આ ખાસ કેરીની કરવામાં આવી હરાજી, લેનારે આપ્યા પુરા 31 હજાર રૂપિયામાં…. કેરીની ખાસિયત જાણીને નહિ આવે વિશ્વાસ….

કોરોનાની મહામારીના કારણે બે વર્ષથી વેપારીઓનો બિઝનેસ બિલકુલ ઠપ થઈ ગયો છે, અને તેમને ખુબ જ નુકશાન પણ થઈ ગયું છે. હવે જ્યારે દરેક વસ્તુઓ નોર્મલ થઈ ગઈ છે ત્યારે આ મળેલી તકનો પૂરો ફાયદો ઉઠાવવા માંગે છે અને એ જ કારણ છે કે, વેપારીઓની સિઝનનો પહેલો પાક ખરીદવા માટે 50 વર્ષની સૌથી મોટી બોલી લાગી છે.

કેરીને ફળોનો રાજા એમ જ કહેવામાં નથી આવતો. ઘણી વખત તેની કિંમત પણ એવી હોય છે કે, જેને કોઈ રાજા-મહારાજા તેને લેવાનું તથા તેને ખાવાનું વિચારી શકે છે. પુણેમાં એક એવી જ કેરીની નીલામી થઈ, તે કેરીની પહેલી ટોપલી 31 હજાર રૂપિયામાં વેંચાઈ.

ખરેખર તો દેવગઢ રત્નાગીરીથી હાફૂસ કેરીનો પહેલો પાક શુક્રવારે પુણેના એપીએમસી માર્કેટમાં પહોંચ્યો, ત્યારે ખરીદારોમાં તેને મેળવવા માટે ભીડ લાગી ગઈ હતી, અને વિક્રેતાએ પણ તે તકનો સંપૂર્ણ લાભ ઉઠાવવા માટે કેરીની નિલામી શરૂ કરી અને શરૂઆતની કિંમત 5 હજાર રૂપિયા લગાવી હતી અને આખરે હાફૂસ કેરીની ટોપલી 31 હજાર રૂપિયામાં વેંચાઈ હતી.

50 વર્ષમાં સૌથી મોંઘી બોલી : વેપારી યુવરાજ કાચી એ જણાવ્યું કે, આ સિઝનની પહેલી કેરી હતી. દર વર્ષે અમે પરંપરાના રૂપે સિઝનની પહેલી કેરીની નિલામીનું આયોજન કરીએ છીએ. જેનાથી આગળના બે મહિના સુધી તેનો સારો ભાવ નક્કી થાય છે અને આ વખતની નામે 50 વર્ષમાં સૌથી મોંઘી રહી છે.

બીજી અન્ય ટોપલીઓ પણ હજારોમાં વેંચાઈ : વેપારીએ જણાવ્યું કે, 31 હજારની નીલામી પહેલા કેરીની બીજી અન્ય ટોપલીઓ ભાવ પણ હજારોમાં લાગ્યો હતો. એક ટોપલી 18 હજાર રૂપિયામાં વેચાઈ ગઈ તો બીજી 21 હજાર રૂપિયામાં એક વેપારીએ ખરીદી ત્રીજી અને ચોથી કેરીની ટોપલી 22,500 માં વેંચાઈ ગઈ.

શા માટે આપ્યા મોં માંગ્યા ભાવ : એક વેપારીએ જણાવ્યું હતું કે, કોવિડની મહામારીના કારણે છેલ્લા બે વર્ષ અમારી માટે ખુબ જ તકલીફ ભર્યા અને કઠિન રહ્યા છે, તથા અમારો કારોબર પણ સંપૂર્ણ રીતે ઠપ પડી ગયો હતો. અમે બિઝનેસમાં ખુબ જ નુકશાન પણ ઉઠાવ્યું છે. હવે વસ્તુઓ ફરીથી નોર્મલ થઈ રહી છે અને અમે તેની ખુબ જ જલ્દીથી શરૂઆત કરવા માંગીએ છીએ. આ જ કારણ છે કે, અમે આટલા ઉંચા ભાવો ઉપર કેરીના પાકને ખુશી ખુશી ખરીદ્યા છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment