ખાતા સમયે અપનાવી લો આ 5 નિયમો, 80 વર્ષે પણ નહિ પડો બીમાર… રોગો અને દવાઓથી રહેશો દુર અને શરીર બની જશે એકદમ તંદુરસ્ત…

મિત્રો આપણે સૌ ભોજન કરીએ છીએ. તેમજ તેનાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે. પણ ભોજન કરવા માટેના પણ કેટલાક નિયમો હોય છે. જે અનુસાર જો તમે ભોજન કરો છો તો તમાર અનેક બીમારીનું નિવારણ આવી શકે છે. ચાલો તો આપણે જાણી લઈએ ભોજન અંગેના કેટલાક નિયમો વિશે.   

જીવતા રહેવા માટે આહાર ખૂબ જ જરૂરી છે. સંતુલિત આહાર અને પૌષ્ટિક ખાદ્ય પદાર્થોનું સેવન કરીને જ તમારા શરીરને પોતાના કાર્યો અસરકારક રીતે કરવા માટે ઉર્જા મળે છે. પરંતુ, વાત માત્ર અહીં પૂરી થતી નથી, સૌથી જૂની ચીકીત્સા પ્રણાલી આયુર્વેદ ભોજનના ચયન સાથે જમવાના નિયમ અજમાવવાની પણ સલાહ આપે છે. વાસ્તવમાં, આયુર્વેદમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને વધારો આપવાની પ્રાથમિક વિધિ પોષણ રહ્યું છે. એવામાં આચાર્યોએ રસોઈ સંબંધી બધા જ નાના મોટા આયામોને લઈને નિયમ બનાવ્યા છે જે તમારા ભોજનને દવા બનાવી શકે છે. 

તેમણે એ પણ જણાવ્યુ છે કે, આયુર્વેદમાં ભોજન સંબંધિત આ સરળ નિયમોને જો તમે નિરંતર રીતે પાલન કરો તો તમે લાંબા સમય સુધી પોતાને બીમારીઓના ઝપેટમાં આવવાથી બચાવી શકો છો, અને એક સ્વસ્થ લાંબુ જીવન જીવી શકો છો.જાણો આયુર્વેદમાં શું છે જમવાના નિયમ:- 

1) ભૂખથી ઓછું ખાવું:- ભોજનને સરખી રીતે મળવા અને પચવા માટે હંમેશા પોતાની ભૂખથી ઓછું ખાવું એ સારો વિચાર હોય શકે છે. પોતાની ભૂખનો 70 થી 80 ટકા ભાગ જ ખાવો. હંમેશા 70-30 નિયમનું પાલન કરવું, જેમાં કહેવામાં આવ્યું છે કે, તમારું 70 ટકા પેટ ભરાવું જોઈએ અને 30 ટકા ખાલી રહેવું જોઈએ. આનાથી તમને પેટની કોઈ બીમારી નથી થતી.

2) હેવી લંચ કરવું:- બપોરનું ભોજન દિવસનું સૌથી ભારે ભોજન હોવું જોઈએ, કારણ કે પાચન અગ્નિ અને માનવ શરીર સૂર્યની ગતિનું અનુસરણ કરે છે. માટે આ સમયે તમારા શરીરને પર્યાપ્ત ઉર્જા માટે વધુ માત્રામાં પોષકતત્વોની જરૂર રહે છે. એવામાં આયુર્વેદ તમને બપોરે ભારે ભોજન કરવાની સલાહ આપે છે. આનાથીત તમને આખા દિવસની ઉર્જા મળી રહે છે.  3) મોડી રાત્રે ખાવું જોઈએ નહીં:- આજકાલ મોડી રાત્રે ખાવું એક ફેશન જેવુ થઈ ગયું છે. પરંતુ આવું કરવું તમને ઘણી મુશ્કેલીમાં મૂકી શકે છે. કારણ કે, જેવુ તમારું શરીર રાત્રે આરામ કરવા માટે તૈયાર થાય છે આપણી પાચન ક્રિયા ધીમી થઈ જાય છે. તેનાથી તે સંભાવના વધી જાય છે કે, તમારા દ્વારા લેવામાં આવતી કેલોરી વસાના રૂપમાં જમા થાય છે. માટે સૂતા પહેલા ખાવું જોઈએ નહીં. પ્રયત્ન કરવો કે સૂતા પહેલા 3 કલાક પહેલા તમે જમી લો. જો તમે અડધી રાત્રે ભોજન કરો છો તો તે તમારા સ્વાસ્થ્યને નુકશાન કરી શકે છે. 

4) તાજું ભોજન કરવું:- આયુર્વેદ મુજબ, ભોજનને બીજી વખત ગરમ કરવું સારું હોતું નથી. એવામાં વાસી ભોજનથી દૂર રહેવું જોઈએ અને પોતાના ભોજનને વારંવાર ગરમ કરવાથી બચવું જોઈએ. દિવસે બનાવેલ ભોજન રાત્રે કરવામાં આવે તો વાંધો નહીં પરંતુ જો ફ્રિજમાં રાખીને બીજી વખત ગરમ કરવામાં આવે તે ભોજન તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે. આથી ફ્રીજનું ભોજન ફરી ગરમ કરીને ન ખાવું જોઈએ. 5) ભોજન પચ્યા પછી જ બીજી વખત ખાવું:- જો તમને અપચાનો અનુભવ થઈ રહ્યો હોય તો, વ્રત રાખવું સારું રહેશે. જો પાછલું ભોજન સરખી રીતે પચી ન શક્યું હોય, અને તમને હજુ પણ તેના જ ઓડકાર આવી રહ્યા હોય, તો કૃપયા ભોજન છોડી દેવું અને સૂંઠ સાથે ગરમ પાણી પીવું. આમ કરીને પાછલું ભોજન પચવા દેવું પછી જ બીજી વખત ભોજન કરવું.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment