પાર્ટનરના નસકોરાથી પરેશાન હો તો અજમાવો આ દેશી નુસ્ખા, નસકોરા થઈ જશે સંદતર બંધ અને આવશે ઘસઘસાટ નિંદર…

મિત્રો ઘણા લોકોને એવી ખરાબ આદત હોય છે કે, સુતા પછી તેને ખુબ જ મોટે મોટેથી નસકોરા બોલતા હોય છે. જેના કારણે તેની સાથે સુતા તેના પાર્ટનરને પણ સરખી નિંદર નથી થતી. આમ એક પાર્ટનરના નસકોરા બીજા પાર્ટનર માટે અનિંદ્રાનું કારણ બની શકે છે. પરંતુ તમે કેટલાક દેશી નુસ્ખાઓ અપનાવીને આ નસકોરાને દુર કરી શકો છો. જો કે કેટલીક વખત અતિશય નસકોરા બોલવા એ કોઈ બીમારીનો પણ સંકેત હોય શકે છે. પરંતુ તમે કેટલાક ઘરેલું ઉપચાર અપનાવીને આ સમસ્યા દુર કરી શકો છો.

હેલ્થ એક્સપર્ટના મત મુજબ, રાત્રે ઊંઘતી વખતે જોરદાર નસકોરા બોલવાનું કારણ શ્વસનતંત્રમાં અટકાવ હોય શકે છે. તેના કારણે શરીરની અંદરના ભાગના કંપનથી આ અવાજ ઉત્પન્ન થાય છે. નસકોરાના અવાજને કારણે સાથે સુવાવાળા લોકોની ઊંઘમાં ખલેલ પડે છે. તેવામાં જો તમે તમારા પાર્ટનરના નસકોરાથી પરેશાન હો તો તેનાથી બચવા માટે કેટલાક દેશી ઉપાયો અજમાવી શકો છો. ચાલો જાણીએ તેના વિશે…

1 ) હળદર વાળું દૂધ : જો કે હળદર એ અનેક રોગો માટેની રામબાણ ઔષધી માનવામાં આવે છે. તેમજ હળદર અને દૂધનું મિશ્રણ તમારા શરીર માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. હળદર પોષકતત્વો, એન્ટી બેક્ટેરિયલ તેમ જ ઔષધિય ગુણોથી ભરપૂર હોય છે. તેના સેવનથી ઘણી બીમારીઓ દૂર થવાની સાથે નસકોરા બોલવાની સમસ્યા પણ દૂર થાય છે. તે માટે તમે સૂતા પહેલા હળદર વાળું દૂધ પિય શકો છો. તેનાથી નસકોરા બંધ થવાની સાથે સાથે બોડી પેઈનથી પણ રાહત મળે છે.

2 ) લસણ : લસણ એ પણ અસરકારક ઔષધિના રૂપમાં લેવામાં આવે છે. તેનાથી તમને લોહીને લગતી બીમારી દુર કરી શકો છો. હેલ્થ એક્સપર્ટના મત મુજબ, સાઈનસના કારણે નસકોરા બોલવાની પરેશાની થઈ શકે છે. તેનાથી બચવા માટે લસણનું સેવન કરવું બેસ્ટ ઓપ્શન છે. તે માટે સૂતા પહેલા 1 થી 2 કળી લસણની ખાવી. તમે તેને ઘીમાં શેકીને કે તળીને પાણી સાથે પણ ખાઈ શકો છો.

3 ) ઓલિવ ઓઈલ : નસકોરા બંધ કરવા માટે તમે જેતુનનું તેલ પણ ઉપયોગમાં લઈ શકો છો. નસકોરાં બોલવાની સમસ્યામાં ઓલિવ ઓઈલનો ઉપયોગ કરી શકાય છે. તે માટે સૂતા પહેલા ઓલિવ ઓઈલના 2 થી 3 ટીપાં નાકમાં નાખો. ઓલિવ ઓઈલમાં રહેલા ઔષધિય તેમ જ એન્ટિ બેક્ટેરિયલ ગુણ સોજાની સમસ્યા ઘટાડવામાં તેમજ સરખી રીતે શ્વાસ લેવામાં મદદ કરે છે. તેવામાં નસકોરા બોલવાની તકલીફથી પણ રાહત મેળવી શકાય છે. આથી ઓલીવ ઓઈલ નસકોરા બંધ કરવા માટે અસરકારક રીતે કામ કરે છે.

4 ) તજ અને મધનું સેવન : તજ અને મધનું સેવન પણ નસકોરાને બંધ કરી શકે છે. આ માટે તમે 1 ગ્લાસ નવશેકા પાણીમાં તજનો પાવડર અને મધ મિક્સ કરીને સૂતા પહેલા પીવું જોઈએ. એકધારા અમુક દિવસો સુધી આ નુસ્ખાનો ઉપયોગ કરીને તમને નસકોરાની સમસ્યાથી છૂટકારો મળી શકે છે.

5 ) ફૂદીનો : ફુદીનો એ અનેક રોગોના ઈલાજ રૂપે કામ કરે છે. તેમાં રહેલ ગુણો તમારા સ્વાસ્થ્ય માટે ખુબ લાભકારી માનવામાં આવે છે. ફૂદીનો પોષકતત્વો, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી વાઈરલ તેમ જ ઔષધિય ગુણોથી ભરપૂર હોય છે. તેવામાં તમે નસકોરાની સમસ્યાથી લડવા માટે તેનો ઉપયોગ કરી શકો છો. તે માટે સૂતા પહેલા નાકમાં 2 થી 3 ટીપાં મિંટ ઓઈલ નાખવું. તે સિવાય પાણીમાં ફુદીનાના પાંદડા ઉકાળીને તેનું સેવન કરવું.

આમ ઉપર જણાવેલા દેશી નુસ્ખાનો ઉપયોગ કરીને નસકોરાની સમસ્યાથી રાહત મેળવી શકાય છે અને આરામથી સારી ઊંઘ લઈ શકાય છે. તો જો તમે પણ તમારા પાર્ટનરના નસકોરાથી પરેશાન હોય તો આ નુસ્ખા જરૂરથી અજમાવી જુઓ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment