દિવાળી પર જોવા મળે આ ચાર જાનવરો, તો સમજો માતા લક્ષ્મીનો આ સંકેત, થશે ધનલાભ…

મિત્રો દિવાળીનો તહેવાર ખુબ જ નજીક આવી ગયો છે. લોકો હવ મોટાભાગે પોતાના કામ નીપટાવીને દિવાળીની તૈયારીમાં લાગી જશે. પરંતુ મિત્રો જણાવી દઈએ કે આ તહેવાર હિંદુ ધર્મમાં આવતા બધા જ તહેવારોમાંથી મુખ્ય તહેવાર છે અને આ દિવાળીના પર્વને આપણા દેશમાં ખુબ જ ખુશી અને ધામધૂમથી મનાવવામાં આવે છે. આ તહેવાર પર લોકો પોતાની ખુશીને એકબીજા સાથે વહેંચે છે. બધા જ રંજ ભૂલીને એકબીજા સાથે મળીને આ તહેવારને ઉજવવામાં આવે છે.

આપણા શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે, જ્યારે ભગવાન શ્રી રામ રાવણનો વધ કરીને લંકાથી અયોધ્યા પરત આવ્યા ત્યારે ભગવાન શ્રી રામનું સ્વાગત કરવા માટે દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. તેથી દિવાળીના દિવસે દીવ પ્રગટાવવામાં આવે છે. દીવડા પ્રજવલિત કરવાનું મહત્વ ત્યારથી ચાલ્યું આવે છે.

દિવાળીના દિવસે લોકો ભગવાન શ્રી ગણેશજી અને માતા લક્ષ્મીજીનું પૂજન અને અર્ચન કરતા હોય છે. જેનાથી માતા લક્ષ્મી આપણા ઘરમાં ધનની કમી ન રહેવા દે, અને ભગવાન શ્રી ગણેશજી આપણા બધા જ દુઃખોનો નાશ કરે છે. પરંતુ દિવાળીના દિવસે પણ આપણને સંકેત મળતા હોય છે. જેના દ્વારા એવું પ્રતીત થાય છે કે માતા લક્ષ્મી આપણા પર પ્રસન્ન થાય અને આપણને આશીર્વાદ આપે છે. જો દિવાળીના દિવસે આ ચાર વસ્તુ જોવા મળે તો સમજવાનું માતા લક્ષ્મીજીની સાક્ષાત આપણા પર કૃપા છે. તો ચાલો જાણીએ શું છે એ ચાર વસ્તુ, જે સાક્ષાત લક્ષ્મીજીની કૃપાનો સંકેત છે. જાણો આ લેખમાં.

પહેલું છે રાત્રીના સમયે ઘુવડ દેખાવું : લગભગ ખુબ જ ઓછા લોકો જાણતા હશે કે નવરાત્રીના સમયે ઘુવડ દેખાવું તે શુભ માનવામાં આવે છે. જે એક શુભ સંકેત તરીકે ઓળખવામાં આવે છે. તો આવી જ માન્યતા દિવાળીના દિવસે પણ અનુસરવામાં આવે છે. મિત્રો એ તો બધા જ જાણીએ છીએ કે ઘુવડ હંમેશા રાત્રીના અંધકારમાં જ જોવા મળે છે. પરંતુ દિવાળીના દિવસે બધી જગ્યાએ રાત્રે પણ જળહળતું વાતાવરણ હોય છે. પરંતુ એ દિવસે જો ઘુવડ દેખાય તો લક્ષ્મીજી દ્વારા એક શુભ સંકેત આપવામાં આવ્યો તેવું માનવામાં આવે છે. અને લક્ષ્મીજીની કૃપા પણ તમારા પર ઉતરશે. જેનાથી સંપત્તિમાં પણ વધારો થશે.

ગરોળી : લગભગ કોઈ પણ વ્યક્તિએ ગરોળી ન જોઈ હોય એવું ન બન્યું હોય. મોટાભાગે બધા જ ઘરોમાં ગરોળી ક્યારેય તો જોવા મળતી જ હોય છે. પરંતુ જ્યારે દિવાળીનું પર્વ આવે ત્યારે ગરોળી ખુબ જ ઓછી જોવા મળતી હોય છે. પરંતુ જો દિવાળીના તહેવાર પર જો ગરોળી જોવા મળે તો તેનાથી ધન લાભ થાય છે અને સદા માટે માતા લક્ષ્મીની આપણા પર કૃપા થાય છે.

બિલાડીનું દેખાવું : મિત્રો આપણે બધા જાણીએ છીએ કે જો રસ્તામાં બિલાડી આપણને દેખાય તો અશુભ માનવામાં આવે છે. પરંતુ જો દિવાળીના દિવસે આપણને બિલાડી ક્યાંય પણ જોવા મળે તો સમજી જવાનું કે શુભ સંકેત છે. એ સંકેત આપણા જીવનમાં ખુબ જ શુભ થશે તેવું સૂચવે છે.

છછુંદર : છછુંદર પણ લગભગ લોકોએ જોઈ હશે. કેમ કે એ દેખાવમાં અદલ ઉંદર જેવી જ દેખાય છે. પરંતુ એવું માનવામાં આવે છે જો ઘરમાં છછુંદર હોય તો એ શુભ હોય છે. પ્પર્ન્તું જો દિવાળીના પર્વ પર ઘરમાં છછુંદર જોવા મળે તો વધારે શુભ સંકેત છે. તેનાથી ખુબ ધનલાભ થવાની સંભાવના રહે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment