તમારો મોબાઈલ નંબર પણ તમને બનાવી શકે છે સફળ…તેના અંકમાં હોય છે આપણું ભવિષ્ય…

તમારો મોબાઈલ નંબર પણ તમને બનાવી શકે છે સફળ…તેના અંકમાં હોય છે આપણું ભવિષ્ય…

મિત્રો અંકશાસ્ત્ર અનુસાર અંકોનો આપણા જીવન અને નસીબ પર ઘણો પ્રભાવ પડતો હોય છે. અંકશાસ્ત્રમાં દરેક વ્યક્તિ માટે ક્યો અંક સૌથી શ્રેષ્ઠ મનાય છે તે જણાવવામાં આવે છે. માટે દરેક વ્યક્તિએ પોતાની ગાડી કે બાઈક લેતા સમયે હંમેશા એ ધ્યાન રાખવું જોઈએ કે તેમાં તમારો લક્કી નંબર આવે છે કે નહી. એટલું જ નહિ પરંતુ અંકશાસ્ત્ર અનુસાર આપણા મોબાઈલ નંબર પર આવતા શુભ કે અશુભ અંક પણ આપણા જીવનને પ્રભાવિત કરતા હોય છે.

જો તમારા મોબાઈલમાં શુભ અંકો આવતા હોય તો તમારું નસીબ એકદમ બદલાઈ જશે. આજે અમે તેવા જ અંકો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે અંક તમારા મોબાઈલ નંબરમાં વધારે આવે તો તે તમને જીવનમાં દરેક જગ્યાએ ખુબ જ શુભ પરિણામો અપાવે છે.

સૌથી પહેલા આવે છે 9 નંબર. અંકશાસ્ત્ર અનુસાર મોબાઈલ નંબરમાં 9 નંબરનું વધારે આવવું ખુબ શુભ ગણાય છે. હકીકતમાં આ અંક ભાગ્યને ખોલી દે છે અને વ્યક્તિને ધનવાન બનાવી દે છે. માટે જો તમે કોઈ નવું સીમકાર્ડ ખરીદી રહ્યા હોવ તો તેમાં 9 નંબર વધારે આવે તેવો પ્રયત્ન કરવો. એટલું જ નહિ જ્યારે તમે કોઈ ગાડી ખરીદો ત્યારે ગાડીમાં પણ 9 નબર આવે તેવી ગાડી ખરીદવી જોઈએ. લેખક અને પત્રકારો માટે 9 નંબર ખુબ જ શુભ મનાય છે. માટે તે ક્ષેત્ર સાથે જોડાયેલ લોકોએ પોતાનો મોબાઈલ નંબર લેતી વખતે 9 નંબર વધુ આવતો હોય તેવો નંબર પસંદ કરવો તે તેના માટે ખુબ જ શુભ રહે છે.

ત્યાર બાદ છે   અંક 3 અને 4. જે લોકો ગાયકી, ચિત્ર કાર્ય, એન્ટીક કે કોઈ અન્ય કળાનાં ક્ષેત્ર સાથે જોડાયેલા છે. તેમના માટે 3 અને 4 નંબરને ખુબ જ શુભ માનવામાં આવે છે. આ બંને અંકને જ્ઞાન અને રચનાથી જોડાયેલ માનવામાં આવે છે. જો તમારા મોબાઈલ નંબરમાં 3 અને 4 અંક સૌથી વધારે આવે છે તો તમને તમારી કલામાં મહારથ પ્રાપ્ત થાય છે, માટે જો તમે કોઈ કળા ક્ષેત્ર સાથે જોડાયેલા હોવ તો એ વાત ખાસ તપાસી લેવી કે તમારા મોબાઈલ નંબરમાં 3 કે 4 નંબર વધુ આવે છે કે નહિ.

આ ઉપરાંત 6 અને 7 નંબર પણ ખુબ શુભ મનાય છે અને જો તમારા મોબાઈલ નંબરમાં આ બે માંથી કોઈ અંક વધારે વખત આવે છે તો તમને તમારા દરેક કાર્યમાં સફળતા મળે છે. અંકશાસ્ત્ર અનુસાર 6 અંક જે વ્યક્તિના મોબાઈલ નંબરમાં વધારે વખત આવતો હોય તેને તેમના જીવનમાં ખુબ જ પ્રેમ મળે છે. જ્યારે 7 નંબર ખુબ જ શક્તિશાળી માનવામાં આવે છે અને જે લોકોના મોબાઈલ નંબરમાં અંક 7 સૌથી વધારે આવે તો તે લોકો ખુબ જ પ્રભાવશાળી વ્યક્તિ બને છે. દરેક જગ્યાએ તેનો પ્રભાવ જોવા મળે છે.

અંક 2 ની વાત કરીએ તો રમત ગમત અને પોલીસ તેમજ સેનના ક્ષેત્ર સાથે સંબંધ ધરાવતા લોકો માટે અંક 2 ખુબ જ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત 2 નંબર તમારા મોબાઈલ નંબરમાં વધારે આવે તો તમને તમારા ક્ષેત્રમાં સફળતા અપાવે છે અને જીવનમાં પ્રગતિ પ્રાપ્ત થાય છે.

અંકશાસ્ત્ર અનુસાર જો અશુભ નંબરની વાત કરીએ તો મોબાઈલ નંબરમાં અંક 8 સૌથી વધારે વધારે વખત આવે તો તે અશુભ ગણાય છે. આ નંબરને બાધાઓથી જોડાયેલ માનવામાં આવે છે. માટે જ્યારે તમે કોઈ નવો નંબર લેતા હોવ તો એ જરૂર તપાસી લેવું કે તેમાં અંક 8 વધારે વખત ન આવતો હોય.

તો મિત્રો આ રીતે તમારો મોબાઈલ નંબર તમને સફળ બનાવી શકે છે. તો તમારા મોબાઈલમાં કયો અંક વધારે આવે છે તે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. તમારા નંબરના છેલ્લા ૩ અંક કોમેન્ટમાં લખો.. 

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

 

 

 

1 thought on “તમારો મોબાઈલ નંબર પણ તમને બનાવી શકે છે સફળ…તેના અંકમાં હોય છે આપણું ભવિષ્ય…”

Leave a Comment