શેર બજારના કિંગ અને ભારતના વોરન બફેટ રાકેશ જુનજુનવાલાનું નિધન, જાણો 62 વર્ષની ઉંમરે કેટલી સંપત્તિ અને કારોબાર છોડી ગયા… આંકડો જાણી ચોંકી જશો…

શેર માર્કેટના બિગબુલ કહેવાતા રાકેશ જુનજુનવાલાનું 62 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. રાકેશ જુનજુનવાલાને 2 થી 3 અઠવાડિયા પહેલા જ હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. દિગ્ગજ કારોબારી કહેવાતા રાકેશ જુનજુનવલા નું નિધન ખાતરી બ્રીચ કેન્ડી હોસ્પિટલ દ્વારા કરવામાં આવી હતી. આજ સવારે 6 વાગીને 45 મિનીટ પર હોસ્પિટલે રાકેશ જુનજુનવાલાના નિધનની ખાતરી કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપી શ્રદ્ધાંજલિ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાકેશ જુનજુનવાલાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને તેને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે ટ્વીટ કર્યું કે, “રાકેશ જુનજુનવાલા એક અદમ્ય સાહસ વાળા વ્યક્તિ હતી હતા, જીવનથી ભરપુર, મજાક વાળા અને વ્યવહારિક. તેઓ પોતાની પાછળ આર્થિક દુનિયામાં એક અમીટ યોગદાન આપી ગયા છે. તેઓ ભારતની પ્રગતિ માટે પણ ખુબ જ ભાવુક હતા. તેનું જવું દુઃખદ છે, તેના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે મારી સંવેદનાઓ. ૐ શાંતિ.’

મિત્રો તમને જણાવી દઈએ કે, રાકેશ જુનજુનવાલા ભારતના વોરન બફેટ માનવામાં આવે છે. શેર માર્કેટમાંથી પૈસા બનાવ્યા બાદ બિગબુલ એર લાઈન સેક્ટરમાં પણ ઉતર્યા હતા. તેમણે નવી એર લાઈન્સ પણ શરુ કરી હતી. જેનું નામ હતું આકાસા એર. જેમાં તેમણે ખુબ જ મોટું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું અને 7 ઓગસ્ટના રોજ ઓપરેશન કરું પણ કરી દીધું હતું.

રાકેશ જુનજુનવાલાની એર કંપની : આકાસા એર લાઈનમાં સૌથી મોટી ભાગીદારી રાકેશ જુનજુનવાલા અને તેની પત્ની રેખની હતી. બંનેની મળીને કુલ ભાગીદારી 45.97% ની છે. આ સિવાય વિનય દુબે, સંજય દુબે, નીરજ દુબે, માધવ ભટકુલી, પીએઆર કેપિટલ વેન્ચર્સ, કાર્તિક વર્મા પણ આકાસા એર પ્રમોટર છે. રાકેશ જુનજુનવાલા પછી વિનય દુબેની ભાગીદારી 16.13% ની છે. આકાસા એરને 13 ઓગસ્ટથી બેંગ્લોર-કોચી સેવા શરુ કરી દીધી છે. તેમજ 19 ઓગસ્ટથી બેંગ્લોર-મુંબઈ અને 15 સપ્ટેમ્બરથી ચેન્નાઈ-મુંબઈ માટે પોતાની સર્વિસ શરુ કરશે. પરંતુ તમને જણાવી દઈએ કે, આકાસાની પહેલી કોમર્શિયલ ફ્લાઈટે મુંબઈથી અમદાવાદ માટે ઉડાન ભરી હતી. વિમાન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા આકાસા એરની પહેલી ઉડાનના ઉદ્દઘાટન સમારોહમાં આવ્યા હતા.

ક્યારે શરુ કર્યું શેર માર્કેટમાં પોતાનું કરિયર : સ્ટોક માર્કેટમાં તગડું રોકાણ કરવા વાળા રાકેશ જુનજુનવાલાની પાસે આજે હજારો કરોડ રૂપિયાની સંપત્તિ છે. પરંતુ મહત્વની વાત એ છે કે, આટલી સંપત્તિ વાળા માણસે તેનો આ સફર ફક્ત 5 હજાર રૂપિયાથી શરુ કર્યો હતો.

રાકેશ જુનજુનવાલા જ્યારે કોલેજમાં હતા, ત્યારે તેમણે શેર બજારમાં પોતાનું નસીબ અજમાવ્યું હતું. તેમણે ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટેડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયામાં એડ્મિશન લીધું હતું. પરંતુ સ્નાતક થયા બાદ દલાલ સ્ટ્રીટમાં પહેલી વાર તેમણે રોકાણ કરવાનું નક્કી કર્યું. જુનજુનવાલાએ 1985 માં માત્ર 5000 હજાર રૂપિયાની પુંજી રોકાણ કરી હતી. પરંતુ તમને જાણીને ખુબ જ આશ્વર્ય થશે કે એ રકમ સપ્ટેમ્બરમાં 2018 સુધીમાં વધીને 11,000 કરોડ રૂપિયા થઈ ગયા હતા. તેના પિતાને મિત્રો સાથે શેર માર્કેટની ચર્ચા કરતા સાંભળ્યા બાદ, રાકેશ જુનજુનવાલાને તેમાં રસ પડ્યો.

પિતાની વાત : રાકેશ જુનજુનવાલા ઘણી વાર તેના પિતાની એ વાત દોહરાવતા હતા, કે શેર માર્કેટમાં રોકાણ કરવા વાળાએ નિયમિત રૂપે ન્યુઝ પેપર વાંચવું જોઈએ. કેમ કે સમાચાર જ જ છે, જે શેર બજારમાં ઉતારા ચડાવનું કારણ બને છે. એક રિપોર્ટ અનુસાર રાકેશ જુનજુનવાલાના પિતાએ તેને શેર બજારમાં કામ કરવાની અનુમતી આપી હતી. પરંતુ તેને કોઈ પણ પ્રકારની આર્થિક સહાય આપવાની ના કહી હતી. અને મિત્રો પાસેથી પણ પૈસા ઉધાર માંગવાની ના કહી હતી.

કેટલી છે રાકેશ જુનજુનવાલાની નેટવર્થ : ભારતના વોરન બફેટ કહેવાતા રાકેશ જુનજુનવાલાની કમાણીનો મુખ્ય સ્ત્રોત શેર બજાર છે. જુનજુનવાલાની આ સફળ કહાનીની શરૂઆત લગભગ 5 હજાર રૂપિયાથી થઈ હતી. આજ તેની ટોટલ નેટવર્થ લગભગ 40 હજાર કરોડ રૂપિયા છે. તેમની આ સફળતાના કારણે જ રાકેશ જુનજુનવાલાને ભારતીય સ્ટોક માર્કેટનો બિગબુલ અને ભારતના વોરન બફેટ કહેવામાં આવે છે. જ્યારે સામાન્ય રોકાણકારો શેર બજારમાં પૈસા ગુમાવી રહ્યા હોય છે, ત્યારે રાકેશ જુનજુનવાલા પૈસાની કમાણી કરી રહ્યા હોય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment