17 વર્ષનો આ વ્યક્તિ રાત-દિવસ જાગે છે, એક વાર પણ સુવે તો થઇ જશે મૃત્યુ.

મિત્રો લગભગ કોઈ પણ કોઈ પણ માણસ હોય તેના 100% જીવનમાંથી 40 થી 45% જીવન સુવામાં પસાર થાય છે. કેમ કે જીવંત રહેવા માટે જાગવું જેટલું મહત્વનું છે એટલું જ મહત્વનું છે રાત્રે સુઈ જવું. એક સ્વસ્થ જીવન માટે રોજ સમયસર સુઈ જવું ખુબ જ આવશ્યક છે. પરંતુ આજે અમે આ લેખમાં એક એવા વ્યક્તિ વિશે જણાવશું, જેના વિશે જાણીને તમે આશ્વર્ય પામશો. કેમ કે આ વ્યક્તિ જો એક વાર સુઈ જાય, તો તેનું મૃત્યુ થઇ જાય. માટે તે પોતાનું જીવન દિવસ રાત જાગતા જ વિતાવે છે.

તો આજે આ લેખમાં અમે તે વ્યક્તિ વિશે જણાવશું જેને દિવસ-રાત એક સમાન જાગવું પડે છે. તે ક્યારેય પણ સુઈ નથી શકતો. આ વાત જાણીને આપણને વિશ્વાસ ન આવે પરંતુ આ સત્ય વાત છે. માટે જાણો આ લેખમાં કોણ છે એ વ્યક્તિ અને શા માટે તે દિવસ-રાત જાગીને જ વિતાવે છે.  મિત્રો સ્વસ્થ રહેવા માટે દરેક વ્યક્તિને એવી જ સલાહ આપવામાં આવે છે કે, રોજ ઓછામાં ઓછી 7 થી 8 કલાકની ઊંઘ કરવી જોઈએ. પરંતુ આ દુનિયામાં એક એવો વ્યક્તિ છે જે થોડી વાર માટે પણ આંખ બંધ નથી કરી શકતો. જો તે થોડી વાર પણ આંખ બંધ કરે તો મૃત્યુની સજા સમજી લેવાની. કેમ કે વ્યક્તિ જો એક વાર સુવે પછી ક્યારેય પણ ઉઠી જ ન શકે. સીધો મૃત્યુના મુખમાં જતો રહે છે.

17 વર્ષના આ છોકરાને એક ગંભીર બીમારી છે, જેનું નામ છે કંઝેનિટલ સેન્ટ્રલ હાઈપોવેન્ટિલેશન સિન્ડ્રોમ. આ રોગમાં માણસનું તંત્રિકા તંત્ર બરોબર કામ ન કરી શકતું હોય. જેના કારણે માણસનું મસ્તિષ્ક અને શરીરનો તાલમેળ નથી હોતો. આ બીમારી દરમિયાન યાદ રાખવા જેવી બાબત એવી છે કે, જો આ બીમારીથી પીડાતો વ્યક્તિ એક વાર સુઈ જાય તો તે હંમેશા હંમેશા માટે સુઈ જાય છે.  જે લોકો આ બીમારીથી પીડાતા હોય છે, તે સામાન્ય લોકોની જેમ નથી હોતા. સામાન્ય માણસનું જ્યારે પણ મન થાય સુઈ શકે, પરંતુ આ બીમારીથી પીડાતો વ્યક્તિ સુઈ ન શકે. આ બીમારીથી જે વ્યક્તિ પીડાતો હોય તેને સુતા પહેલા એક મશીનની મદદ લેવી પડે. તે મશીનની મદદ દ્વારા સુવે ત્યારે તેના શ્વાસ ચાલુ રાખવામાં આવે છે. એટલું જ નહિ આ મશીનમાં એક ટાઈમર પણ લાગેલું હોય છે. જેમાં સમય સીમા નક્કી કરેલ હોય છે, જે પૂર્ણ થયા બાદ આલાર્મ વાગી જાય છે. ત્યારે પીડિત વ્યક્તિના દિમાગને સંકેત મળે છે કે ઉઠવાનો સમય થઇ ગયો છે.

આ બીમારી માંસ માટે જીવન જીવનનો એક પડકાર બની જાય છે. કેમ કે વ્યક્તિને ઊંઘ કરવા માટે પણ મૃત્યુ સામે લડવું પડે છે. માટે આ બીમારી ખુબ જ ખતરનાક છે. જે માણસ ક્યારેક મૃત્યુ સુધી પણ પહોંચાડી દે છે.

Leave a Comment