ટૂંકી હાઈટ ધરાવતી છોકરી સાથે કરો લગ્ન…. અને જાણો તેના શું છે અદ્દભુત ફાયદા.. તમે પણ કહેશો વાત સાચી છે.

ટૂંકી હાઈટ ધરાવતી છોકરી સાથે કરો લગ્ન…. અને જાણો તેના શું છે અદ્દભુત ફાયદા..

લગ્ન દરેક વ્યક્તિના જીવનનો સૌથી મહત્વપૂર્ણ પડાવ છે. લગ્ન વગર કદાચ કોઈ સ્ત્રી કે પુરુષના સુખી જીવનનો સફર શરૂ નથી થઇ શકતો. લગ્ન બાદ પતિ-પત્ની બંને એકબીજાના પૂરક બની જતા હોય છે. બંનેની જિંદગી એક બીજા સાથે જોડાય જાય છે અને બંનેનું જીવન એક બીજાથી પ્રભાવિત થતું હોય છે. માટે જ તો લગ્ન માટે કોઈ પાત્ર શોધતા પહેલા ઘણી બધી વસ્તુઓની જાણ કરવામાં આવે છે. જેમ કે સામેવાળી વ્યક્તિનું રૂપ, રંગ અને આદતો વગેરે જોવામાં આવતી હોય છે.

એક અવલોકન દ્વારા એક વાત સામે આવી છે કે છોકરાઓને નીચા કદની છોકરીઓ વધારે પસંદ આવતી હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે નીચા કદની છોકરી સાથે લગ્ન કરવાથી ઘણા બધા ફાયદાઓ પણ થાય છે. તો આજે અમે તમને આ લેખમાં જણાવશું કે નીચા કદની છોકરી સાથે લગ્ન કરવાથી ક્યાં ક્યાં ફાયદાઓ થાય છે. જેને જાણ્યા બાદ તમે કદાચ ક્યારેય કોઈ છોકરીને તેના નીચા કદને કારણે રીજેક્ટ નહિ કરો.

એ વાત તો સામાન્ય છે કે નીચું કદ ધરાવતી છોકરીઓ ખુબ ક્યુટ લાગતી હોય છે. તેની સાથે સાથે તે ખુબ જ માસુમ પણ લાગતી હોય છે. આ ઉપરાંત નીચું કદ ધરાવતી છોકરીઓ ખુબ જ લાગણીશીલ પણ હોય છે અને ઓછી ખર્ચાળ હોય છે, તે હંમેશા તેના પતિના પ્રેમથી સંતુષ્ટ રહે છે.

નાનું કદ ધરાવતી છોકરીઓ દેખાવથી ખુબ પ્યારી લાગે છે પણ તેની સાથે સાથે તે ખુબ જ કેરીંગ પણ હોય છે. એટલે કે લોકોનું ખુબ ધ્યાન રાખતી હોય છે. આવી છોકરીઓને પોતાના કરતા વધારે પોતાના સાથીની ચિંતા હોય છે. નીચું કદ ધરાવતી છોકરીઓ ક્યારેય પોતાના પ્રેમી, પતિ કે અન્ય વ્યક્તિને ઉદાસ નથી જોઈ શકતી અને એ વાત તો એકદમ સાચી જ છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ તમારું સૌથી વધારે ધ્યાન રાખે તો તમે જીવનમાં તેનાથી સુખી જ રહેશો.

નાનું કદ ધરાવતી છોકરી પોતાના જીવન સાથીના દિલની વાતો ઝડપથી અને સરળતાથી સમજી જાય છે. છોકરીનું કદ નાનું હોય અને તે જ્યારે પોતાના જીવનસાથીને ગળે લગાવે ત્યારે તેના કાન તેના સાથીના હૃદયની નજીક આવતા હોય છે. તેથી તે પોતાના સાથીના હૃદયની વાત સરળતાથી સમજી જતી હોય છે અને તેના આ ગુણના કારણે જ તેમના જીવન સાથી નીચું કદ ધરાવતી છોકરીના દીવાના બની જતા હોય છે અને હંમેશા એવું ઈચ્છતા હોય છે કે તે હંમેશા તેને ગળે લાગાવીને જ રાખે.

આ ઉપરાંત નીચું કદ ધરાવતી છોકરીઓ જ્યારે પણ પોતાના સાથીને મુશ્કેલી ભર્યા સમયમાં જુવે છે, તો તરત જ તે મદદ કરવા માટે પહોંચી જાય છે. જેથી તેના સાથીને પણ તેમની આ વાત પર ખુબ જ પ્રેમ આવી જાય છે. તો બીજી બાજુ નીચું કદ ધરાવતી છોકરીનો સાથી તેની મદદ કરે તો તે પોતાના સાથી પર સરળતાથી ફિદા થઇ જતી હોય છે.

નીચું કદ ધરાવતી છોકરીઓ સાથે લગ્ન કરવાનો સૌથી મોટો ફાયદો એ થાય છે કે તે તેમના નીચા કદને કારણે હંમેશા પોતાની ઉંમર કરતા નાની લાગે છે. જ્યારે ઉંચી છોકરીઓ પોતાની ઉંમર કરતા વધુ મોટી લાગે તેવું બની શકે છે.

તો મિત્રો તમારી પત્ની કે ગર્લ ફ્રેન્ડ નીચા કદની છે તો સમજી લો કે તમારું આગળનું જીવન ખુબ જ સુખી રહેવાનું છે.. શું તમારું કદ કે તમારી પત્નીનું કદ તમારી કરતા નીચું છે? તો કોમેન્ટમાં લખો “યસ આઈ એમ”  “yes I am”અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

 

1 thought on “ટૂંકી હાઈટ ધરાવતી છોકરી સાથે કરો લગ્ન…. અને જાણો તેના શું છે અદ્દભુત ફાયદા.. તમે પણ કહેશો વાત સાચી છે.”

Leave a Comment