વિદેશોમાં પણ ગણેશજીનું છે મહત્વ, મુસ્લિમ દેશમાં પણ નોટ પર છે ગણપતિ બાપા, જાણો કેમ?

આપણે બધા જ જાણીએ છીએ કે આપણા હિંદુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવે તેમાં સૌથી પહેલા ગણેશજીનું પૂજન અથવા અર્ચન કરવામાં આવે છે. ત્યાર બાદ જ તમામ દેવી દેવતાને પૂજવામાં આવે છે. પરંતુ હાલમાં જ ગણેશજીના ઉત્સવની શરૂઆત થઇ છે અને બધા જ તેના રંગમાં રંગાય ગયા છે. પરંતુ આપણે ત્યાં ગણેશજીનું મહત્વ આદિકાળથી ચાલતું આવે છે અને બધા જ લોકો દ્વારા કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરે તેના પહેલા ગણપતિજીનું પૂજન અવશ્ય કરે છે.

પરંતુ મિત્રો આજે અમે એક વાત જણાવવા જઈ રહ્યા છે તે જાણીને એક પળ માટે તમને પણ કદાચ વિશ્વાસ ન આવે. પરંતુ તે વાત એકદમ સત્ય છે અને તેની વાસ્તવિકતાને આપણે સ્વીકારવી પણ પડે. આપણા દેશમાં ચલણી નોટ પર ગાંધીજીનો ફોટો જોવા મળે છે. પરંતુ આજે અને એક એવા મુસ્લિમ દેશની વાત તમને જણાવશું જ્યાં ચલણી નોટ પર ગણપતિ બાપાનો ફોટો જોવા મળે છે. પરંતુ મિત્રો આપણને આશ્વર્ય ત્યારે થાય છે કે એ દેશ પણ મુસ્લિમ દેશ છે અને આપણા હિંદુ દેવતાનો ફોટો તેમની ચલણી નોટ પર જોવા મળે છે. તો ચાલો જાણીએ કયો છે એ દેશ અને શા માટે તે પોતાની ચલણી નોટ પર આપણા ગણપતિ બાપનો ફોટો મુકે છે.

મિત્રો જે દેશની વાત તમને જણાવવા જઈ રહ્યા છે તે દેશનું નામ છે ઇન્ડોનેશિયા. આજે આખા વિશ્વમાં ઇન્ડોનેશિયા દેશ વિશ્વની સૌથી વધારે મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે. પરંતુ આ આખા મુસ્લિમ દેશની ચલણી નોટ પર આપણા હિંદુ ધર્મના ગણેશજી છે. આજે તે દેશમાં લગભગ 87.5 % લોકો ઇસ્લામમાં વિશ્વાસ રાખે છે. તમને જણાવી દઈએ કે આ દેશમાં માત્ર 3 % વસ્તી હિંદુની છે. આપણે ત્યાં 2000 ની ચલણી નોટ છે તેવી જ રીતે ત્યાં 20000 રૂપિયાની ચલણી નોટ છે અને ગણેશજીનો ફોટો તેના પર જ છાપવામાં આવ્યો છે.

ઇન્ડોનેશિયામાં ગણપતિજીને નોટ પર શા માટે છાપવામાં આવ્યા છે તેનું કારણ જાણીને પણ તમે હેરાન રહી જશો. કેમ કે આપણે ત્યાં ગણપતિજીને દરેક કાર્ય માટે શુભકર્તા માનવામાં આવે છે. તે રીતે ઇન્ડોનેશિયામાં ગણપતિજીને શિક્ષણના, કળાના અને વિજ્ઞાનના દેવતા માનવામાં આવે છે. લોકો તેને શિક્ષણ અને કળાના દેવતા તરીકે ત્યાં સ્થાન આપે છે. માટે ત્યાંની ચલણી નોટ પર ગણેશજીને છાપવામાં આવે છે.

ત્યાર બાદ બીજું પણ એક કારણ છે. ઇન્ડોનેશિયામાં થોડા વર્ષો પહેલા અર્થતંત્રમાં ખુબ જ મોટી ખામી આવી ગઈ હતી. ત્યાર બાદ ત્યાંના આર્થિક ચિંતકો દ્વારા વિચાર કરવામાં આવ્યો અને 20 હજાર રૂપિયાની નોટ ચલણમાં આવી. તે નોટ પર ભગવાન શ્રી ગણેશજીનો ફોટો લગાવવામાં આવ્યો. ત્યાર બાદ લોકોનું એવું માનવામાં આવી રહ્યું છે ગણપતિ દાદાના કારણે જ હાલમાં ત્યાંની અર્થવ્યવસ્થા મજબુત છે.

ત્યાં ચાલતી આ નોટનું દ્રશ્ય કંઈક આ રીતે છે. 20 હજાર રૂપિયાની નોટ પર સામેની બાજુ ભગવાન શ્રી ગણેશ છે અને નોટની પાછળના ભાગમાં એક ક્લાસરૂમનો ફોટો છે તેમાં બાળકો બેંચ પર અભ્યાસ પણ કરી રહ્યા હોય છે. તેમાં ઇન્ડોનેશિયાના પ્રથમ શિક્ષણમંત્રી પણ દેખાઈ રહ્યા છે એ ફોટોમાં. ઇન્ડોનેશિયા સૌથી પ્રથમ શિક્ષણમંત્રી હતા દેવાંત્રા. તેના સિવાય દેવાંત્રા ઇન્ડોનેશિયાની આઝાદીમાં પણ અહેમ ભૂમિકામાં રહ્યા હતા.

ઇન્ડોનેશિયામાં ઘણી જગ્યાઓ પર આપણા હિંદુ ધર્મના ચિન્હો જોવા મળે છે. ઇન્ડોનેશિયામાં આર્મીના શુભચિહ્ન તરીકે હનુમાનજી છે અને ત્યાના સૌથી પ્રમુખ અને પ્રખ્યાત પ્રવાસી સ્થળ પર અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમા લાગેલી છે. જેમાં ભગવાન શ્રી કૃષ્ણ રથ ચલાવી રહ્યા છે અને અર્જુન પાછળ બાણ ધરીને ઉભો છે.

Leave a Comment