હવે મોબાઈલ વેંચતા પહેલા દુકાનદારે કરવું જ પડશે આ કામ, પોલીસે બનાવ્યો નવો નિયમ. જાણો, નહિ તો પછી….

મિત્રો તમે ઘણી વખત સાંભળ્યું હશે કે, જો કોઈ પોતાનો જુનો મોબાઈલ ફોન વેંચે છે અથવા તો કોઈ દુકાનદારને મોબાઈલ વેંચે છે ત્યારે કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ આપવા પડતા ન હતા. જેથી કરીને કોઈ પણ ચોરના હાથે મોબાઈલ આવે અને તે ખુબ જ સહેલાઈથી મોબાઈલ વેંચી શકતો હતો. પરંતુ આવી લાપવાહીને કારણે ચોરીના કેસ ખુબ વધી ગયા હતા. તેથી પોલીસે એક નવો નિયમ બનાવ્યો છે જે મુજબ હવે કોઈ પણ વ્યક્તિને પોતાનો મોબાઈલ વેંચવા માટે દુકાનદારને ડોક્યુમેન્ટ જમા કરાવવા પડશે. ચાલો તો આ નવા નિયમ અંગે વધુ જાણી લઈએ.

જાણવા મળતી માહિતી મુજબ મોબાઈલ સ્નેચિંગ રોકવા માટે પોલીસે એક નવો નિયમ બનાવ્યો છે. આમ આ નવા નિયમ મુજબ જુનો મોબાઈલ ખરીદનાર દુકાનદારે હવે ગ્રાહકોના ડોક્યુમેન્ટ જમા કરાવવા પડશે. જ્યારે સિક્યોરીટી ગાર્ડે પોતાના સ્ટેશનમાં પોતાના હથિયારની જાણકારી આપવી પડશે.

જેમ તમે જાણો છો તેમ આજકાલ મોબાઈલ સ્નેચિંગની ઘટના સામાન્ય વાત થઈ ગઈ છે. ચોર મોબાઈલ ચોરી કર્યા પછી મોબાઈલ ક્યાં વેંચે તેની હજી સુધી પોલીસ તપાસ નથી કરી શકી. આથી સ્નેચિંગ રોકવા માટે પોલીસે નવો નિયમ બનાવ્યો છે. જુના મોબાઈલ ખરીદનાર દુકાનદારે વેંચવાનું આઈડી પ્રૂફ જમા કરાવવું પડશે.સબુત ન હોવાથી આરોપી છૂટી જાય છે : પોલીસ એક મહિનાની અંદર 60 સ્નેચરોને ગિરફતાર કરે છે. પૂછપરછ કરવા છતાં પણ પોલીસ હજી સુધી એ નથી જાણી શકી કે ચોરી થયેલ મોબાઈલ ક્યાં જાય છે. તેની ખરીદી અને વેંચાણ ક્યાં અને કેવી રીતે થાય છે, તેમાં કેટલા ગ્રુપ સામેલ છે, આ જ કારણે ચોર સહેલાઈથી છૂટી જાય છે અને એફરી પાછા સ્નેચિંગ કરવા લાગે છે.

શહેરમાં દર મહીને 100 મોબાઈલની સ્નેચિંગ થાય છે : જાણવા મળતી માહિતી મુજબ શહેરમાં અલગ અલગ એમ 27 પોલીસ સ્ટેશનમાં દર મહિને મોબાઈલ સ્નેચિંગના 100 કેસ દાખલ થાય છે. રસ્તા પરથી લોકોના હાથમાંથી મોબાઈલ છીનવી લીધા પછી ચોર ફરાર થઈ જાય છે. આખા શહેરમાં સીસીટીવી કેમેરા લાગેલા છે તે છતાં પણ સ્નેચિંગની ઘટના ઓછી નથી થતી.મુંબઈ અથવા શહેરની બહાર વેચે છે મોબાઈલ : આ સિવાય તમને જણાવી દઈએ કે, પોલીસે 2 વર્ષમાં જુના મોબાઈલ ખરીદનાર એવા 13 દુકાનદારને ગિરફ્તાર કર્યા છે. પોલીસે જાણકારી અનુસાર જનતા માર્કેટ અને સલાબતપુરામાં ચોરીના મોબાઈલ ખરીદનાર દુકાનદારોને પકડ્યા હતા. આ દરમિયાન એવું જાણવા મળ્યું કે, સ્નેચર સુરતથી મોબાઈલ ચોરી કર્યા પછી મુંબઈ અથવા ફરી શહેરની બહાર લઈ જઈ વેંચે છે.

સિક્યોરીટી ગાર્ડ પર પોલીસની નજર : જાણવા મળતી વિગત અનુસાર પોલીસે નીજી સિક્યોરીટી કંપની ચલાવનારના કર્મચારીઓની પુરતી જાણકારી સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનો આદેશ આપ્યો છે. આ દરમિયાન સિક્યોરીટી ગાર્ડે હથિયારની પણ જાણકારી આપવી પડશે. સિક્યોરીટી ગાર્ડ ક્યાંનો રહેવાસી છે, લાઈસન્સ ક્યાંથી લીધું છે, વગેરેની જાણકારી પણ જમા કરાવવી પડશે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment