આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..

મિત્રો આપણા પેટ માટે પપૈયા ખુબ જ સ્વાસ્થ્યપ્રદ માનવામાં આવે છે. તેનાથી શરીરને ઘણા ફાયદા થાય છે. પરંતુ આપણે બધા પપૈયા ખાઈને તેના બીજ ફેંકી દઈએ છીએ. કેમ કે આપણે નથી જાણતા પપૈયાના બીજથી આપણા શરીરને શું ફાયદો થાય છે. તમને જાણીને આશ્વર્ય થશે કે પપૈયાના બીજમાં કેન્સર વિરોધી ગુણ હોય છે. જેનાથી કેન્સર જેવી બીમારીનો ખતરો ટાળી શકાય છે. તો ચાલો જાણીએ પપૈયાના બીજના ચોંકાવનારા ફાયદા.

પોષણ : પપૈયામાં જે રીતે પોષણ હોય છે એવી જ રીતે તેના બીજમાં પણ ભરપુર માત્રામાં પોષણતત્વ હોય છે. પપૈયાના બીજમાં પોલીફેનોલ્સ અને ફ્લેવોનોઈડ ખુબ જ પ્રમાણમાં હોય છે. પપૈયાના બીજમાં રહેલ એન્ટીઓક્સીડેંટ સ્વાસ્થ્યને સુધારવામાં ખુબ જ મદદરૂપ સાબિત થાય છે. મોનોઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ હોય છે જે ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ખુબ જ કારગર છે. પપૈયાના બીજમાં ભરપુર માત્રામાં ફાઈબર હોય છે. જે શરીર માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.

ઇન્ફેકશન : પપૈયાના બીજની અંદર એવા પોષકતત્વો મળી આવે છે જે આપણા શરીરમાં થતા ઇન્ફેકશન સામે લડે છે, તેમજ તેને રોકવામાં પણ ખુબ જ કારગર રીતે કામ આપે છે. અધ્યયનમાં સામે આવ્યું છે કે, પપૈયાના બીજમાં ફૂગ અને પરજીવીઓને ખતમ કરવાના ગુણો રહેલા હોય છે. જેના પર વધુ અધ્યયન પણ કરવામાં આવી રહ્યું છે.

પાચન : શરીરમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય તો પાચનતંત્ર સુધારવામાં મદદ મળે છે. તો તેના માટે પપૈયાના બીજ ખુબ જ કારગર છે. પપૈયાના બીજમાં ભરપુર માત્રામાં ફાઈબર હોય છે જે આપણા પાચનતંત્રને સુધારે છે. જો નિયમિત સીમિત માત્રામાં પપૈયાના બીજનું સેવન કરો તો પાચનક્રિયા એકદમ સ્વસ્થ રહે છે. પપૈયું પણ પાચનતંત્ર સુધારવામાં મદદ કરે છે.

કિડની : સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે કિડની ખુબ જ મહત્વપૂર્ણ યોગદાન આપે છે. કિડની શરીરમાં રહેલ વધારાના પ્રવાહી તેમજ કચરાને બહાર કાઢી નાખે છે. સંશોધનમાં એવું પણ જાણવા મળ્યું કે, પપૈયાના બીજનું સેવન કિડનીનું સ્વાસ્થ્ય સુધારવામાં મદદરૂપ થાય છે. જો કે આ વિશે પણ વધુ અધ્યયન કરવામાં આવી રહ્યું છે.

કેન્સર : પપૈયાના બીજમાં વધુ માત્રામાં પોષકતત્વો અને એન્ટીઓક્સીડેંટ હોય છે. અમુક અધ્યયનમાં એવું પણ સામે આવ્યું કે, પપૈયાના બીજમાં એન્ટિ-કાર્સિનોજેનિક ગુણ હોય છે. ટેસ્ટ ટ્યુબના અધ્યયનમાં એવું જાણવા મળ્યું કે, પપૈયાના બીજ બળતરા અને કેન્સરના વિકાસ સામે લડીને રક્ષણ કરે છે. તો આવી રીતે પપૈયાની સાથે સાથે પપૈયાના બીજ પણ અગણિત લાભો આપે છે અને અને રીતે ફાયદો કરે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment