5 મિનીટમાં આવી જશે ઘસઘસાટ ઊંઘ, દવાઓ કરતા પણ વધુ અસરકારક છે આનું સેવન

શું તમને રાત્રે સારી નિંદર નથી આવતી ? જો રાત્રે 1 વાર જાગી ગયા પછી તમને બીજી વાર ઊંઘ આવતી નથી ? તમે ચાહતા ન હોવા છતાં પણ સવારે વહેલું ઉઠી જવાય છે ? જો આ સમસ્યા તમને કેટલાક દિવસો, અઠવાડિયાઓ અથવા તો લાંબા સમય સુધી રહે છે, તો તમે અનિંદ્રાના શિકાર થઈ ચૂક્યા છો.

સાચે જ ઊંઘ ન આવવી એ આજે એક સામાન્ય વાત થઈ ગઈ છે અને ગાઢ નિંદર કરવા માટે આજે મહિલાઓ ગોળીઓ ખાય છે. પરંતુ શું તમે જાણો છો કે ઊંઘની ગોળી ખાવાથી કેટલીક સાઈડ ઇફેક્ટ પણ થાય છે. આથી જો તમારી ઊંઘ પૂરી ન થતી હોય તો પણ તમારે ઊંઘ લાવવા માટેની ગોળી ન ખાવી જોઈએ.જો તમને પણ રાત્રે ગાઢ ઊંઘ થતી નથી તો હવેથી તમારે ઊંઘ લાવવા માટે ઊંઘની ગોળીઓ ખાવાની જરૂર નથી. કારણ કે, ઊંઘને લાવવા માટે આયુર્વેદિક ઉપાય છે જે ઉપચારને તમે અજમાવીને ઊંઘ પૂરી શકો છો. આ આયુર્વેદિક ઉપાયને અજમાવીને તમને ફક્ત 5 મિનિટમાં જ સારી ઊંઘ આવી જશે. આ ઉપાયની સૌથી સારી વાત તો એ છે કે, તેને લેવાથી તમારા શરીરમાં કોઈ પણ સાઈડ ઇફેક્ટ પણ નહીં થાય અને ખુબ જ સસ્તો અને સરળ ઉપાય છે. તો આવો જાણીએ કે ઊંઘ લાવવા માટે એવા ઘરેલું ઉપાય કે જેને લેવાથી તમને ફક્ત 5 મિનિટમાં જ સારી ઊંઘ આવી જશે.

ઊંઘ લાવવા માટેના ઉપાય : અશ્વગંધા અને સર્પગંધાને બરાબર માત્રામાં લઈને તેનું ચૂર્ણ બનાવો. રાત્રે સૂતા પહેલા ચારથી પાંચ ગ્રામ ચૂર્ણ 1 ગ્લાસ પાણીની સાથે લો. આ આયુર્વેદિક દવાથી તમને સારી અને ઊંડી ઊંઘ આવશે.અશ્વગંધા અને સર્પગંધા જ શા માટે ? : પ્રાચીનકાળથી અશ્વગંધા એ સ્વાસ્થ્ય માટે ખુબ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. આ ઔષધિયોમાં ઉપયોગ કરવામાં આવતું એક વૃક્ષ છે. તે આપણા શરીરમાં તંદુરસ્તી લાવે છે. અશ્વગંધાને એક ટોનિક કહેવામાં આવે છે, કારણ કે તે શારીરિક ક્ષમતા અને ઉપચારમાં વધારો કરે છે. અશ્વગંધાને અંગ્રેજીમાં ભારતીય જિનસેંગ કહેવામાં આવે છે.

અશ્વગંધાનું ઝાડ અને તેના ઔષધિય ગુણધર્મોને બંનેને પરંપરાગત ચાઇનીઝ ચિકિત્સા અને આયુર્વેદમાં બંનેમાં તેનું વર્ણન કરવામાં આવ્યું છે. અશ્વગંધાએ કુદરતી રીતે આપેલું એક એવું વરદાન છે, જેને આપણે કેટલીક પ્રકારની બીમારીને અને બ્યુટી બનાવવાના પ્રોડક્ટમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. તણાવ, ચિંતા, થાક, અનીન્દ્રા જેવી સમસ્યાઓ દૂર કરવા માટે અશ્વગંધાનો ઉપયોગ કરવા આવે છે. આ સ્ટ્રેટ હાર્મોન કોર્ટિસોલના લેવલને ઓછું કરે છે, જેથી તણાવ ઓછો થાય છે.જે પણ મહિલાઓને ઊંઘ ઓછી આવતી હોય તેના માટે ભારતીય સર્પગંધા એક સરળ ઉપાય માનવામાં આવે છે. ભારતીય સર્પગંધાને સારી ઊંઘ કરવા માટે, મનને શાંત કરવા માટે અને શરીરને આરામ આપવા માટે ખુબ જ સારું માનવામાં આવ્યું છે. આ થાક, અનિંદ્રા તેમજ તણાવમાં જે  મહિલાઓ છે તેના માટે આ ઉપાય ખુબ જ સારો છે અને તેનું સેવન કરવાથી કામ કરવાની શક્તિ પણ વધે છે.

આ સિવાય તમારે સૂતા પહેલા હાથ-પગને સારી રીતે સાફ કરવા જોઈએ અને તમારા પગના તળિયાની મસાજ પણ જરૂરથી કરવી જોઈએ. તેનાથી તમારા શરીરનું બ્લડ સર્ક્યુલેશન પણ સારું થશે અને થાક પણ દૂર થશે. રોજ રાત્રે સૂતા પહેલા પગના તળિયાની મસાજ કરવાથી ઊંઘ સારી આવે છે અને અનિંદ્રાની સમસ્યાથી મુક્ત થવાય છે.જો કે આ ઉપાયને પૂરી નેચરલી રીતથી જ બનાવવામાં આવ્યો છે છતાં પણ તમારે કોઈ નિષ્ણાંતની સલાહ જરૂરથી લેવી જોઈએ. કારણ કે દરેકની બોડી એક સરખી હોતી નથી. દરેકની તાસીર અલગ-અલગ હોય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

3 thoughts on “5 મિનીટમાં આવી જશે ઘસઘસાટ ઊંઘ, દવાઓ કરતા પણ વધુ અસરકારક છે આનું સેવન”

Leave a Comment