પત્નીના ઓપરેશન માટે પૈસા ખૂટ્યા | અડધી રાત્રે મંદિરમાં ગયો પ્રાર્થના કરવા | પછી જે થયું એ

મિત્રો આજના સમયમાં ઘણા લોકો ભગવાનમાં અપાર શ્રદ્ધા ધરવતા હોય છે. તો તેની સામે ઘણા લોકો એવા પણ હોય છે, જે ભગવાનમાં બિલકુલ પણ વિશ્વાસ ન રાખતા હોય. પરંતુ આજે અમે આ લેખ દ્વારા એવું પ્રતીત કરાવશું કે સાચે આ દુનિયામાં ભગવાન છે. જેના પર ભરસો હોય તો કોઈ પણ મુશ્કેલી માંથી આપણે બહાર આવી જઈએ છીએ. માટે આ લેખને દરેક લોકોએ અવશ્ય વાંચવો જોઈએ. જાણો આ લેખમાં એક અદ્દભુત ઈશ્વરીય ઘટના. તમે પણ ભગવાનમાં અપાર શ્રદ્ધા ધરાવવા લાગશો.

એક ખુબ  જ ધનવાન અને અમીર માણસ હતો. રાત્રીનો સમય હતો. પરંતુ તે વ્યક્તિ ઘડિયાળનો ખુબ જ શોખીન હતો અને તેની પાસે પાંચ લાખ રૂપિયાની કિંમત વાળી ઘડિયાળ પણ હતી. પરંતુ એ ઘડિયાળમાં તેણે જોયું તો રાત્રીના બે વાગ્યા પરંતુ તેને ઊંઘ આવતી ન હતી. રાત્રીના બે વાગવા છતાં ઊંઘ ન આવી, પરંતુ આમતેમ પડખાં પણ ફર્યા જો ઊંઘ આવી જાય તો. પરંતુ તે વ્યક્તિને મનમાં કંઈક ગડમથલ ચાલી રહી હતી, એ કારણોસર તેણે ઊંઘ આવતી ન હતી. સમય જતો ન હતો વારે વારે ઘડિયાળમાં જોયા કરે. પરંતુ લાખ કોશિશ છતાં પણ તેને ઊંઘ ન આવી. તેણે વિચાર આવ્યો ચાલો ટેરેસ પર થોડી વાર ચક્કર મારું આવી જશે થોડી વારમાં ઊંઘ. અને તરત જ તે ટેરેસ પર ચાલવા માટે જાય છે. ટેરેસ પર પણ ઘણી વાર ચક્કર માર્યા પરંતુ દુર દુર સુધી ઊંઘ આવવાના કોઈ વાવડ ન હતા. આખરે તે કંટાળી ગયો અને તેણે અડધી રાત્રે ચા અને સિગારેટ પીધી.

પરંતુ ઊંઘ ન આવી. ત્યાર બાદ તેને થયું ચાલો બહાર શહેરમાં એક ચક્કર મારી લવ. એ ધનિક વ્યક્તિ તરત જ પાર્કિંગમાંથી પોતાની આલીશાન કાર બહાર કાઢી અને બંગલાના મેઈન ગેટ તરફ આવ્યો. પરંતુ ત્યારે સિક્યુરિટી ગાર્ડ પણ આશ્વર્ય પામ્યો, કેમ કે તેના શેઠ ક્યારેય રાત્રે બહાર જતા નથી અને જાય તો પણ જાતે ક્યારેય ગાડી નથી ચલાવતા. પરંતુ આજે તેના શેઠ એકલા જ ડ્રાયવર વગર જ કાર લઈને બહાર જવા માટે નીકળી ગયા.

ધનિક વ્યક્તિએ તેના સિક્યુરિટી ગાર્ડને એવું પણ જણાવ્યું કે, હું થોડી વારમાં આવું છું, ત્યાર બાદ શેઠ ગાડીને લઈને શહેરના સુના રસ્તા પર નીકળી ગયા. પરંતુ ચાલવતા ચલાવતા આગળ એક મંદિર તેને જોવા મળ્યું. એટલે તરત જ મનમાં વિચાર આવ્યો કે થોડી વાર મંદિરમાં જઈશ તો મન શાંત થશે. ગાડી તરત જ ઉભી રાખી અને તે મંદિરમાં ગયો. મંદિરમાં જઈને તેણે ભગવાન સામે તો જોયું અને તેણે સુકુન પણ મળ્યું, પરંતુ ત્યાં એક બીજો વ્યક્તિ પણ બેઠો હતો. જે ઈશ્વરની મૂર્તિ સામે જ બેઠો હતો. પરંતુ તે વ્યક્તિની અંદર કોઈ રુદન હતું, જે તેની આંખો દેખાઈ રહ્યું હતું. પરંતુ તે ઉદાસ વ્યક્તિના ચહેરાના ભાવને પેલો ધનિક શેઠ ઓળખી ગયો. તે વ્યક્તિની આંખમાં  કરુણતા હતી, ચહેરો ઉદાસ હતો, બસ આંસુ બહાર આવે એટલી ક્ષણની વાર હતી. પરંતુ ત્યાં ધનિક શેઠે તેને પૂછી લીધું, ભાઈ તમને કોઈ તકલીફ છે, તમે કેમ આટલા બધા ઉદાસ છો ? અને અડધી રાત્રે મંદિરમાં ઉદાસ થઈને બેસવાનું કારણ ?

પેલો ઉદાસ માણસ ખુબ દુઃખી પરંતુ વિનમ્ર ભાવે કહેવા પેલા ધનિકને પોતાની વેદના કહેવા લાગ્યો, અહિયાં પાસેની જ હોસ્પિટલમાં મારી પત્નીને દાખલ કરવામાં આવી છે, અને તેનું ઓપરેશન કરવું પડે તેમ છે. પરંતુ મારી પાસે સમય ખુબ જ ઓછો છે. જો સવાર સુધીમાં હોસ્પિટલમાં હું પૈસા જમા નહિ કરાવું, તો ઓપરેશન નહિ થાય અને મારી પત્ની બચી નહિ શકે, મારી પાસે જેટલા પણ પૈસા હતા એ બધા જ મેં હોસ્પિટલનાં ખર્ચમાં રોકી દીધા. પરંતુ હવે મારી પાસે એક રૂપિયો પણ નથી બચ્યો.

પરંતુ ધનિક શેઠને મનમાં સંકોચ થતો હતો આ રીતે કોઈ અજાણ્યાની મદદ કરવી કેવી રીતે. મનમાં થોડા સવાલો હતા. પરંતુ તે ઉદાસ વ્યક્તિનો ચહેરો જોઇને તેણે ખિસ્સામાંથી પૈસા કાઢ્યા અને બધા જ પૈસા હતા એ પેલા દુઃખી વ્યક્તિના હાથમાં આપી દીધા. સાથે સાથે એક વીઝીટીંગ કાર્ડ પણ આપ્યું અને કહ્યું કે વધારે જો જરૂર હોય તો અહીંયા પહોંચી જજે હું તારી બને એટલી મદદ કરીશ. આ જોઇને પેલા ઉદાસ માણસની આંખોમાં થોડી ખુશી ઉભરી આવી. તેનો ચહેરો ચમકવા લાગ્યો. પરંતુ તે વ્યક્તિએ વીઝીટીંગ શેઠને પરત કર્યું. અને સાથે જણાવ્યું કે મારી પાસે તો સરનામું છે. આ કાર્ડની મારે કોઈ જરૂર નથી. પેલા વ્યક્તિએ બે હાથ જોડીને કાર્ડ પાછું આપી દીધું.

પરંતુ ત્યારે ધનિક વ્યક્તિને ખુબ જ આશ્વર્ય થયો અને તેણે તરત જ પૂછ્યું કે કોનું સરનામું અને કયું સરનામું ? ત્યારે પેલા વ્યક્તિએ રસલ જવાબ આપતા કહ્યું કે, “તમને જેણે અડધી રાત્રે મારી મદદ માટે મોકલ્યા તેનું સરનામું છે મારી પાસે.” આ જવાબ સાંભળીને ધનિક વ્યક્તિ પેલા વ્યક્તિને બારીકાઈથી જોવા લાગ્યો અને વિચારમાં પડી ગયો. તરત જ ઘરે આવ્યો અને પથારીમાં સુટાની સાથે જ તેને ઊંઘ પણ આવી ગઈ. સામે બીજી બાજુ પેલા ઉદાસ વ્યક્તિની પત્ની પણ બચી ગઈ હતી.

તો આ વાત પરથી એટલું જાણવા મળે છે કે જો આપણી અંદર કરુણા હોય અને ભગવાન પર એ કરુણા સાથે શ્રદ્ધા હોય તો આપણું કામ ક્યારેય અટકતું નથી.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment