ફક્ત 1 રૂપિયામાં મળતું આ ફળ રાતે પાણીમાં પલાળી સવારે ખાલી પેટ પિય લ્યો, બવાસીર અને અલ્સરની સમસ્યાથી મફતમાં જ મળી જશે છુટકારો…

ભારતીય ઔષધીય વિજ્ઞાન ખુબ જ વિશાળ છે. તેમાં દરેક રોગો માટેની દવા વિશે કહેવામાં આવ્યું છે. તેમજ આ ઔષધિઓનું સેવન કરવાથી જે તે રોગ તેના જડમૂળમાંથી નીકળી જાય છે. આથી જ જો તમે કોઈ પણ રોગને તેના જડમૂળ માંથી કાઢવા માંગતા હો તો આયુર્વેદિક દવા ખુબ જ ઉપયોગી છે.

નિરંજન ફળ વિભિન્ન આયુર્વેદિક ઔષધીઓ માંથી એક છે. તે આખી કાચી જડીબુટ્ટી છે. જે પ્રાકૃતિક અવસ્થામાં છે. તેનો ઉપયોગ કરતાં પહેલા તેને ધોઈને સરખી રીતે સૂકવી લેવું વધારે સારું રહે છે. જો તમે તેને ધોઈ લીધું હોય તો એક વધારે વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે, ધોયા પછી તેને એકદમ સારી રીતે સૂકવી લેવું. જો તેને સરખી રીતે ન સૂકવી અને તેમાં ભેજ રહી જાય તો તે ખરાબ થઈ શકે છે.

જો તમે તેને બજારમાંથી ખરીદી હોય તો તે સામાન્ય રીતે સાફ જ હોય છે. દુકાનેથી લીધેલા નિરંજન ફળની સીમા તો એક વર્ષ સુધીની હોય છે પરંતુ અમારી સલાહ છે કે તમે તેને ખરીદ્યાના દિવસથી 6 મહિના સુધી જ તેનો ઉપયોગ કરો. જ્યારે તમે નિરંજન ફળને ખરીદીને ઘરે લાવો ત્યારે તેને એક કાચના કે સ્ટીલના એયર ટાઈટ જારમાં રાખવું જેથી તે જલ્દી ખરાબ ન થાય. આ આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ આપણે ડેકોટેશન પર્પઝ અથવા પાવડરના રૂપમાં પણ કરી શકીએ છીએ. આવો આપણે આ લેખના માધ્યમથી નિરંજન ફળના ફાયદાઓ પર એક નજર નાખીએ.

બવાસીરના ઉપચારમાં : જો તમને બવાસીરની તકલીફ રહેતી હોય તો તમે તેના ઈલાજ માટે નિરંજન ફળનો ઉપયોગ કરી શકો છો. ઘણા લોકો સામાન્ય રીતે બવાસીરની સમસ્યાથી પરેશાન રહેતા હોય છે. પાઇલ્સથી પીડીત લોકોએ રાત્રે સૂતા સમયે નિરંજન ફળ અડધા ગ્લાસ પાણીમાં પલાળીને રાખવું જોઈએ. સવારે ખાલી પેટ તેને તે જ પાણીમાં વાટીને પિય લેવું. આમ કરવાથી પાઇલ્સમાં ખુબ જલ્દી આરામ મળવાની સંભાવના વધે છે. તેની એક ખાસ વાત એ છે કે, તે ખુબ જ સસ્તું મળે છે એક રુપિયાનું એક ફળ સરળતાથી મળી શકે છે.

ગર્ભાશયથી થતી બ્લીડિંગ : જ્યારે ગર્ભાશયમાંથી ખુબ વધારે રક્ત સ્ત્રાવ થઈ રહ્યો હોય તો એક નિરંજન ફળને રાત્રે એક કપ પાણીમાં પલાળો. સવારે ખાલી પેટ તેને પાણીમાં મિક્સ કરીને પિય લો. જો ફાઇબ્રોઈડ ઘાતક ન હોય તો આ ઉપચાર દુખાવા અને રક્ત સ્ત્રાવ અટકાવવામાં મદદ કરી શકે છે.

અલ્સરને ઘટાડવામાં : જો તમને અલ્સરની તકલીફ રહેતી હોય તો તમે નિરંજન ફળનું સેવન કરી શકો છો. નિરંજન ફળને ઘણા પ્રકારની બીમારીઓથી અસરગ્રસ્ત લોકો માટે જરૂરી જણાવવામાં આવ્યું છે. અલ્સરથી પીડિત લોકો પણ તેના સેવનથી પોતાની મુશ્કેલીને ઘણી હદ સુધી મટાડી શકે છે. તેના સેવનથી તે અથવા તો ધીમું થઈ જાય છે અથવા તો મટી જાય છે. માટે તમે અલ્સરમાં પણ નિરંજન ફળ ખાઈ શકો છો.

આટલી વાતોનું જરૂરથી રાખવું ધ્યાન : ધ્યાન રહે કે, આ આયુર્વેદિક ઔષધિને કોઈ પણ ગર્ભવતી સ્ત્રી અથવા બાળક માટે કોઈ પણ સ્વાસ્થ્ય વિશેષજ્ઞની સલાહ વગર ઉપયોગમાં ન લેવું જોઈએ. પરંતુ વધારે સારું તો એ રહેશે કે તેનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ શરૂ કરતાં પહેલા તમારે તમારા ચિકિત્સક પાસેથી આ વિષયમાં સરખી સલાહ જરૂરથી લેવી જોઈએ.

આમ જો તમે ઉપર આપેલ કોઈ બીમારીથી ગ્રસિત છો તો તમે નિરંજન ફળનું સેવન કરી શકો છો. પરંતુ કોઈ પણ દવાનું સેવન કરતા પહેલા કોઈ એક્સપર્ટની સલાહ જરૂરથી લેવી જોઈએ. જો તમે તમારા વ્યાવહારિક જીવનમાં તેનો ઉપયોગ ઈચ્છતા હોય તો તમારે કોઈ પણ પ્રકારનો ઉપયોગ કરતાં પહેલા એક વખત ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment