હનુમાનજીના આ પ્રકારના જ ફોટા રાખો ઘરમાં, કાયમ માટે રહેશે સમૃદ્ધિ.. નહિ તો થશે અનર્થ.

મિત્રો આજે હિંદુ ધર્મમાં દરેક ઘરે હનુમાનજીની પૂજા થતી હોય છે. લગભગ બધા જ હિંદુ ઘરોમાં હનુમાનજીનો ફોટો હોય છે. આપણે બધા જ જાણીએ છીએ કે હનુમાનજીને ભગવાન શ્રી રામના પરમ ભક્ત માનવામાં આવે છે. જે કોઈ હનુમાનજીના શરણમાં જાય તેના બધા જ કષ્ટ દુર થઈ જાય છે. પરંતુ આજે અમે તમને આ લેખમાં જણાવશું કે ક્યાં પ્રકારની હનુમાનજીની તસ્વીર આપણને ઘરમાં રાખવી જોઈએ અને ક્યાં પ્રકારની તસ્વીર ન રાખવી જોઈએ. આ લેખમાં જણાવ્યા અનુસાર ઘરમાં હનુમાનજીનો ફોટો રાખવામાં આવે તો તેનું ખુબ જ શુભ પરિણામ આવે છે. જેનાથી આપણા ઘરની બધી જ નકારાત્મક શક્તિઓ દુર થઇ જાય છે.

મિત્રો હનુમાનજી તેના ભક્તની દરેક બાધાને દુર કરે છે. ગ્રહોના દુષ્પ્રભાવથી પોતાના ભક્તોને બચાવે છે. પ્રેત અને પિચાસ બધી ખરાબ શક્તિઓ હનુમાનજીથી ડરે છે અને તેના ભક્ત પાસેથી આવતી. આપણા શાસ્ત્રો અનુસાર ઘરમાં એવા દેવી દેવતાઓના ફોટા રાખવા જોઈએ જે શાંતિ, સ્થિરતા, ખુશ, સમૃદ્ધ અને આશીર્વાદની મુદ્રામાં હોય. પરંતુ રાક્ષસને મારવા, અસ્થિરતા જેમ ઉડવું, અસ્ત્ર શસ્ત્ર ધારણ કરેલા, યુદ્ધની અવસ્થા જેવી સ્થિતિ વાળા ફોટા ન લગાવવા જોઈએ. તો ચાલો જાણીએ કે હનુમાનજીના કેવા ફોટા આપણા ઘરમાં લગાવવા જોઈએ. 

સૌથી પહેલા તો હનુમાનજી યુવા અવસ્થામાં હોય અને પીળા રંગનું વસ્ત્ર ધારણ કરેલું હોય તેવા ફોટાને ઘરમાં રાખવાથી ખુબ જ શુભ ફળ મળે છે.

ત્યાર બાદ એવો ફોટો જેમાં હનુમાનજી પોતાના ભક્તોને આશીર્વાદ આપી રહ્યા હોય. તેવો ફોટો ઘરમાં રાખવાથી સુખ અને શાંતિ સાથે ધનમાં પણ વૃદ્ધિ આવે છે.

જે ફોટામાં હનુમાનજી ભગવાન શ્રી રામ દરબારમાં હોય, તો તેનાથી ઘરમાં પરિવારજનો વચ્ચે પ્રેમ અને પોતાનાપણું હોય તેવી ભાવના વધે છે.

ત્યાર બાદ જે ફોટામાં હનુમાનજી ભગવાન શ્રી રામને ગળે મળતા હોય તે ફોટાને પણ ઘરમાં રાખવો જોઈએ.

જે બાળકો અભ્યાસ કરતા હોય તેના રૂમમાં હનુમાનજીની લાલ લંગોટ પહેરેલ ફોટો લગાવવો જોઈએ. જેનાથી બાળકનું મગજ સક્રિય બને છે.

જે ફોટામાં હનુમાનજી ભગવાન શ્રી રામની સેવા કરી રહ્યા હોય, તેવો ફોટો ઘરમાં લગાવવાથી ધનની વર્ષા થાય છે.

ઘરના મુખ્ય દ્વાર પર પંચમુખી હનુમાનજીની પ્રતિમા લગાવવી જોઈએ. જેનાથી ઘરમાં નકારાત્મક શક્તિ પ્રવેશ નથી થતી.

હવે જાણીએ કે ક્યાં પ્રકારના હનુમાનજીના ફોટા ઘરમાં ન રાખવા જોઈએ.

જે ફોટામાં હનુમાનજી સંજીવની લઈને આકાશમાં ઉડી રહ્યા હોય, તે ફોટો ઘરમાં ન રાખવા જોઈએ.

હનુમાનજી દુષ્ટોનું દમન કરી રહ્યા હોય એ ફોટોને પણ ઘરમાં ન રાખવો જોઈએ.

પોતાની છાતી ચીરી રહ્યા હોય તે ફોટાને ક્યારે ઘરમાં ન રાખવો જોઈએ. કેમ કે તે શાંતિનું પ્રતિક નથી.

એવો ફોટો પણ ન લગાવવો જોઈએ જેમાં હનુમાનજી પોતાના ખભા પર ભગવાન શ્રી રામ અને લક્ષ્મણને બેસાડીને ઉડી રહ્યા હોય.

હનુમાનજી લંકા દહન કરી રહ્યા હોય એ ફોટોને પણ ક્યારેય ઘરમાં ન રાખવો જોઈએ. તે આપણા ઘરમાં સુખ અને સમૃદ્ધિને ઘટાડે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment