છાશ કે મેળવણ વગર જ દહીં જમાવવા, અજમાવો આ 3 માંથી કોઈ પણ 1 ટેકનીક, ઓછા સમયમાં સરળ રીતે જામી જશે દહીં…

દહીં એવી ખાધવસ્તુ છે જે લગભગ દરેકને ખાવી ગમે છે અને પેટની ઘણી સમસ્યાઓ માટે દહીંનું સેવન અને ઉપયોગ ખુબ જ લાભકારી માનવામાં આવે છે. ઉનાળા અને ભેજવાળા વાતાવરણમાં દહીં ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. જો ઘરે દહીં જામી જાય તો તે પણ સારું માનવામાં આવે છે, પરંતુ ઘણા લોકોને લાગે છે કે તેમનાથી દહીં સારી રીતે જામતું નથી.

ભારતીય ભોજનમાં દહીંનું ખૂબ મહત્વ છે અને તેવામાં ઘરે બનાવેલા શુદ્ધ દહીંનો સ્વાદ સારો હોય છે. પરંતુ જો કોઈને દહીં સેટ કરવા માટે ખાટા અથવા સ્ટાર્ટર દહીં ન મળે તો શું ? દહીં બનાવવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે, દૂધમાં થોડું દહીં ઉમેરવું પરંતુ જો કોઈને થોડું દહીં પણ ન મળે અને તો પણ દહીં સેટ કરવા માંગે તો શું કરવું ? તો આજે આ લેખમાં અમે તમને તેની ટિપ્સ જણાવશું. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

લીલા મરચાની મદદથી જામાવો દહીં : તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ લીલા મરચાની મદદથી પણ દહીં બનાવી શકાય છે અને તેને ખાટા વગર દહીં જમાવવાની શ્રેષ્ઠ રીત માનવામાં આવે છે.

સામગ્રી : 1 લીલું મરચું, 1/2 કપ ઉકાળેલું ફુલ ક્રીમ દૂધ.
પદ્ધતિ : સૌ પ્રથમ, ધ્યાન રાખો કે લીલા મરચાને આખું જ ઉપયોગમાં લેવાનું છે. દાંડી સાથે તમને લીલા મરચાની જરૂર પડશે કારણ કે તેના ઉત્સેચકો દહીં બનાવશે. પહેલેથી ઉકાળેલું દૂધ ફરી થોડું ગરમ કરો. જેમ કે હાથથી સ્પર્શ કરવામાં આવે ત્યારે તે સહેજ ગરમ લાગે અને પીવા યોગ્ય હોય. હવે તેને કાચના વાસણમાં રાખો (સ્ટીલ કરતાં દહીં કાચમાં વધુ સારી રીતે સેટ થાય છે.)

આ દૂધમાં મરચાંને સંપૂર્ણપણે ડુબાડી દો અને તેને 10 થી 12 કલાક માટે ભેજવાળી જગ્યાએ ઢાંકીને રાખો. ત્યાર પછી તમારૂ ખાટું દહીં જામી જશે અને તેને સામાન્ય દૂધમાં ઉમેરીને, તમે તમારા પોતાના હિસાબે દહીં બનાવી શકો છો. તેનો ઉપયોગ માત્ર દહીં જમવવા માટે કરો કારણ કે તે શુદ્ધ દહીં હશે અને તદ્દન ખાટું હશે.

લાલ મરચાથી જામાવો દહીં : જો તમને ખાટું દહીં જોઈએ છે અને કઢી વગેરે બનાવવા માટે ઉપયોગમાં લેવાતું દહીં બનાવવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરો.

સામગ્રી :  3 થી 4 સૂકા લાલ મરચા, 1 કપ ફુલ ક્રીમ દૂધ.

પદ્ધતિ : આ પદ્ધતિમાં પણ તમારે પહેલાની જેવી જ રીત અનુસરવી પડશે. 10 થી 12 કલાક પછી તમને દહીં મળશે. જો કે, જો તેનો ઉપયોગ જામાવવા માટે પણ કરવામાં આવે તો તે શ્રેષ્ઠ રહેશે. તમે તેનો ઉપયોગ કઢી વગેરે બનાવવા માટે કરી શકો છો.

લીંબુની મદદથી, દહીં માટે બનાવો ખાટું ક્રીમ : આ પ્રકારના દહીંને સામાન્ય રીતે વાપરવાને બદલે, તેને દહીં માટે ખાટા તરીકે ઉપયોગ કરો. આ રીતે તૈયાર કરેલા ખાટામાંથી તમને ખુબ જાડું દહીં મળશે.

સામગ્રી : 1/2 કપ ફુલ ક્રીમ દૂધ, 1 ચમચી લીંબુનો રસ.
પદ્ધતિ : પહેલા દૂધને સારી રીતે ઉકાળો, અને તેને ધીમી આંચ પર ઉકાળો. તેને ઠંડુ કરો અને પછી જ્યારે તે હૂંફાળું થઈ જાય, ત્યારે તેમાં લીંબુનો રસ ઉમેરો, તેને ઢાંકીને 10 થી 12 કલાક માટે રાખો. ત્યાર પછી, દહીંની મદદથી તમને જે દહીં મળશે, તેને તમે નવું દહીં સેટ કરવા માટે રાખો.

જો કે આ ત્રણેય પદ્ધતિઓમાં અંતિમ ઉત્પાદન દહીં હશે, પરંતુ જો તમે ખાટા ક્રીમમાંથી બનેલા દહીંનો ઉપયોગ કરો છો, તો તે ખુબ સારું રહેશે. આમ કરવાથી તમને સંપૂર્ણ જામેલું દહીં મળશે. હોમમેડ સ્ટાર્ટર દહીંનો સ્વાદ સામાન્ય દહીંથી અલગ હશે અને તમે ત્રણેય પદ્ધતિઓના સ્વાદમાં તફાવત સમજી શકશો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment