ઘરે બની જતો આ રસ શરીર માટે છે અમૃત સમાન, પેટ, ગેસ, બ્લડ પ્રેશર, વાળ, ત્વચાની સમસ્યામાં છે 100% અકસીર… શરીરને કરી દેશે તમામ બીમારીઓ મુક્ત.

જેમ કે તમે જાણો છો કે ડુંગળી તમારા સ્વાસ્થ્ય માટે ખુબ સારી માનવામાં આવે છે. તેવી જ રીતે ડુંગળીનો રસ પણ તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ સારો માનવામાં આવે છે. તેના રસના સેવનથી તમારા શરીરની અનેક બીમારીઓ દુર થઇ શકે છે. ડુંગળીએ અનેક પોષક તત્વો થી ભરપુર માનવામાં આવે છે. 

ડુંગળી પોષકતત્વોથી ભરપૂર શાકભાજી છે. તે તમારા શારીરિક સ્વાસ્થ્યની સાથે ત્વચા અને વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. ડુંગળીમાં શરીર માટે લગભગ જરૂરી એવા બધા જ પોષકતત્વોની પ્રચુર માત્રા હોય છે જેમકે, ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સોડિયમ, પોટેશિયમ, ઝીંક અને વિટામિન સી, બી વગેરે. ડુંગળી ખાવાથી શરીરને માત્ર પર્યાપ્ત પોષણ જ નથી મળતું પરંતુ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ પણ ઘટે છે. ઘણા લોકો ડુંગળીને સલાડના રૂપમાં ખાય છે, શાકમાં મસાલા તરીકે ઉપયોગમાં લે છે, સાથે જ ડુંગળીના રસનું પણ સેવન કરે છે. આમ તો, તમે ડુંગળીનું સેવન કોઈ પણ સમયે કરી શકો છો, પરંતુ ક્લિનિકલ ન્યૂટ્રીશન અને ડાયેટિશિયન ગરિમા ગોયલના મત મુજબ, જો તમે ખાલી પેટ ડુંગળીના રસનું સેવન કરો તો, તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આવો જાણીએ, ખાલી પેટ ડુંગળીના રસ પીવાના ક્યાં ક્યાં ફાયદાઓ છે. 

ખાલી પેટ ડુંગળીનો રસ પીવાથી થતાં ફાયદાઓ:-

1) ઇમ્યુનિટી મજબૂત થાય છે:- જો તમારા ઈમ્યુન સીસ્ટમ નબળી છે તો તમે ડુંગળીનું સેવન કરીને તેને મજબુત બનાવી શકો છો. નબળી ઇમ્યુનિટીના કારણે, લોકો શરદી-તાવ, ઉધરસ અને વાઇરલ સંક્રમણની ઝપેટમાં ખૂબ જલ્દી આવી જતાં હોય છે. ડુંગળીના રસમાં એન્ટિઓક્સિડેંટ અને વિટામિન સી પ્રચુર માત્રામાં રહેલા હોય છે. જેનાથી તે તમારી ઇમ્યુનિટી મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે અને તમને સંક્રમણથી બચાવે છે. 2) વજન કંટ્રોલમાં રાખવામા મદદરૂપ:- જો તમારું વજન વધુ છે અને તમે તેને ઓછુ કરવા માંગતા હો તો તમારા માટે ડુંગળીના રસનું સેવન ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. ડુંગળીનો રસ એક ફૈટ ફ્રી ડ્રિંક છે. તેમાં કેલોરી ખૂબ ઓછી હોય છે. સાથે જ ડુંગળીનો રસ પીવાથી પાચન સારું થાય છે અને મેટાબોલીજ્મ સરખી રીતે કામ કરે છે, તો દિયાસ દરમિયાન સામાન્ય ગતિવિધિઓ કરતાં સમયે પણ કેલોરી બર્ન થતી રહે છે. આ રીતે વેઇટ લોસ અને ફૈટ લોસ બંનેમાં મદદ મળે છે. વજન કંટ્રોલમાં રાખવાનો પ્રયત્ન કરનારા લોકો માટે તે એક સારું ડ્રિંક સાબિત થઈ શકે છે. 

3) પેટ માટે ફાયદાકારક છે:- તમારી પેટને લગતી અનેક બીમારીઓને દુર કરવામાં ડુંગળી ખુબ જ લાભકારી છે. ડુંગળીના રસમાં ઇનુલિન યૌગિક રહેલું હોય છે. જે આંતરડાના માઇક્રોબાયોટા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તે આંતરડામાં સારા બેક્ટેરિયાને વધારો આપવામાં મદદ કરે છે. પાચનને સારું બનાવવા માટે પેટમાં ગેસ, બ્લોટિંગ, કબજિયાત વગેરે જેવી સમસ્યાઓમાં રાહત પ્રદાન કરે છે. 4) બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે:- તમારું લો બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા માટે ડુંગળીનો રસ ખુબ જ સારો છે. ને ડુંગળીના રસમાં ક્વેરસેટિન નામનું ફ્લેવોનોઈડ રહેલું હોય છે, જેને ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઘટાડવા માટે ઓળખવામાં આવે છે. તે હાઇ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. સાથે જ તેનાથી હ્રદય સંબંધી સમસ્યાઓનું જોખમ પણ ઘટે છે. 

5) બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો થાય છે:- શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સરખું હોવું ખૂબ જરૂરી છે. જો બ્લડ સર્ક્યુલેશન સરખું ન હોય તો, તેનાથી હાથ-પગનું સુન્ન થવું કે ખાલી ચડવી અથવા સોજો, માંસપેશીઓનું જકડાઈ જવું સાથે જ ત્વચા અને વાળની સમસ્યાઓ પણ જોવા મળે છે. ડુંગળીનો રસ પીવાથી બ્લડ સર્ક્યુલેશન સરખું બને છે, જેનો લાભ તમારા આખા શરીરને મળે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment