મિત્રો ઘણા એવા શેર હોય છે જે રોકાણકારોને ટૂંકમાં મોટો નફો આપતા હોય છે. આજે અમે તમને એક એવા શેર વિશે જણાવશું જેણે છેલ્લા એક જ મહિનામાં રોકાણકારોને 43% ટકાનું માલદાર રિટર્ન આપ્યું. જો એક વર્ષની વાત કરવામાં આવે તો એ શેરે રૂપિયા ડબલ કરી નાખ્યા હતા. તો ચાલો જાણીએ એ કંપનીનું નામ અને શેર વિશે.
માલદાર રિટર્ન આપનાર એ કંપનીનું નામ છે Tega Industries. આ કંપની માઈનિંગ સેક્ટર ફિલ્ડ સાથે જોડાયેલી છે. જેની સ્થાપના કોલકાતામાં 47 વર્ષ પહેલા કરવામાં આવી હતી. હાલમાં આ કંપની 70 થી વધારે દેશોમાં પોતાનો ધરાવે છે. આ કંપની પાસે લગભગ 700 જેટલા ગ્રાહકો છે. હાલમાં જાન્યુઆરીથી માર્ચ સુધી ત્રિમાસિક સમયગાળામાં આ કંપનીએ ખુબ જ સારું પરિણામ આપ્યું છે. તેમજ આ કંપની માટે એક વધુ સારા સમાચાર આવ્યા જેના કારણે આ કંપનીના શેરમાં ખુબ જ તેજી જોવા મળી છે.

નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) આ કંપની ટ્રિબ્યુનલ છે તેમજ કાયદાકીય સત્તા ધરાવે છે. તો આ કંપની દ્વારા Tega Industries ને કોર્પોરેટ રીસ્ટ્રક્ચરિંગ માટે પરવાનગી આપવામાં આવી છે. જેના કારણે અનેક કંપનીઓના ભાગીદારીના દાયરામાં ફેરફાર થઈ શકે. Tega Industries કંપનીનું કહેવું છે કે, આ નિર્ણયથી કંપનીમાં વધુ ગ્રોથ આવશે અને વેગ પણ આવશે.
Tega Industries કંપનીના શેરના પર્ફોર્મન્સની જો વાત કરીએ તો ગત એક જ મહિનામાં અધધધ રિટર્ન એટલે 43% જેટલું રિટર્ન આપ્યું છે. અને ત્રણ મહિનાની વાત કરીએ તો 50% જેટલું રિટર્ન આપ્યું. પરંતુ જો વર્ષ અનુસાર 2023 ની શરૂઆતથી આજ સુધીના રિટર્નનો રિપોર્ટ જોઈએ તો 65% જેટલું દમદાર રિટર્ન રોકાણકારોને મળ્યું છે.
છેલ્લા એક વર્ષમાં આ કંપનીએ છપ્પરફાડ રિટર્ન આપ્યું છે. જેને આંકડામાં જોઈએ તો 110% વળતર આ શેરથી મળ્યું છે. માત્ર 1 વર્ષમાં રોકાણકારોના રૂપિયા સીધા જ ડબલ કરી દીધા. પરંતુ હવે નવી મંજુરી મળ્યા બાદ આ કંપનીના શેરમાં ભારે તેજી જોવા મળી. જેનાથી રોકાણકારોને હજુ ડબલ ફાયદો થઈ શકે છે.

એક નજર જો આપણે Tega Industries ના ફંડામેન્ટલ પર કરીએ તો આર્થિક વર્ષ 2021-22 ના જાન્યુઆરી-માર્ચ ના ત્રણ મહિનાના સમયગાળાની સરખામણીમાં આર્થિક વર્ષ 2022-23 ના જાન્યુઆરી-માર્ચ ત્રણ મહિનાના સમયગાળામાં કંપનીનો નફો 48.8 કરોડ રુપિયામાંથી 77.2 કરોડ રુપિયા વધી ગયા છે. એટલે કે વર્ષ દિવસના સમયગાળામાં કંપનીની આવકમાં જબરદસ્ત વધારો થયો છે. આંકડા અનુસાર 290 કરોડ રુપિયાથી વધીને 396.4 કરોડ રૂપિયા સુધી પહોંચી નફો પહોંચી ગયો છે.
તેમજ કંપનીનો કાર્યકારી નફો જોઈએ તો તેમાં પણ 68.8 કરોડ રુપિયાથી વધીને 102.7 કરોડ રુપિયા થઈ ગયો છે. કાર્યકારી નફો 23.7% થી વધીને 26% પર પહોંચી ગયો છે. ગત ત્રણ મહિનાના સમયગાળામાં પ્રમોટર્સની ભાગીદારીમાં ખાસ તફાવત જોવા મળ્યો નથી. માર્ચ ત્રણ મહિનાના સમયગાળામાં 79.10% હતો.
તેમજ FII એટલે કે વિદેશી સંસ્થાગત રોકાણકારોની ભાગીદારી પણ 2.40% થી વધુ ઉપર રહી છે. તેમજ DII એટલે કે સ્થાનિક સંસ્થાગત રોકાણકારો સતત 5 ત્રિમાસિક સમયગાળાથી આ શેરની ખરીદી કરી રહ્યા છે. માટે આ શેર પર રોકાણકારો માલામાલ થઈ શકે છે. જો તમે ઈચ્છો તો પણ આ શેર પર રોકાણ કરી શકો છો.
(શેર માર્કેટની આ માહિતી નિષ્ણાંતો પ્રમાણેની છે, જેની અમે કોઈ જવાબદારી લેતા નથી. માટે રોકાણ કરતા પહેલા શેરની પૃષ્ટિ ગ્રાહકે કરી લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી