જાણો વેદો અનુસાર શું ખાવું જોઈએ? આ વાંચી લો એટલે 90% બીમાર નહિ પડો.

🍱 મિત્રો આપણી ત્રણ મુખ્ય જરૂરીયાત છે હવા, પાણી અને ખોરાક. હવે તેમાં ખોરાક વિશે આપણે એવું જાણતા હોઈએ છીએ કે ખોરાક લેવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળી રહે છે જેથી શરીર કાર્યરાત રહે. પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે ખોરાકનું કાર્ય માત્ર ત્યાં સુધી જ સીમિત નથી પરંતુ આપણે લીધેલા આહારનો પ્રભાવ આપણા મનને પણ પ્રભાવિત કરે છે. આ વાત વેદોમાં પણ લખાયેલી છે અને વૈજ્ઞાનિકો દ્વારા પણ સાબિત થયેલી છે.🍱 તો આજના અમારા આ આર્ટિકલમાં અમે તમને જણાવશું કે કંઈ રીતે આપણા ભોજનથી મન અને શરીર પ્રભાવિત થાય છે.

🍱 મિત્રો આપણે જ્યારે ખોરાક ખાઈએ છીએ ત્યારે  તેનો પ્રભાવ આપણા શરીર પર તો પડે જ છે પરંતુ તેની  સાથે સાથે તેનો પ્રભાવ આપણા મન પર પણ પડે છે. મન પર પ્રભાવ પડવાના કારણે આપણા સ્વભાવમાં ઘણા બધા ફેરફાર પણ થાય છે.🍱 છાંદોગ્ય ઉપનિષદમાં આ બાબતે વિસ્તારપૂર્વક જણાવેલું છે. આ છાંદોગ્ય ઉપનિષદ સામવેદની તલવકાર શાખામાં આવે છે. આ રીતે છાંદોગ્યએ વેદનો જ એક ભાગ છે. ધંધુકા ઉપનિષદ 6, 5 અને 1 માં આ બાબત પર વિસ્તારપૂર્વક જણાવેલું છે. તેમાં જણાવ્યા અનુસાર આપણે જે ભોજન કરેલું હોય તેને ત્રણ ભાગોમાં વિભાજીત કરવામાં આવે છે. ભોજનનો નકામો કે  સ્થૂળ ભાગ મળ બની જાય છે મધ્ય ભાગનો રસ થઇ જાય છે અને સુક્ષ્મ ભાગનું મન બની જાય છે.

🍱 આ સાથે ઉપનિષદમાં વધુ જણાવતા કહ્યું છે કે “मन अन्नमय” છે. એટલે કે મન  અન્નનું બનેલું હોય છે. તેથી આપણે જેવો આહાર ગ્રહણ કરીએ છીએ તેનો પ્રભાવ મન પર પડે જ છે. આમ અન્નની શુદ્ધતાથી મનની પણ શુદ્ધતા થાય છે.

🍱 મિત્રો અન્નનો ઉદ્દેશ માત્ર સ્વાદ ઈન્દ્રીને તૃપ્ત કરવાનો જ નથી. સ્વાદ તો ખુબ જ ગૌણ વસ્તુ છે અન્નનો મુખ્ય ઉદ્દેશ તો શરીર અને મનને તંદુરસ્ત રાખવાનો છે. માટે દરેક વ્યક્તિએ ભોજન એવું જ ગ્રહણ કરવું જોઈએ કે જેથી આપણું શરીર અને મન બંને સારી રીતે પ્રભાવિત થાય. કહેવાય છે કે વ્યક્તિનું ભોજન જેવું હશે તેનું આચરણ પણ તેવું જ હશે.🍱 છાંદોગ્ય ઉપનિષદ અનુસાર જ્યારે ભોજન શુદ્ધ હોય છે ત્યારે મન પણ શુદ્ધ થઇ જાય છે અને સાથે જ મન નિર્મળ અને નિશ્ચયી પણ બને છે. આથી મનુષ્યને મોક્ષ પણ પ્રાપ્ત થાય છે. તેથી આપણે હંમેશા સાત્વિક આહાર લેવો જોઈએ.

🍱 અમેરિકામાં થયેલ શોધ અનુસાર ભોજન એ આપણા માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે. ડિપ્રેશન અને બીજા માનસિક રોગ એ પૌષ્ટિક આહારના અભાવના કારણે પણ થઇ શકે છે. અથવા તો કોઈ ખાવાની વસ્તુની એલર્જી હોય તો પણ માનસિક સમસ્યાઓ થાય છે. આ બાબતે વિશેષ શોધકર્તાઓ દ્વારા  ડિપ્રેશનથી પીડિત લોકો પર અમુક પ્રયોગ પણ કરવામાં આવ્યા હતા. તે પ્રયોગો પરથી જાણવા મળ્યું કે ડિપ્રેશન વાળા લોકોને ઘઉંની એલર્જી હતી. આમ મનથી સ્વસ્થ બનવું હોય તો દરેક પ્રકારના પોષકતત્વો મળી રહે તેવો સાત્વિક આહાર લેવો જોઈએ.

🍱 તો મિત્રો વેદ અને વિજ્ઞાન અનુસાર સ્વાદને વધુ પ્રાધાન્ય ન આપતા પૌષ્ટિકતા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જેથી તેનાથી શરીરની સાથે સાથે મન પણ તંદુરસ્ત રહે.👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
Image Source: Google

Leave a Comment