વરસાદની મોસમમાં ખરતા વાળ અટકાવવા… લગાવી દો આ સસ્તું હેર ઓઈલ, વાળ થઈ જશે એકદમ ઘાટા, લાંબા અને એકદમ મજબુત…

મિત્રો, સુંદર અને લાંબા વાળ દરેક વ્યક્તિ ઈચ્છે છે. અને વાળ સુંદર અને લાંબા કરવા માટે તેઓ અનેક મુક્સાઓ અપનાવે છે. પણ વાળ નથી સુંદર બનતા કે નથી લાંબા થતા. વાળને સુંદર અને લાંબા કરવા માટે અનેક આયુર્વેદિક તેમજ કોસ્મેટીક નો ઉપયોગ બધા કરે છે, પણ વાળ લાંબા થવા ને બદલે ખરાબ તેમજ સુકા થવા લાગે છે. વાળની સૌથી ખરાબ દશા ત્યારે થાય છે જયારે વરસ્દના પાણીમાં તે પલળે છે. આથી જ જો તમે પણ વરસાદના પાણીથી વાળ ખરાબ થવાની બીક રહેતી હોય તો એક વખત આ 5 ઓર્ગેનિક હેર ઓઈલ અપનાવી જુઓ.

વરસાદના પાણીમાં વાળ ખરવાની સમસ્યા આજે ઘરે ઘરે જોવા મળે છે. આ ઉપરાંત માણસની દરરોજની લાઈફ સ્ટાઈલ, પ્રદુષણ, તેમજ ખાવા પીવામાં ફેરફારને લીધે પણ વાળ ખરાબ થતા હોય છે. આ સિવાય ઘણીવખત કેમિકલ યુકત ઓઈલ અને શેમ્પુને લીધે પણ વાળ કહ્રબ થતા હોય છે. પણ તેલ એ વાળને મજબુતી આપે છે. તેમજ તેલ દ્રારા વાળાને પોષણ મળે છે. આથી વાળ ખરવાની સમસ્યા ઓછી રહે છે. આથી જો તમે ઓર્ગેનિક ઓઈલનો ઉપયોગ કરો છો તો તે વાળ માટે ખુબ સારું છે. ચાલો તો આ ઓર્ગેનિક ઓઈલ વિશે જાણી લઈએ. 

ઓર્ગેનિક હિબીસ્કસ, આંબળા અને ભૃંગરાજ ઓઈલ : આ એવા પ્રકારના ઓઈલ છે જે વાળને જડ થી મજબુત બનાવે છે, સાથે સમય થી પહેલા જે લોકોના વાળ સફેદ થઈ જાય છે તેનાથી રક્ષણ આપે છે. ભૃગુરાજ ઓઈલએ વાળની ગહેરાઈ સુધી પહોચે છે, આથી તે લોહીની સર્ક્યુલેશન વધારે છે અને વાળનો ગ્રોથ વધે છે. જયારે આંબળામાં એન્ટી ઓક્સી ડેંટ મળે છે જે વાળને ડેન્ડ્રફ થી દુર રાખે છે. જયારે ઓર્ગેનિક હિબીસ્કસ માં વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. 

કોલ્ડ-પ્રેસ્ડ આર્ગન ઓઈલ : આ ઓઈલ એ દુનિયાનું સૌથી રેયર ઓર્ગેનિક ઓઈલ છે, જેને લીક્વીડ ગોલ્ડ ના નામે પણ ઓળખવામાં આવે છે. આ ઓઈલમાં ભરપુર માત્રામાં વિટામીન ઈ, ખનીજ, એન્ટી ઓક્સીડેંટ, ફાઈટોસ્ટેરોલ એસેશીયલ ફેટી એસીડ મળે છે. જે વાળને ખુબ જ મજબુત બનાવે છે. આ ઓઈલ એ કોલ્ડ-પ્રેસ્ડ ઓઈલ હોય છે, જેમાં બીજું કાઈ ભેળસેળ કરવામાં નથી આવતું. 

ઓર્ગેનિક બદામનું તેલ : બદામના તેલમાં પોષક તત્વોનું પ્રમાણ વિપુલ હોય છે જેને કારણે વાળ અંદરથી મજબુત બને છે. આમ ઓઈલમાં ભરપુર માત્રામાં વિટામીન, એ, બી1, બી2, બી6, વિટામીન ઈ, એસેશીયલ ફેટી એસીડ હોય છે, જે વાળની જડ સુધી પહોચી વાળને પોષણ આપવાનું કામ કરે છે. આથી વાળનો ગ્રોથ વધે છે. 

પંપકીન સીડ ઓઈલ : આ ઓઈલમાં જીંક, મેગ્નેશિયમ વિપુલ માત્રામાં મળે છે. જીંક એ વાળને લાંબા બનાવે છે, વાળનો ગ્રોથ વધારે છે. આ ઓઈલ ખુબ પૌષ્ટિક ઓઈલ છે. તે વેજીટેબલ પ્રોટીનથી ભરપુર હોય છે. પંપકીન સીડ ઓઈલમાં ગામા-ટોકોફેરોલ અધિક માત્રામાં હોય છે. 

ઓર્ગેનિક લેવેંડર અને સેજ હેયર ઓઈલ : આં ઓઈલ વાળમાં રક્ત પ્રવાહને વધારે છે અને વાળના વિકાસ કરવામાં મદદ કરે છે. આ ઓઈલ વાળની ખરવાની સમસ્યાને દુર કરે છે. તેમજ આ ઓઈલમાં પુષ્કળ માત્રામાં પોષક તત્વો રહેલા જે વાળને મજબુત કરવામાં મદદ કરે છે. વાળને તે જડ સુધી પોષણ પ્રદાન કરે છે. 

Leave a Comment