આજકાલ લગભગ લોકો લોન લેતા હોય છે. કોઈએ હોમ લોન લીધી હોય, તો કોઈએ કાર લોન લીધી હોય, તો કોઈએ પર્સનલ લોન લીધી હોય, તો કોઈએ ઘરેલું સમાન માટે પણ લોન લીધી હોય. આજકાલ આપણે જોઈએ છીએ કે લગભગ બધી જ વસ્તુ લોન પર મળી રહે છે. જો તમે લોન લીધી હોય તો અને તમે ઈચ્છો કે ભવિષ્યમાં પણ તમને બેંક તરફથી લોન લેવામાં કોઈ પરેશાની ન થાય, તો તમારે અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જો તમે કોઈ ગફલત કરી તો લોન લેવાના રસ્તા બંધ થઈ જશે.
આજના સમયમાં લોન લેવા માટે ક્રેડિટકાર્ડ ખુબ જ જરૂરી થઈ ગયું છે. સારો ક્રેડિટ સ્કોર વાળા ગ્રાહકોને બેંક હાથોહાથ લોન આપે છે. સાથે જ વ્યાજ પણ તેની પાસેથી ઓછું લે છે. પરંતુ જેનો સ્કોર લો હોય તેને લોન આપવામાં બેંક આનાકાની કરે છે. પરંતુ જો કોઈ બેંક લોન આપવા માટે રાજી પણ થઇ જાય તો તેની વ્યાજદર ખુબ જ વધુ હોય છે.
ક્રેડિટ સ્કોરમાં કોઈ પણ વ્યક્તિની શાખાની સંક્ષિપ્તમાં જાણકારી હોય છે. તેનાથી જાણવા મળે છે કે, વ્યક્તિએ પોતાની લોન અને ક્રેડિટ કાર્ડના ડ્યુઝને જવાબદારીપૂર્ણ મેનેજ કર્યો છે. ઘણા લોકો અજાણતા પણ અમુક ભૂલ કરી નાખતા હોય છે, જેનાથી તેનો ક્રેડિટ સ્કોર ઓછો થઈ જાય છે. તો આજે આ લેખમાં અમે એવી કોમન ભૂલો વિશે જણાવશું જેનાથી લોન લેવામાં મુશ્કેલી પડે છે. જે ભવિષ્યમાં આપણા માટે નુકશાનકારક સાબિત થાય છે.
1 ) લોન લીધા બાદ તેનો હપ્તો સમયે જમા ન કરવો એ તમારા ક્રેડિટ સ્કોરને ગંભીર રીતે નુકશાન કરે છે. EMI ડિફોલ્ટ તમારા ક્રેડિટ રિપોર્ટમાં રેકોર્ડ કરવામાં આવે છે અને વારંવાર ડિફોલ્ટ તમારા ક્રેડિટ સ્કોરને એટલો ખરાબ કરી નાખે છે કે, તેને સુધારવો ખુબ જ મુશ્કેલ થઈ જાય છે. એટલા માટે લોનના હપ્તા ચુકવવામાં ગફલત ન કરવી જોઈએ.
2 ) અમુક લોકો પોતાના ક્રેડિટ કાર્ડની લિમીટનો પૂરો ઉપયોગ વારંવાર કરતા હોય છે. તેનાથી ક્રેડિટ સ્કોરની સ્થિતિ ખરાબ રીતે બગડે છે. ક્રેડિટ લિમીટનો પૂરો ઉપયોગ થવાથી ક્રેડિટ યુટીલાઈજેશન રેશ્યો વધી જાય છે. ક્રેડિટ સ્કોરિંગ એજન્સીઓ ક્રેડિટ યુટિલાઈજેશન રેશ્યો નિર્ધારિત કરે છે. તેનાથી કાર્ડધારકના લોન લેવામાં અથવા ઉધાર લેવામાં ખબર પડે છે. જો વારંવાર ક્રેડિટ બેલેન્સ ઝીરો કરી નાખે છે તો તેવામાં એવા કસ્ટમરને ક્રેડિટ લિમીટ બેંક ઓછી પણ કરી દે છે.
3 ) અમુક લોકો પોતાના ક્રેડિટકાર્ડને બંધ કરાવી દેતા હોય છે. તેને એવું લાગે છે કે હવે કાર્ડની જરૂર નથી તો કાર્ડને બંધ કરાવી દે છે. મોટાભાગના લોકો એવું માને છે કે ક્રેડિટકાર્ડ બંધ કરવાથી ક્રેડિટ સ્કોર પર અસર નથી પડતી. પરંતુ એવું નથી હોતું. જો તમે ક્રેડિટકાર્ડ બંધ કરો છો તો તમારી ગ્રોસ ક્રેડિટ લિમીટ ઓછી થઈ જાય છે, સાથે તમારો ક્રેડિટ યુટિલાઈજેશન રેશ્યો પણ વધી જાય છે. જે તમારા ક્રેડિટ સ્કોરને નુકશાન કરે છે.
4 ) આજકાલ પર્સનલ લોન આસાનીથી મળી જાય છે. જેનો ક્રેડિટ સ્કોર સારો હોય છે તેને બેંક હાથોહાથ લોન આપી દે છે. પરંતુ એ જાણીને તમને હેરાની થશે કે વધુ અન-સિક્યોર લોન લેવાથી પણ તમારો ક્રેડિટ સ્કોર ખરાબ થાય છે. એટલા માટે જરૂરિયાત વગર આ લોન ન લેવી જોઈએ.
5 ) એક ક્રેડિટ રિપોર્ટમાં તમારી ક્રેડિટ હિસ્ટ્રી પણ શામિલ હોય છે. ઘણા લોકો તેને ચેક નથી. તેમાં ખોટી જાણકારી એડ થવા પડે ક્રેડિટ સ્કોર ઓછો થવા લાગે છે. મોટાભાગે જે ભૂલ આમાં થાય છે તે છે લોન રી-પેમેન્ટ બરોબર રીતે એડ ન થવું. એટલા માટે તમારે નિયમિત રીતે તપાસ કરવી જોઈએ અને કોઈ ખોટી જાણકારી દર્જ કરે તો તેને ઠીક કરવું જોઈએ.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી