ભાલકાતીર્થ: રાજભા અને માયાભાઈના ડાયરામાં કલાકમાં લાખોનો વરસાદ… પૈસા ગણવા મશીન મુકવા પડયા

મિત્રો આપણા ગુજરાત અને સૌરાષ્ટ્રને ધન્ય ધરા કહેવામાં આવે છે. આ ધન્ય ધરામાં ખુબ જ મોટા મોટા સંતો અને વીરો થઇ ગયા છે. જેની ગાથાઓ આજે પણ ઇતિહાસમાં જોવા મળે છે. તો આજે અમે તમને હાલમાં થયેલા એક કાર્યક્રમની વાત આ લેખમાં જણાવશું. મિત્રો આપણા સૌરાષ્ટ્રમાં લોક ડાયરા અને ભજનની જમાવટ અનેક જગ્યાએ થતી હોય છે. પરંતુ આપણા ગુજરાતમાં જ્યાં જ્યાં ભજન અને લોકડાયરા થાય ત્યાં લગભગ લોકો ભોર રૂપે પૈસા વરસાવતા હોય છે. તો આજે અમે તમને હાલમાં થયેલા એક પ્રોગ્રામ લોકોએ ખુબ જ પૈસાનો વરસાદ કર્યો હતો. 

પરંતુ મિત્રો આં પ્રોગ્રામમાં ખાસ વાત તો એ હતી કે, ત્યાં લોકોએ એટલા પૈસાનો વરસાદ કર્યો હતો કે આખું સ્ટેજ પૈસા પૈસા  થઇ ગયું હતું. આ પ્રોગ્રામમાં લોકો દ્વારા થોડી ક્ષણોમાં જ લાખો રૂપિયાનો વરસાદ કરી દીધો હતો. તો ચાલો જાણીએ તેના વિશે વિશેષ માહિતી. 

મિત્રો આ લોકડાયરો વેરાવળના ભાલકાતીર્થમાં યોજાયો હતો. જેનું આયોજન આહીર સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં કલાકાર તરીકે માયાભાઈ આહીર અને રાજભા ગઢવી હતા. જેમણે લોકગીતો શરૂઆત કરી અને આહીર સમાજ દ્વારા માત્ર એક જ કલાકની અંદર લાખો રૂપિયાનો વરસાદ કરી દીધો હતો. પરંતુ એટલા બધા પૈસાનો વરસાદ કરવામાં આવ્યો હતો કે આખું સ્ટેજ પણ નોટોથી ભરાય ગયું હતું. જેને ગણવા માટે પણ મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. 

ભાલકાતીર્થ વેરાવળમાં આવેલું છે. જ્યાં ભાલકાતીર્થ મંદિર આવેલું છે અને તેમાં સુવર્ણ શિખર અને ધર્મધજાનો ત્રણ દિવસીય કાર્યક્રમ  યોજવામાં આવ્યો હતો. પરંતુ આ મહોત્સવના છેલ્લા દિવસ નિમિતે રાત્રીના લોકડાયરાનું આયોજન કારવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના નામી કલાકાર હતા.  લોક ગાયક રાજાભા ગઢવી, માયાભાઈ આહીર અને તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય અને આહીર સમાજના પ્રમુખ ભગવાન બારડ, ત્યાર બાદ રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર પર પણ લોકોએ પૈસાનો વરસાદ કર્યો હતો. આ કાર્યક્રમમાં લોકો દ્વારા ખુબ જ પૈસાનો વરસાદ કરવામાં આવ્યો હતો. જેને જોઇને લોકો આભા બની ગયા હતા. 

https://www.youtube.com/watch?v=K9yIHZBf5eg

પરંતુ મિત્રો આ ડાયરામાં એક નવી વાત પણ સામે આવી હતી. જેમાં કેનેડામાં રહેતા આશિષ જાલોન્દ્રા નામના એક વ્યક્તિએ ઓનલાઈન ડોલર પણ નોંધાવ્યા હતા. આ મહોત્સવમાં આખા ગુજરાતના દરેક ખૂણેથી આહિર સમાજ આવ્યો હતો અને ડાયરામાં હજારોની સંખ્યામાં લોકોની હાજરી જોવા મળી હતી. આ રૂપિયાના વરસાદની શરૂઆત ભગવાન શ્રી કૃષ્ણના નામ પર કરવામાં આવી હતી, જે એક કલાકમાં લાખોની રકમ સુધી પહોંચી ગઈ હતી.

https://www.facebook.com/103769791001523/videos/1947904595312851/

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment