ઉડાન ભર્યાના 3 મિનિટ પછી જ પ્લેન ક્રેશ, ઈરાનના 82 અને કેનેડાના 63 લોકો સહિત 176 લોકોના મોત.

મિત્રો લગભગ સવારના 6 વાગીને 15 મિનીટ આસપાસ લગભગ ઈરાનના તેહરાન પાસે ઈમામ ખેમોની એરપોર્ટ પર ઉડાન ભર્યા બાદ બોઈંગ 737 વિમાન ક્રેશ થઇ ગયું હતું. મિત્રો આ ઘટના ખુબ જ દુઃખદ બની હતી. કેમ કે આ ઘટનામાં 176 લોકોનું દેહાંત થયું છે. ઈરાનની ફોર્સ ન્યુઝ એજન્સીએ જણાવ્યું તે અનુસાર, બોઈંગ 737 વિમાન ઉક્રેનનું હતું. કોઈ ટેકનીકલ ખામી હોવાના કારણે ટેક ઓફ થયા બાદ તરત જ આ પ્લેન ક્રેશ થઇ ગયું હતું. તેમાં મુસાફરી કરી રહેલા બધા જ મુસાફરોનું મૃત્યુ થઇ ગયું હતું. જાણકરી અનુસાર તેમાં 82 લોકો ઈરાનના અને 63 લોકો કેનેડાના, કુલ 176 લોકોના મૃત્યુ થયા છે.

ફ્લાઈટ રડાર 24 વેબસાઈટ દ્વારા એરપોર્ટના ડેટાના આધાર પ્રમાણે જણાવ્યું કે, યુક્રેનનું આ બોઇંગ 737-800 વિમાન સવારના 5.15 વાગ્યે ટેક ઓફ થવાનું હતું. પરંતુ તે સમયમાં ફેરફાર થયો અને 6 વાગીને 12 મિનીટ પર ટેક ઓફ થયું. જેવું આ વિમાન ટેક ઓફ થયું કે તરત જ ફ્લાઈટ દ્વારા ડેટા આવતા બંધ થઇ ગયા હતા. એરલાઈન્સ દ્વારા પણ આ મુદ્દે કોઈ નિવેદન જાહેર કર્યું નથી. મિત્રો બોઈંગ 737-800 માં બે એન્જિન હોય છે. આજે આખી દુનિયાની હજારો એરલાઈન્સ કંપની બોઈંગ 737-800 મોડેલને ઉપયોગમાં લે છે. વિમાનનું આ મોડેલ 1990 માં આવ્યું હતું, અને બોઈંગ 737 મેક્સ વિમાનનું જુનું વર્જન પણ છે. બોઈંગ 737-800 માં આ દુર્ઘટના પહેલા પણ ઘણી દુર્ઘટનાઓ બની છે.

2010 માં મેં મહિનામાં ભારતમાં પણ આ બોઈંગ 737 વિમાન, એર ઇન્ડિયા એક્સપ્રેસ કંપનીનું વિમાન દુર્ઘટના ગ્રસ્ત બન્યું હતું. જેમાં 150 જેટલા લોકોના મૃત્યુ થયા હતા. આ વિમાન મેંગલોર લેન્ડીંગ સમયે દુર્ઘટના ગ્રસ્ત થયું હતું. 2016 પણ એક બોઈંગ 737-800 ક્રેશ થઇ ગયું હતું. આ વિમાન ફ્લાઈ દુબઈ એરલાઈન્સ નું હતું અને રશિયાના રોસ્તોવ-ઓન-ડોન એરપોર્ટ પર લેન્ડ થવા સમયે ક્રેશ થઈ ગયું. તે દુર્ઘટનામાં પણ 62 લોકોના મૃત્યુ થયા. ટૂંકમાં આ વિમાન સાથે ઘણી વાર દુર્ઘટનાઓ થાય છે.

મિત્રો બોઈંગ 737 વિમાન માટે 2018 અને 2019 બંને વર્ષ ખરાબ રહ્યા. ગયા વર્ષના માર્ચ મહિનામાં બોઈંગ 737 મોડેલ વિમાન ઉડાન ભર્યાની માત્ર 6 મિનીટ બાદ જ ક્રેશ થયું હતું. જેમાં લગભગ 157 લોકો મુસાફરી કરી રહ્યા હતા. તે બધા જ મુસાફરોના મૃત્યુ થયા હતા. ત્યાર પહેલા 2018 માં ઇન્ડોનેશિયાના જકાર્તામાં લોયન એરલાઈન્સની બોઈંગ ઉડાન ભરીને તરત જ ક્રેશ થયું, તેમાં પણ 112 યાત્રિકો હતા, તે બધાનું મૃત્યુ થઇ ગયું.

Leave a Comment