વારંવાર થાક લાગતો હોય તો તમને પણ હોઈ શકે છે “બોડી ડિહાઈડ્રેશન”ની સમસ્યા…. જાણો તેના લક્ષણો અને બચવાના ઉપાયો.

💧 પાણીની શરીરમાં થતી ઉણપ 💧

💧 પાણી આપણી પ્રાથમિક જરૂરિયાત છે. પાણી આપણા જીવનમાં ખુબ જ મહત્વ ધરાવે છે. આપણા શરીરમાં 2/૩ ભાગમાં પાણી જ ભરેલું છે. Water💧 પાણી આંખની જડને નરમ બનાવે છે તથા ભીની રાખવામાં મદદ કરે છે. ત્વચાને સ્વસ્થ રાખવામાં તેમજ શરીરના વિષ પદાર્થને બહાર કાઢવામાં અને પાચન કાર્યને સરળ બનાવવામાં મહત્વપૂર્ણ કામ કરે છે.

💧 મિત્રો, પરંતુ આજના ઝડપી યુગમાં કામની ચિંતા અને દોડધામમાં લોકો પુરતું પાણી પીવાનું ભૂલી જાય છે. જેના લીધે આપણું શરીર ડિહાઈડ્રેશનનો ભોગ બને છે. એટલે કે નીર્જલીકરણ તેમાં શરીરમાં પાણીની ઉણપ ઉદ્દભવે છે. અને તે ઉણપ બીમારીઓને જન્મ આપે છે.water💧 જયારે તમારા શરીરમાં પાણીની ઉણપ ઉદ્દભવે ત્યારે શરીરમાં તરલ પદાર્થ પર્યાપ્ત પ્રમાણમાં નથી હોતા. પાણીની ઉણપથી શરીરમાં ખનીજ સંતુલન ખોરવાય શકે છે. જો આ સમયે તેનું નિવારણ લાવવાના પ્રયોગ ન થાય તો તે મગજને નુકશાન પહોંચાડી શકે છે. girl💧 અને ગંભીર રીતે મૃત્યુનું કારણ પણ બની શકે છે. તો મિત્રો દરેક વ્યક્તિએ આવશ્યક માત્રામાં પાણી પીવું જ જોઈએ પાણી પીવામાં કોઈ જાતની આળસ કરવી ન જોઈએ.

💧 ડિહાઈડ્રેશન એટલે શું? પાણી શરીરનું એક આવશ્યક તત્વ છે.શરીરના કાર્યો કરવા માટે તે ખુબ જ જરૂરી છે. શરીરના વજનનો ૭૫% ભાગ પાણીનો બનેલો હોય છે. water💧 વધારે પાણી શરીરની કોશિકાઓમાં રહેલું હોય છે. બાકીનું પાણી રક્ત વાહિનીઓ  અથવા કોશિકાઓના વચ્ચેના સ્થાનમાં ભરેલું હોય છે.

💧 ડિહાઈડ્રેશન એક એવી સ્થિતિ છે. જેમાં શરીરમાંથી નીકળતા પાણીનું પ્રમાણ, શરીરમાં રહેલ પાણીના પ્રમાણથી વધારે થઇ જાય. જયારે આપણું શરીર વધારે ક્રિયાઓ અને કાર્ય કરતુ હોય ત્યારે પાણી ઝડપથી બહાર નીકળે છે. water💧 શરીરની ક્રિયાઓ જેમ કે, શ્વાસ લેતી અને છોડતી  વખતે  શરીરને ઠંડુ રાખવા માટે પરસેવા રૂપે, પેશાબની મદદથી વિષાણું જન્ય પદાર્થ નીકળવાની ક્રિયા માટે પાણી આપના શરીર માટે ખુબ જ જરૂરી છે.water💧 મિત્રો દરેક વ્યક્તિએ નિયમિત રીતે આશરે અઢીથીં સાડા ત્રણ લીટર પાણી દિવસ દરમિયાન પીવું જોઈએ. તેની ગણતરી તમે આ પ્રમાણે કરી શકો છો.

💧 સવારે ઉઠ્યા પછી નાસ્તો કરતા પહેલા ૩ થી ૪ દિવસ વજન માપો. ત્યારબાદ તમારું સાચું વજન ખ્યાલ આવશે. સવારમાં એટલે કરવો કારણ કે હકીકતમાં રોજ આપની પાણી પીવાની માત્રા અનુસાર રોજ વજન ઘટતો અને વધતો રહે છે.water💧 હવે તમારો વજનને 30 વડે ભાંગી લો જો તમારો વજન ૬૦ કિલો છે. તો તમારે ૬૦/30=2 લીટર પાણી પીવું જોઈએ. ઓછામાં ઓછુ ૨ લીટર પાણી તો દરેક વ્યક્તિએ પીવું જ જોઈએ.

💧 શરીરમાં પાણીની ઉણપના ઘણા બધા લક્ષણો તેમજ સંકેતો છે. જેમ કે, વારંવાર તરસ લગાવી તે ડિહાઈડ્રેશનનું શરૂઆતનું મુખ્ય લક્ષણ છે. તેમાં પેશાબનો રંગ ઘાટો પીળો થાય છે. અને સામાન્ય દિવસોમાં આછો પીળો રંગ હોય છે. water💧 આ લક્ષણ ત્યારે ઉદ્દભવે છે જયારે શરીરમાં પાણીની માંગ વધે છે. આ ઉપરાંત તરસ લાગવી, મોઢું સુકાવું, પેશાબનો અલ્પ ત્યાગ, પેશાબનો ઘાટો પીળો રંગ, ત્વચા સુકી થવી, માથાનો દુઃખાવો થવો,માંસપેશીઓ જકડાય જવી વગેરે ડિહાઈડ્રેશનના સામાન્ય લક્ષણ છે.water💧 મિત્રો શરીરની વધારે પડતી ઉણપથી ગંભીર પરિસ્થિતિ સર્જાય છે. તેના લક્ષણો પણ તેટલા જ ગંભીર હોય છે. જેમ કે, પેશાબ ન આવવો, પીશાબ અત્યંત ઘાટો હોવો, ખુબ જ શુષ્ક ત્વચા બનવી, ચકકર આવવા, ધડકન તેજ થવી, શ્વાસ ઝડપથી વારંવાર લેવો, આંખ ઊંડી જતી રહેવી, વધારે પડતી ઊંઘ આવવી, ઉર્જા ન રહેવી, ભ્રમ અથવા ચીડિયાપણાનો અનુભવ થવો. બેભાન થવું વગેરે ગંભીર પરિસ્થિતિના લક્ષણો છે.water💧 નાના બાળકોમાં મોટા વ્યક્તિઓ કરતા આના લક્ષણો અલગ પ્રકારના જોવા મળે છે. જેમ કે મોઢું અને જીભ સુકાવી, રોતી વખતે આંસુ ન આવવા, ૩ કલાક સુધી પેશાબ ન થવો, ગાલ અને શરીરમાં આછા નિશાન થવા, જરૂરિયાત કરતા વધારે ઊંઘવું અને બાળકનું ચીડિયાપણું થઇ જવું જોવા મળે છે.waterડિહાઈડ્રેશનથી થતી સમસ્યાઓ

💧 ડિહાઈડ્રેશનમાં શરીરમાં પાણીની ઉણપથી અનેક નાની મોટી સમસ્યાથી સ્વાસ્થ્ય ખોરવાય છે.
💧 માથાનો દુઃખાવો તેમજ ચક્કર આવે છે.
💧 યાદશક્તિ ઓછી થાય છે તેમજ નિર્ણયશક્તિ પર ખરાબ અસર પડે છે. તેમજ એકાગ્રતા નથી જળવાતી.water💧 શ્વાસ માંથી દુર્ગંધ આવે છે.
💧 કબજીયાત જેવી પેટની સમસ્યા ઉદ્દભવે છે.
💧 વધારે પડતી ભૂખ લાગે છે.
💧 પેશાબ ઓછો આવે છે.water💧 થાક લાગે છે. તેમજ ચુસ્તી અનુભવાય છે.
💧 માંસપેશીઓમાં દુઃખાવો થાય છે.
💧 ત્વચા બેજાન અને સુકી થઇ જાય છે.Water💧 ડિહાઈડ્રેશનના કારણે પ્લાઝમાંનું પ્રમાણ ઓછું થાય છે. જેનાથી રક્ત પરિસંચરણ પ્રભાવિત  થાય છે. અને હૃદયની ગતિ તેમજ ધબકારા વધે છે.

ડિહાઈડ્રેશનનો ઉપચાર

💧 ડિહાઈડ્રેશન અટકાવવા માટે ઓછામાં ઓછું ૧.૫ લીટર કે તેથી વધુ પાણી પીવું જોઈએ. પરંતુ એક જ વારમાં એક સાથે તેટલું પાણી ન પીવું જોઈએ. આ ઉપરાંત અન્ય પદાર્થ અને પાણીથી ભરેલ ખોરાક જેવો કે સલાડ અને ફળનુ સેવન કરવું જોઈએ.water💧 પરંતુ જો તમે  ડિહાઈડ્રેશનનો શિકાર બની ગયા હોય તો તેનો ઈલાજ કરવો ખુબ જ આવશ્યક છે. જો ન કરવામાં  આવે તો શરીરને નુકશાન થાય છે. તેનો ઈલાજ નીચે પ્રમાણે છે.

💧 સામાન્ય ઉમર ધરવતા લોકો માટે  આ ઉપાયો છે.
water💧 તરલ પદાર્થોનું સેવન કરવું જેમ કે પાણી, સૂપ, તાજો રસ, તાજા,નાળીયેરનું પાણી, વગેરે શરીરને રિહાઈડ્રેટ કરે છે. આ ઉપરાંત તાજા ફળ અને સલાડનું સેવન કરવું.
💧 કોફી, ચા અને કાર્બોનેટેડ પાણીથી બચવું કારણ કે તે મુત્રવર્ધક છે. જે શરીરનું પાણી બહાર કાઢી નાખે છે.
💧 ORS નો પ્રયોગ કરવો.

નાના બાળકો માટે નીચે પ્રમાણે ઈલાજ કરવો.

💧 બાળકોને માત્ર પાણી ન આપવું તેમાં ORS ભેળવીને પીવડાવું.
💧 ભાતનું ઓહામણ તેમજ મગ જેવા કઠોળનું પાણી પીવડાવું.
💧 સ્તનપાન કરતા હોય તેવા શિશુઓ માટેના ઉપાય નીચે પ્રમાણે છે.

water💧 શિશુને સ્તનપાન કરવો. તે રિહાઈડ્રેશન માટેનો સારો ઉપાય છે.
💧 થોડી થોડી વારે દૂધ અને પાણી પીવડાવતા રહેવું.
💧 જો તેમને ઉલ્ટી થાય છે તો ફળનું જ્યુસ પીવડાવતા રહેવું.
💧 એક એક કલાકે ORS ઘોળીને પીવાડતા રહેવું.

water

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.
www.facebook.com/gujaratdayro

મિત્રોઆર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ

Image Source: Google

Leave a Comment