હવે આ બે વસ્તુઓ વગર રોડ પર વાહન ચલાવશો તો પડી જશે મોંઘુ, નાના મોટા દરેક વાહનો માટે અમલમાં મૂક્યો આ નવો નિયમ…જાણો કંઈ છે એ વસ્તુ…

મિત્રો તમે રોડ પર જે વાહન ચલાવો છો તેના માટે થોડા ટ્રાફિક નિયમો હોય છે. જેનું પાલન કરવું બધા માટે જરૂરી છે. જો કે આ ટ્રાફિક નિયમોમાં સમયે સમયે નવા નવા ફેરફાર થતા હોય છે. આથી સમય અનુસાર જે તે નિયમને અનુસરવું જરૂરી છે. આથી જો સરકારના નવા નિયમ મુજબ જો તમે ગાડી ચલાવતા હશો તો તમારે તમારું ફિટનેસ સર્ટીફીકેટ તેમજ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. આથી જ જો તમારી પાસે આ બંને માંથી કોઈ વસ્તુ નથી તો આજે જ કરાવી લેવું. નહિ તો દંડ ભોગવવો પડશે.

જો તમારી પાસે પણ કોઈ પ્રકારનું વાહન હોય તો, આ ખબર તમારા માટે ખૂબ ઉપયોગી છે. વાસ્તવમાં ગાડીઓથી જોડાયેલ એક નવો નિયમ અમલમાં આવ્યો છે.

આજના સમયમાં દરેક લોકો પાસે ટુવ્હીલર અથવા તો ફોર વ્હીલર હોવાનું જ. આથી તમારે આ વહન રોડ પર ચલાવતા પહેલા સરકારી નિયમોને જાણી લેવા પણ જરૂરી છે. કારણ કે ગાડીઓથી જોડાયેલ એક નવો નિયમ અમલમાં આવ્યો છે. ગાડીના આગળના કાચ પર હવે જલ્દીથી ફિટનેસ સર્ટિફિકેટ અને રજીસ્ટ્રેશન માર્ક લગાડવું આવશ્યક બની જશે.

મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે એ 28 ફેબ્રુઆરી 2022 ના રોજ એક ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કર્યું. જેમાં નવા નિયમોને લઈને જાણકારી આપવામાં આવી છે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, વાહનો પર ફિટનેસ સર્ટિફિકેટ અને મોટર વાહનના રજીસ્ટ્રેશન માર્કની વેલીડિટીને નિયમોમાં જણાવેલ રીતથી દર્શાવવા પડશે.

જાણો શું છે આ નવા નિયમ : નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, હેવી ગુડ્સ/પેસેંજર વ્હીકલ/મીડિયમ ગુડ્સ અને લાઈટ મોટર વ્હીકલની બાબતમાં તેને વિન્ડ સ્ક્રીનની ડાબી અને ઉપરની બાજુએ પ્રદર્શિત કરવામાં આવશે. તેમ જ ઓટો રિક્ષા, ઇ-રિક્ષા, ઇ-કાર્ટ અને ક્વાડ્રીસાઈકલની બાબતમાં તેને વિન્ડ સ્ક્રીનની ડાબી બાજુના ઉપરી કિનારા પર દર્શાવવામાં આવશે. જો ત્યાં આવતું હોય તો.

બે પૈડાં વાળા વાહનોમાં આ પ્રકારે લગાડવાનું રહેશે : તેમજ મોટરસાઈકલની બાબતમાં તેને ગાડીના નિર્ધારિત ભાગ પર લગાડવામાં આવશે. તેને ‘ટાઈપ એરિયલ બોલ્ડ ફૉન્ટ’ માં વાદળી કલરના બેકગ્રાઉન્ડ પર પીળા કલરથી લગાડવામાં આવશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment