કોઈ પણ વ્યક્તિ ને સિગારેટ છોડાવવા અપનાવો આ 6 ઘરેલું ઉપાય.. જરૂર વ્યસન છુટી જશે

આજકાલ આપણે કોઈ કોલેજ કે સ્કુલની બહારથી નીકળીએ તો પણ અભ્યાસ કરતા છોકરાઓ બહાર ખુબ જ શોખ સાથે સિગારેટનું સેવન કરતા હોય છે. નાની વયના યુવાનો સહીત મોટી ઉમરના લોકો પણ ધુમ્રપાન કરતા હોય છે. પરંતુ એક સમય આ લત એટલી ગંભીર લાગી જતી હોય છે કે સેવન કરનારને છોડવી હોય છતાં ન છોડી શકે. પરંતુ આજે અમે તમને આ લેખમાં અમુક એવી ટીપ્સ વિશે જણાવશું જેનાથી તમે કોઈ પણ વ્યક્તિની સિગારેટ છોડાવી શકો છો. અને જો તમે ખુદ પણ સિગારેટ કે ધુમ્રપાન કરો છો તો આ ઉપાયો દ્વારા તેનાથી છુટકારો મેળવી શકો છો.

પરંતુ હાલ થોડા સમયમાં સિગારેટના વ્યસનને છોડવા માટે લોકો ઈ-સિગારેટનો ઉપયોગ કરતા હતા અને કરે પણ છે. પરંતુ સરકાર દ્વારા રિચર્ચ કરાવવામાં આવ્યું અને તેમાં એવું સામે આવ્યું કે ઈ-સિગારેટ પણ આપણા શરીર પર ખુબ જ ભયંકર અસર કરે છે. જેના કારણે સરકારે ઈ-સિગારેટ પર પણ પ્રતિબંધ મુક્યો છે.તેના સિવાય ઈ-સિગારેટની આયાત અને નિકાસ સહિત વેંચાણ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તો આજે અમે તમને સિગારેટ છોડવા માટેના ઘરેલું ઉપાય જણાવશું, જેના દ્વારા તમે આસાનીથી સિગારેટ છોડી શકશો અને તમારા ઘરમાં પણ કોઈ વ્યક્તિ સિગારેટનું સેવન કરે છે તો તમે તેને પણ આ ઉપાય દ્વારા છોડાવી શકો છો. સૌથી પહેલો ઉપાય છે મધ અને તજ : સિગારેટ અને તંબાકુના સેવન વડે આપણા ફેફસાનું કેન્સર, ઓરલ કેન્સર અને બીજા પણ ઘાતક રોગો થાય છે. પરંતુ જો તજને બારીકીથી પીસીને તેનો પાવડર બનાવી લેવામાં આવે અને તેને મધ સાથે મિક્સ કરી તેની પેસ્ટ બનાવી લેવાની, ત્યાર બાદ જ્યારે પણ સિગારેટ પીવાનું મન થાય ત્યારે આ પેસ્ટનું સેવન કરવાનું. તેનાથી થોડા દિવસોમાં આં લતથી તમે દુર થતા જણાશો.

ત્યાર બાદ આવે છે આમળા અને આદું : આમળા અને આદુંને પણ મિક્સ કરીને તેની પેસ્ટ બનાવી લેવાની. ત્યાર બાદ તેમાં લીંબુ અને મીઠું ઉમેરવાનું. બરાબર મિક્સ કરીને એક ડબ્બીમાં ભરી લેવાનું અને તેને હંમેશા સાથે જ ખિસ્સામાં રાખવાનું. જ્યારે પણ ઈચ્છા થાય કકે સિગારેટનું સેવન કરવું છે. આ પેસ્ટને મોં માં મૂકી દેવાની.

વરીયાળી અને અજમો : વરીયાળી અને અજમાને એક સરખી માત્રામાં લેવાના અને મીક્ષ્યરમાં પાવડર કરી નાખવાનો, ત્યાર બાદ તેનાથી અડધી માત્રામાં તેમાં સંચળ પાવડર મિક્સ કરવાનો, પછી તેમાં લીંબુ ઉમેરી એક રાત સુધી સામાન્ય તાપમાન પર મૂકી દેવાનું. ત્યાર બાદ સવારે પડે  એટલે તરત જ તેને તવા પર શેકો, ધીમા તાપે શેકવાનું અને જ્યાં સુધી સુગંધ ન આવે ત્યાં સુધી સતત સેકતું રહેવાનું છે. સુગંધ આવી ગયા બાદ પાવડરને ઠંડો પડવા દેવાનો છે. ત્યાર બાદ એક એરટાઈટ ડબ્બીમાં આ મિશ્રણને ભરી દેવાનું. ત્યાર બાદ આ ચૂર્ણને પણ સાથે ક રાખવાનું જ્યારે સિગારેટની ઈચ્છા થાય ત્યારે લેવાનું.

ફ્રુટ જ્યુસ : ફ્રુટ જ્યુસ સિગારેટ અને તંબાકુની ત્લ્બને દુર કરવા માટે ખુબ જ અસરકારક છે. જેમાં ખાસ કરીન મોસંબી, સંતરા, દ્વાક્ષ જેવા ફળોનો રસ વધારે મદદરૂપ થાય છે.

પછી છે ડુંગળીનો રસ : જો સિગારેટની લત છોડવા માંગો જ છો તો, રોજ ચાર ચમચી ડુંગળીના રસનું સેવન કરવું જોઈએ. આ ઉપાય ખુબ જ અસર કરે છે. ત્યાર બાદ સવારે ઉઠીને બે ગ્લાસ લીંબુ વાળું પાણી હુંફાળું બનાવી તેમાં મધ મિક્સ કરીને પીવામાં આવે તો, એ  આપણને સિગારેટ પણ છોડવામાં મદદ કરે છે અને આપણા સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ સારું રહે છે.

ત્યાર બાદ પોપકોર્ન : જી હા મિત્રો, સિગારેટ છોડવા માટે પોપકોર્ન પણ ઉપયોગી છે. કેમ કે પોપકોર્નમાં ફાયબર ખુબ જ હોય છે, જે આપણને સિગારેટ છોડવા માટે મદદરૂપ થાય છે. આપણી સ્મોકિંગની ઈચ્છાને દબાવી નાખે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment