મિત્રો આપણે ત્યાં મનોરંજન બે ભાગમાં વહેંચાયેલું છે. જેમાં એક છે ફિલ્મ જગત અને બીજું છે ટીવી સિરિયલ. જેમાં ફિલ્મ જગતમાં માત્ર ફિલ્મોનું જ પ્રોડક્શન થાય છે. જે સિનેમા હોલમાં દર્શકો માટે મુકવામાં આવે છે. અને સિનેમા હોલમાંથી જ્યારે ઉતરી જાય ત્યાર પછી જ ટીવી પર મુકવામાં આવે છે.
તો બીજા મનોરંજનના વિભાગમાં ટીવી સિરિયલ અને રિયાલીટી શો નું પ્રોડક્શન થાય છે. જે રોજે રોજ પ્રસારિત કરવામાં આવે છે. ઘણા અભિનેતાઓની લોકપ્રિયતા એટલી છે કે ફિલ્મના અભિનેતાઓ પણ તેની પાસે ટૂંકા પડે. કેમ કે ટીવી સિરિયલમાં કામ કરતા અભિનેતાઓને ઘરે ઘરમાં ઓળખવામાં આવે છે.
આપણા દેશમાં બનતી સિરિયલોમાં મોટાભાગે મહિલા પાત્ર પર વધુ ફોકસ કરવામાં આવે છે. તેનાથી માહીલાઓમાં વધુ સિરિયલો વધુ લોકપ્રિયતા મળે. પરંતુ આજે અમે જે બાબત વિશે જણાવશું, જેના વિશે લગભગ ખુબ જ ઓછા લોકો જાણતા હશે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેમણે હજુ લગ્ન નથી કર્યા. તો આજે અમે તમને ટીવી સિરીયલની એવી જ ફેમસ એક્ટ્રેસ વિશે જણાવશું. જેણે મોટી ઉંમર હોવા છતાં હજુ લગ્ન નથી કર્યા, અને સારા પાત્રની શોધમાં છે.1 – મેઘના મલિક : ખુબ જ ફેમસ એવી ટીવી સિરિયલની એક્ટ્રેસ મેઘના મલિક, જેમણે ટીવી સિરિયલ “ના આના ઈસ દેશ લાડો” માં દાદીનું પાત્ર ભજવ્યું છે. તેણે વર્ષ 2000 માં એક વાર લગ્ન કર્યા હતા, પરંતુ કોઈ કારણવશ છૂટાછેડા થઈ ગયા હતા. ત્યાર બાદ બીજી વાર લગ્ન નથી કર્યા અને એકલા જીવનનો આનંદ લઈ રહી છે.2 – સાક્ષી તંવર : આ એક્ટ્રેસ લગભગ લોકોની જાણીતી છે. આ એક્ટ્રેસ “બડે અચ્છે લગતે હે” અને “કહાની ઘર ઘર કી” જેવી સિરિયલમાંથી ભારતમાં પ્રખ્યાત થઈ. તેણે ફિલ્મ દંગલમાં આમીર ખાન સાથે પણ કામ કર્યું છે. તમને જણાવી દઈએ કે, સાક્ષી તંવર 47 વર્ષની થઈ હોવા છતાં તેણે લગ્ન નથી કર્યા. પરંતુ વર્ષ 2018 માં તેણે 9 મહિનાની બાળકી દત્તક લીધી હતી. જેનું નામ દિત્ય છે પરંતુ સાક્ષીએ હજુ લગ્ન નથી કર્યા.3 – નેહા મહેતા : આ એક્ટ્રેસ જે સિરિયલમાં કામ કરે છે તેનું નામ છે “તારક મહેતા કા ઉલટા ચશ્માં.” જેમાં તારક મહેતાની પત્ની તરીકે ભૂમિકા ભજવતી હતી નેહા મહેતા. જે હજુ કુંવારી છે. નેહા મહેતા ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. પરંતુ તે 42 વર્ષની હોવા છતાં પણ હજુ સાચા પ્રેમની શોધમાં છે. જેના કારણે તે હજુ કુંવારી છે. તમને જણાવી દઈએ કે હાલ તેઓ તારક મહેતા સિરિયલમાં કામ નથી કરતી. તેની જગ્યાએ કોઈ બીજી એક્ટ્રેસ આવી ગઈ છે.4 – શિલ્પા શિંદે : આ એક્ટ્રેસ તો લગભગ લોકોની ફેવરીટ હોય છે. “ભાભીજી ઘર પર હે” સિરિયલમાં અંગુરી ભાભીનું પાત્ર નિભાવનાર અને બિગબોસમાં જીતેલી શિલ્પા શિંદે 42 વર્ષની છે. પરંતુ તેમ છતાં હજુ તે અપરણિત છે. તે ટીવી સિરિયલમાં કામ કરતી એ સમયે રોહિત રાજ નામના એક અભિનેતાને ડેટ કરી રહી હતી. તે બંને એ સગાઈ પણ કરી હતી અને વર્ષ 2009 માં બંને લગ્ન પણ કરવાના હતા, પરતું અચાનક જ તે બંને વચ્ચેના સંબંધો તૂટી ગયા. ત્યાર બાદ શિલ્પા આજ સુધી એકલી જ રહે છે.5 – જયા ભટ્ટાચાર્ય : આ એક્ટ્રેસ “સાસ ભી કભી બહુ થી” આ સિરિયલમાંથી પ્રખ્યાત થઈ હતી. જયાની ઉંમર 42 વર્ષ છે, પરંતુ તેમ છતાં તે હજુ કુંવારી છે. એક ઈન્ટરવ્યૂમાં તેણે એવો ખુલાસો પણ કર્યો હતો કે, તે પોતાની સિંગલ લાઈફમાં ખુશ છે. પરંતુ જો કોઈ સમજે અને પ્રેમ કરે એવી વ્યક્તિ મળે તો તેઓ ચોક્કસપણે લગ્ન કરશે. પરંતુ જેની શોધ ચાલી રહી છે.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી