મળી ગયો ગળાનું જકડાઈ જવું, નસ ઉપર નસ ચડી જવી, તેમજ ડોકની તમામ સમસ્યાઓનો આયુર્વેદિક ઉપચાર, કોઈ પણ આડઅસર વગર દુઃખાવો થઈ જશે દુર…

ગળાની નસ દબાઈ જવી એ એક એવીસમસ્યા છે, જેના કારણથી ગળામાં ગંભીર દુઃખાવો થાય છે. તેને સ્પાઇનલ નર્વ પણ કહેવામાં આવે છે. આવા વ્યક્તિને ગળું ફેરવવામાં પણ ખુબ જ દુઃખાવો થાય છે. ખરેખર ગળાની આસપાસના હાડકાં અને માંસપેશીઓ દ્વારા કોઈ પણ તાંત્રિકા પર વધારે દબાણ થવાના કારણે ગરદનની નસ દબાઈ જાય છે.

આ દબાવના કારણે તંત્રિકાના કાર્યમાં રૂકાવટ થઈ જાય છે, જે કારણથી દુઃખાવો અને સુન્નતાની સમસ્યા થાય છે. આમ, તો આ સમસ્યા ઘણા ઉપચારથી અથવા સમય રહેતા ઠીક થઈ જાય છે. પરંતુ ઘણી વાર તે ઠીક થતી નથી અને તે માટે ડોક્ટરને બતાવવું જરૂરી થઈ જાય છે.

ગળાની નસ દબાવાનું કારણ અને ગળાની નસોમાં દુઃખાવો શા કારણથી થાય છે : ગળાની આજુબાજુના હાડકાં અને માંસપેશીઓ દ્વારા કોઈ પણ તંત્રિકા પર દબાણ થવાના કારણે નસ દબાઈ જાય છે, જે કારણથી અનેક સમસ્યા વિકસિત થાય છે. આ સમસ્યા જૂનો ઘા, ગાઠ, તણાવ, શારીરિક ગતિવિધિઓ અને જાડાપણાંના કારણે પણ થઈ શકે છે. તેને સામન્ય ભાષામાં ગળાનું જકડાઈ જવું પણ કહેવામાં આવે છે.

ગળાની નસ દબાવાના લક્ષણ : ગળાની નસ દબાવા પર તમને ખંભા પર દુઃખાવો, તેમજ આ દુઃખાવો હાથથી ખંભા સુધી થાય છે. માંસપેશીઓમાં વધારે નબળાઈ લાગવી, આંગળી અને હાથમાં ખાલી થઈ જવી અને ઉપરોક્ત વિભાગમાં સનસની જેવા લક્ષણો થઈ શકે છે. તો ચાલો જાણીએ કે ગળાની નસ દબાઇ જવા પર શું આયુર્વેદિક અસરકારક સાબિત થઈ શકે.

હળદર : હળદરમાં કુકુમિન હાજર હોય છે, જેમાં  એન્ટી ઈમ્ફ્લેમેટરી ગુણ હોય છે, જે દુઃખાવાને ઠીક કરી શકે છે. આ માટે એક ચમચી પીસેલી હળદર, એક ગ્લાસ દૂધ અને એક ચમચી મધને સારી રીતે મિક્સ કરી લો. તેને થોડું ઠંડુ થવા પર પીય લો.

સિંધાલુણ મીઠું : સિંધાલુણ મીઠામાં મેગ્નેશિયમ હોય છે, જે દુઃખાવો અને સોજાને ઠીક કરવામાં ઉપયોગી છે. પાણીની અંદર તેને નાખીને ન્હવાથી તમારા ગળાની નસને આરામ મળે છે. આ માટે તમે તમારા સ્નાનના પાણીની અંદર સિંધાલુણ મીઠાને ઉમેરો. આ પાણીની અંદર 10 થી 20 મિનીટ સુધી બેઠા રહો. સારું પરિણામ મેળવવા માટે તેનો પ્રયોગ અઠવાડીયામાં 3 વાર કરો.

ગળાની નસ દબાવાનો ઈલાજ – એરંડિયાનું તેલ : એરંડિયાના તેલમાં રિસીનોલિક એસિડ હોય છે, જે નસ દબાવા પર દુઃખાવામાં રાહત આપે છે. આ માટે તમે એરંડિયાના તેલને હાથમાં લો અને ગળાની આજુબાજુ પ્રભાવિત સ્થાન પર લગાવો. તમારા ગળા પર 5 થી 10 મિનિટ સુધી મસાજ કરો. ગરમ શેક 10 મિનિટ સુધી તે સ્થાન પર રાખી દો.

ટ્રેપ સ્ટ્રેચ એકસરસાઈઝ : તમારી ટ્રેપેજીયશ માંસપેશીઓ તમારા ગળાની પાછળ હોય છે. જો તે ખુબ જ તંગ છે, તો તે તમારી રીઢ અને નસોને સંકુચિત કરી શકે છે. આ વ્યાયામ તે માંસપેશીઓને ઢીલી કરી દેશે અને ફસાયેલી નસોને મુક્ત કરી દેશે. આ માટે તમારા ડાબા હાથને તમારી જાંધ પર રાખો અને જમણા હાથથી, ધીમેથી તમારા માથાને ડાબી બાજુ નમાવો. 30 સેકેંડ માટે રોકાવો. આ રીતે દરેક તરફ 3 વાર કરો.

ગળાની નસ દબાવા પર ઉપાય – ચિન ટક : આ ઉપાય તમારા ગળાને લાંબુ કરીને ગળાની માંસપેશીઓના તણાવને ઓછું કરે છે. માથા અને ગળાના આસનને પણ ઠીક કરે છે. આ માટે તમારી આંગળીઓને ડોક પર રાખો. ધીમેથી તમારી ડોકને ગળાની તરફ ધકેલો, ત્યાં સુધી કે, જ્યાં સુધી તમારી પાસે ‘ડબલ ચિન’ ન થાય. 3 થી 5 સેકેંડ માટે આમ જ રહો. 3 થી 5 વાર આ રીતે કરો. એકવાર જ્યારે તમે સહજ થઈ જાવ છો, ત્યારે તમારી આંગળીનો ઉપયોગ કર્યા વગર ચિન ટકની કોશિશ કરો.

વધારે આરામ કરો : ઊંઘ અને આરામ આ માટે ખુબ જ જરૂરી છે. ઊંઘ દરમિયાન શરીર જાતે જ ઘા નો ઈલાજ કરે છે. આવું કરવા માટે, વધારે સમય આપવાથી આ લક્ષણોને ઓછું કરવામાં મદદ મળે છે. ઘણી બાબતોમાં, પ્રભાવિત ક્ષેત્રને આરામ દેવા માટે વધારે ઊંઘની જરૂર પડી શકે છે.

ગળાની નસ પર નસ ચડી જવા પર શું કરવું – બેસવાની પોઝિશનમાં બદલાવ કરો : ગળાનું જકડાઈ જવું એ ઘણીવાર ખોટી મુદ્રામાં બેસવાથી અને ઊભા થવાથી પણ થઈ શકે છે. તેનાથી કરોડરજ્જુ અને માંસપેશીઓને નુકશાન થાય છે. બેસવા દરમિયાન સ્વસ્થ, એડજ્સ્ટેબલ ખુરશી અને ગળાનો ઉપયોગ કરવાથી તમને આરામ મળે છે અને સાથે જ દબાણને ઓછું કરવામાં મદદ મળે છે.

સ્ટ્રેચિંગ અને યોગ : જો તમને થોડી જ ગળામાં અકડ થઈ ગઈ છે, તો સ્ટ્રેચિંગ અને યોગ દ્વારા ઠીક થઈ શકે છે. ધ્યાન રાખો વધુ વ્યાયામ ન કરવું જોઈએ. આ મહત્વપૂર્ણ છે કે, વધુ યોગ અને સ્ટ્રેચિંગ કરતાં બચવું જોઈએ. કારણ કે તેના લક્ષણ વધારે જોખમી થઈ શકે છે. જો કોઈ પણ વ્યક્તિને વ્યાયામ કરતાં દુઃખાવાનો અનુભવ થાય છે, તો તેમણે તંત્રિકાને નુકશાન થતું બચાવવું જોઈએ અને તેણે યોગ બંધ કરી દેવા જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment