આ ઔષધી હૃદય, પાચન, ડાયાબિટીસ, કેન્સર જેવા રોગોને રાખશે દુર, સ્ત્રીઓની અનિયમિત પિરિયડ્સની સમસ્યામાં 100% કારગર…

મહિલાઓને ઘણી વખત માસિક ચક્રમાં ગડબડ થાય છે. જેના કારણે માસિક વહેલું અથવા તો મોડું આવે છે. જેની અસર શરીરમાં અન્ય રોગમાં પણ થઈ શકે છે. આ સમયે જો તમે કોઈ દવાનું સેવન કરો છો તો તેની કદાચ આડઅસર પણ થઈ શકે છે. તેના કરતા તમે ઘરમાં રહેલ કેટલાક દેશી ઉપચાર કરીને તેનો ઈલાજ કરી શકો છો. માસિકની અનિયમિતતામાં સુવાદાણાના પાંદડા ખુબ જ ઉપયોગી માનવામાં આવે છે. ચાલો તો તેના વિશે વધુ જાણી લઈએ.

સુવાદાણાના પાંદડાનો ઉપયોગ સામાન્ય રીતે પકવાન બનાવવામાં કરવામાં આવે છે. તેમાં રહેલ કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયરન અને ફ્લેવેનોઇડ્સ જેવા પોષકતત્વો સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે. સૂપ, સલાડ, અથાણાં અને અન્ય વ્યંજનોમાં આ પાંડદાવાળી સબ્જી નેચરલ હર્બ અને મસાલાનો ઉપયોગ સામાન્ય રૂપથી કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે, તેમાં લો કેલોરી હોય છે, જે વેઈટ લોસની પ્રક્રિયામાં પણ મદદગાર સાબિત થઈ શકે છે. તેને ડાયેટમાં સમાવિષ્ટ કરવાના ઘણા બધા હેલ્થ બેનિફિટ્સ છે, આવો જાણીએ….

સંક્રમણ : સુવાદાણાના પાંદડામાં રહેલ યૌગિક જે એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ ઇમ્ફ્લેમેટરી એક્ટિવિટીને એક્સર્ટ કરવા માટે ઓળખાય છે. દાદી-નાનીના સમયમાં સામાન્ય રીતે તેનો ઉપયોગ સંક્રમણને અટકાવવા માટે ઘા પર સુવાદાણાના બીજનો ઉપયોગ કરવામાં આવતો હતો. તે પાંદડામાં રહેલ ટ્રેપ્સ અને ફ્લેવોનોઈડ માઈક્રોબિયલ વિકાસને અટકાવે છે અને શરીરને ફ્રી રેડિકલ્સથી બચાવે છે.

પાચન : સુવાદાણાના પાંદડાનું સેવન કરવાથી પાચન સારું થાય છે. તે માત્ર તમારૂ ભોજનનું પચાવવાની શક્તિને જ નથી સુધારતું, પરંતુ સાથે સાથે પેટથી જોડાયેલી સમસ્યાઓ પણ ઘટાડે છે. કબજિયાત અથવા પેટમાં બળતરાની સમસ્યા સામાન્ય રીતે થતી હોય તો સુવાદાણાના પાંદડાનું સેવન કરો, તેનાથી તમને ઘણો ફાયદો મળે છે.

બ્લડ-શુગર લેવલ : સુવા દાણાના પાંદડામાં જરૂરી તેલ રહેલું હોય છે, જેને યુજેનોલના રૂપથી ઓળખવામાં આવે છે. અલગ-અલગ બીમારીઓના ઈલાજના રૂપમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. રિસર્ચમાં જાણવા મળ્યું કે, આ જડીબુટ્ટી ડાયાબિટીસથી પીડિત દર્દીઓમાં બ્લડ શુગરના સ્તર અને ઇન્સુલિન પ્રતિરોધને ઘટાડે છે. આમ સુવાદાણા ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપયોગી બની રહે છે.

અનિંદ્રાની સમસ્યા : જો રાત્રે તમને મોડેથી નિંદર આવતી હોય અથવા અનિંદ્રાની સમસ્યાથી જજૂમી રહ્યા હોય, તો સુવાદાણાના પાંદડાનું સેવન કરી શકો છો. સુવાદાણા સારી ઊંઘ માટે એન્જાઈમોના સ્ત્રાવને એક્ટિવ કરીને મસ્તિષ્ક અને શરીર પર એક શાંત પ્રભાવ આપે છે. તેનાથી સરખી ઊંઘ લઈ શકાય છે અને અનિંદ્રાની સમસ્યા દૂર થાય છે.

હોર્મોન્સ બેલેન્સ : ફ્લેવોનોઈડ અને અન્ય આવશ્યક પોષક તત્વોથી ભરપૂર હોવાને કારણે સુવાદાણાના પાંદડા હોર્મોન્સ બેલેન્સ કરવા માટે પણ ઉપયોગી ગણવામાં આવે છે. જે મહિલાઓ અનિયમિત પિરિયડ્સથી પરેશાન હોય તો તેઓ ને સુવાદાણાના પાંદડાનું સેવન કરવું જોઈએ. હોર્મોન્સ બેલેન્સ રાખવા સિવાય તે પિરિયડ્સ સાઈકલ રેગ્યુલર અને સરખી કરવામાં પણ મદદ કરે છે.

હૃદય : સુવાદાણાના પાંદડા કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવાની ક્ષમતા રાખે છે. તે નેચરલ હર્બ ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડીને સારા કોલેસ્ટ્રોલને વધારવાનું કામ કરે છે. તે સિવાય તેમાં એન્ટિ કેન્સર પ્રોપર્ટીઝ હોય છે, જે કેન્સર જેવી ખતરનાક બીમારીઓના ભયને ઓછો કરે છે. આમ સુવાદાણા હૃદયના સ્વાસ્થ્યને સારું કરવામાં ખુબ જ ઉપયોગી બની રહે છે અને બીમારીઓને પણ દૂર રાખે છે.

કેવી રીતે કરવો સુવાદાણાના પાંદડાનો ઉપયોગ : પકવાનોને ગાર્નિશ કરવા માટે સુવાદાણાના પાંદડાનો ઉપયોગ કરવામાં આવે છે. તે સિવાય સૂપ કે પછી સલાડ, બ્રેડ, સોસ જેવી વસ્તુઓમાં પણ સુવાદાણાના પાંદડાને ઉપરથી એડ કરી શકાય છે. ઘણા લોકો સુવાદાણાની સબ્જી ખાવાનું પસંદ કરતાં હોય છે. તેમજ જો તમે તેનું સૂપ બનાવવા ઇચ્છતા હોય તો તે માટે તેને ધોઈને જ્યુસ બનાવી લો અને તેમાં લીંબુનો રસ અને એક ચપટી સંચળ મિક્સ કરીને સવાર સાંજ પિય શકો છો.

સુવાદાણાના પાંદડાને કેવી રીતે સ્ટોર કરવા જોઈએ : એવું જરૂરી નથી કે, તમને સુવાદાણાના પાંદડા દરેક ઋતુમાં ઉપલબ્ધ થઈ શકે. તેવામાં જો તમે ચાહો તો તેને સ્ટોર પણ કરી શકો છો . જેથી કરીને જ્યારે તે ઉપલબ્ધ ન હોય ત્યારે તે સ્ટોર કરેલા સુવાદાણાના પાંદડાને ઉપયોગમાં લઈ શકાય. તેને સ્ટોર કરવા માટે સૌ પ્રથમ તાજું પાણી તેના પર છાંટી લેવું અને પછી તેને કોટનના કપડાં કે પછી પેપરમાં તેને લપેટીને ઝિપ ટોપ વાળા પ્લાસ્ટિક બેગમાં બંધ કરી લો. હવે તેને ફ્રીજમાં રાખી દો. ધ્યાન રહે કે તમે તેને એક અઠવાડીયા સુધી જ ઉપયોગમાં લઈ શકો છો. જો કે લાંબા સમય સુધી ઉપયોગ કરવા માટે તેના બીજનો ઉપયોગ કરી શકાય છે. સૂકા સુવાદાણાના બીજ 6 મહિના સુધી સરળતાથી ચાલી શકે છે. આ પ્રકારે તેને સ્ટોર કરીને જરૂર હોય ત્યારે તે ઉપયોગમાં લઈ શકાય છે.

આમ, આપણે જોઈ શકીએ છીએ કે સુવાદાણા આપણા સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે. તેના પાંદડાના સેવનથી આપણને અનેક ફાયદાઓ થાય છે. અને તે ફાયદાઓનો લાભ લઈને આપણે આપણા સ્વાસ્થ્યને સારું કરી શકીએ છીએ. તેનાથી પાચન સારું થઈ શકે છે, સંક્રમણથી બચી શકાય છે, બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરી શકાય છે, હૃદયના સ્વાસ્થ્ય માટે ઉપયોગી વગેરે જેવા અગણિત ફાયદાઓ આપણે સુવાદાણાના ઉપયોગથી મેળવી શકીએ છીએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment