માત્ર 2 કલાકમાં ગમે તેવી ડાયાબિટીસ આવી જશે કંટ્રોલમાં, કરો આ શાક અને અથવા લીલા જ્યુસનું સેવન…. વજન કંટ્રોલમાં પણ છે 100% કારગર…

આજના સમયમાં લગભગ મોટાભાગના લોકો ડાયાબિટીસના રોગથી પીડિત હોય છે. અને હવે તો નાના બાળકો પણ આ રોગની ઝપેટમાં જલ્દી આવી જાય છે. આથી ડાયાબિટીસનો જલ્દી ઈલાજ કરવો જરૂરી છે. નહિ તો આ બીમારી તમારા મોતનું કારણ પણ બની શકે છે. જો કે તમે જે તે દવાનું સેવન કરીને ડાયાબિટીસને કંટ્રોલમાં રાખી શકો છો. પરંતુ એ દવાઓ અમુક અંશે શરીર માટે ખુબ જ નુકશાનકારક છે. તો કેટલાક દેશી નુસ્ખાઓ દ્વારા પણ તમે ડાયાબિટીસ કાબુમાં રાખી શકો છો. જેના વિશે આજે આ લેખમાં અમે તમને જણાવશું માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

ટાઈપ-2 ડાયાબિટીસ એક ગંભીર સમસ્યા છે જેનો કોઈ સ્થાયી ઈલાજ નથી. આ બીમારીમાં શરીર દ્વારા ઇન્સુલિનનું ઉત્પાદન ઓછું થાય છે અથવા તો થતું જ નથી. ઇન્સુલિન એક હાર્મોન છે, જે ગ્લુકોઝને લોહી દ્વારા શરીરની કેશિકાઓમાં મોકલવાનું કામ કરે છે. એટલે કે તે શરીરમાં બ્લડ શુગરને કંટ્રોલ કરે છે. શરીરમાં બ્લડ શુગર લેવલ વધવાથી ઘણી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. શરીરમાં ઇન્સુલિનનું કામ લોહીમાં શુગરનું લેવલ જાળવી રાખવાનું છે.

જો તમે ટાઈપ-2 ડાયાબિટીસના દર્દી છો, તો તમારે બ્લડ શુગર કંટ્રોલ કરવાની રીત શોધવી જોઈએ. ડાયાબિટીસના દર્દીઓએ બ્લડ શુગર કંટ્રોલમાં રાખવા માટે હેલ્થી ડાયટ અને એકસરસાઈઝ અથવા યોગાસન કરવાની સલાહ આપવામાં આવે છે. એક્સપર્ટ્સ માને છે કે દવાઓ સિવાય ખાણી-પીણીની અમુક વસ્તુઓના સેવનથી બ્લડ શુગર કંટ્રોલમાં રાખવામાં મદદ મળી શકે છે. તમે દવા સિવાય અમુક વસ્તુઓનું સેવન કરીને પણ ડાયાબિટીસ કંટ્રોલ રાખી શકો છો.

NCBI પર પ્રકાશિત એક અધ્યયન મુજબ, શુગરના દર્દીઓએ ઘાટા લીલા રંગના શાકભાજીઓનું સેવન કરવું જોઈએ. તમે સબ્જીઓનું જ્યુસ પણ પિય શકો છો. લીલા રંગના કારેલાનું જ્યુસ પીવાના 2 કલાક પછી બ્લડ શુગર લેવલને ઘટાડવામાં મદદ મળી શકે છે. એવું માનવામાં આવે છે કે, શુગરના દર્દીઓનું જમતી વખતે બ્લડ શુગર વધી જાય છે માટે તેને કંટ્રોલ કરવું જરૂરી છે. તમે ખાણીપીણીમાં કંટ્રોલ કરીને બ્લડ શુગર ઘટાડી શકો છો.

દરરોજ સવારે પીવું કારેલાનું જ્યુસ : કારેલા એ ડાયાબિટીસના ઈલાજ માટે એક અસરકારક સબ્જી સાબિત થઈ શકે છે. તેમાં રહેલા પોષક તત્વો ડાયાબિટીસને ઘટાડી શકે છે. ટાઈપ 2 ડાયાબિટીસમાં કારેલાના જ્યુસની અસર જોવા માટે એક અધ્યયન કરવામાં આવ્યું. શોધકર્તાઓએ જાણ્યું કે, દરરોજ સવારે તાજા કારેલાનું જ્યુસ પીવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રાખવામા મદદ મળી શકે છે.

2 કલાકમાં જ દેખાય છે અસર :  શોધકર્તાઓના મત મુજબ, જમ્યા પછી કે ઉપવાસ પછી કારેલાનું જ્યુસ પીવાથી બ્લડ શુગર ઘટી શકે છે. ઉપવાસ દરમિયાન બ્લડ શુગર આઠ કલાક જ્યારે જમ્યા પછી 2 કલાકમાં બ્લડ શુગર માપવામાં આવે છે. આ બંને બાબતમાં કારેલાનું જ્યુસ અસરકારક છે.

કારેલાનું શાક : તમે કારેલાને અન્ય રીતે પણ સેવન કરી શકો છો. કારેલામાં એક યૌગિક હોય છે જે ઇન્સુલિન સમાન કાર્ય કરે છે. વાસ્તવમાં કારેલાં ટાઈપ-1 અને ટાઈપ-2 બંને પ્રકારના ડાયાબિટીસમાં બ્લડ શુગર લેવલને ઘટાડે છે. એક ગ્લાસ કારેલાનો રસ એટલો અસરકારક હોય છે કે, શુગરના દર્દીઓને પોતાની દવાઓ ઓછી કરવી પડે છે.

વજન ઘટાડવામાં પણ સહાયક : શોધકર્તાઓએ કહ્યું કે, કારેલાનું જ્યુસ માત્ર બ્લડ શુગર કંટ્રોલ કરવા જ નહીં પરંતુ મહિલાઓ અને પુરુષોમાં વજન ઘટાડવા માટે પણ સહાયક છે. તેના સેવનથી સ્થૂળતા ઓછી કરવામાં મદદ મળી શકે છે.  આથી વજન ઓછું કરવા માંગતા લોકો પણ કારેલાનું સેવન કરી શકે છે.

આમ, જો તમે પણ ડાયાબિટીસના દર્દી હોય તો તમારે પણ કારેલાના જ્યુસનું અથવા તેના શાકનું સેવન જરૂરથી કરવું જોઈએ. જેથી તમારા બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખી શકાય અને સાથે સાથે તે વજન ઘટાડવામાં પણ તમને ઉપયોગી થઈ શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment