાં આવે તો તે ખુબ જ શુભ મનાય છે, કેમ કે લાલ વસ્ત્ર પૂજા માટે શુભ માનવામાં આવે છે અને સફેદ વસ્ત્ર પણ ખુબ હ શુભ માનવામાં આવે છે. જેને પૂજામાં પહેરવામાં આવે તો તેનો લાભ પણ બેગણો મળે છે. તેનાથી આપણી દરેક પ્રાથના માતા લક્ષ્મી સુધી પહોંચે છે.

સંતાન પ્રાપ્તિમાં જો તકલીફ આવતી હોય તો શુક્રવારના દિવસે લક્ષ્મીજીના ગજલક્ષ્મી સ્વરૂપની ઉપાસના કરવી જોઈએ. તે ઉપાસના કરવી આમ પણ શુભ માનવામાં આવે છે. તેનાથી દેવી માતા આપણા બધા જ સંકટોને દુર કરે છે અને સંતાનની ઈચ્છાને પૂર્ણ કરે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment