સામાન્ય લાગતા આ લાડુ શરીર માટે છે અનેક બીમારીઓમાં ઔષધી સમાન, જાણો શિયાળામાં ખાવાથી થતા અદ્દભુત અને અગણિત ફાયદાઓ….

મિત્રો શિયાળામાં તમે કદાચ પોતાના વડીલો પાસે એવું સાંભળતાં હશો કે ઠંડીમાં તલ અને ગોળની બનેલ તલ સાંકળી ખાવી જોઈએ. તેનાથી શરીરને એક ગરમાહટ મળે છે. શરીર તેનાથી હેલ્દી રહે છે. પણ તમે કદાચ તેના ફાયદાઓ વિશે નહી જાણતા હો. ચાલો તો તેના ફાયદાઓ અંગે જાણી લઈએ.  

શિયાળામાં મુખ્ય રૂપથી ખવાતી સામગ્રીઓનું પોતાનો અલગ સ્વાદ અને મહત્વ હોય છે. શિયાળામાં જ્યાં એક તરફ લીલા શાકભાજી ખાવાની મજા અલગ હોય છે ત્યાં આપણે ખાવામાં મુખ્ય રૂપથી તલ અને ગોળનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. ઘણા પ્રકારના વ્યંજનોમાં તલ અને ગોળનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યાં એક બાજુ આ બંને સામગ્રી શિયાળામાં શરીરને ગરમી આપે છે તો આ બંને સામગ્રીઓનું મિશ્રણ સ્વાસ્થ્ય માટે અન્ય ઘણા ફાયદા પણ આપે છે. આપણાં હ્રદયને સ્વસ્થ રાખવાથી લઈને શરીરને ઉર્જા આપવા સુધીનું કામ ગોળ અને તલ બંને કરે છે. આવો જાણીએ તેના ફાયદા અને તેનો શા કારણે ડાયેટમાં સમાવેશ કરવું જોઈએ.

1) અન્સેચ્યુરેટેડ ફૈટનો સારો સ્ત્રોત : શિયાળામાં શરીરને સ્વસ્થ રાખવા માટે તલ અને ગોળનું સેવન ખુબ ગુણકારી છે. શિયાળામાં જોવા મળતા તલમાં ભરપૂર માત્રામાં અન્સેચ્યુરેટેડ ફૈટ જોવા મળે છે. આ રીતના ફૈટનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. તેનું સેવન શરીરની સાથે હ્રદયને સ્વસ્થ કરવામાં પણ મદદ કરે છે. 

2) ડાયાબિટીસના દર્દીઓ કરી શકે છે સેવન : જે લોકો ડાયાબીટીસની સમસ્યાથી પરેશાન છે તેમના માટે ગોળ અને તલનું સેવન ફાયદાકારક નીવડી શકે છે. ડાયાબિટીસના લોકો માટે તલ અને ગોળનું સેવન લાભદાયી ગણાય છે. તેમાં વધુ માત્રામાં શુગર નથી હોતી માટે જ ડાયાબિટીસના દર્દીઓ તેનું સેવન થોડી માત્રામાં કરી શકે છે. જો કે તેનું વધુ સેવન ન કરવું જોઈએ તેનું વધુ સેવન શરીરમાં શુગર લેવલ વધારી પણ શકે છે.

3) કોલેસ્ટ્રોલ ઘટાડે છે : શરીરના ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢવા માટે તલ અને ગોળનું સેવન સારું છે. જે લોકોને વધેલા કોલેસ્ટ્રોલ લેવલની સમસ્યા હોય તેમણે પોતાની ડાયેટમાં તલ અને ગોળનો જરૂરથી સમાવેશ કરવો જોઈએ. આ પ્રકારનું ડાયેટ શરીરના વધેલા કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડવામાં મદદ કરે છે.

4) આયરનનો સારો સ્ત્રોત : આપણા શરીરને આયરનની ખુબ જરૂર હોય છે. આથી તમને શિયાળામાં આ આયરનની કમી ગોળ અને તલ કરી દે છે. ગોળ અને તલનું મિશ્રણ એવા લોકો માટે પણ ફાયદાકારક છે જેમને શરીરમાં લોહીની ઉણપ, એનીમિયાની સમસ્યા હોય. તે આયરનનો સારો એવો સ્ત્રોત છે. માટે તેને ડાયેટમા જરૂરથી સમાવેશ કરવો જોઈએ જેથી શરીરમાં હિમોગ્લોબિન વધારી શકાય છે અને એનીમિયાથી પણ છૂટકારો મેળવી શકાય છે.

5) બાળકો માટે ફાયદાકારક : બાળકોના સંપૂર્ણ વિકાસ માટે પણ ગોળ અને તલ ખુબ જ લાભદાયી માનવામાં આવે છે. આ બંને સામગ્રીઓનું સેવન બાળકો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે અને શિયાળની ઋતુમાં બાળકો પણ તેનું સેવન સીમિત માત્રામાં કરી શકે છે. જોકે તેનું વધુ સેવન કરતાં પહેલા વિશેષજ્ઞની સલાહ જરૂરથી લેવી.

6) વજન નિયંત્રણમાં મદદરૂપ : વજન કંટ્રોલ કરવામાં પણ ગોળ અને તલનું મિશ્રણ ખુબ જ ફાયદો આપે છે. ગોળ અને તલનું એક સાથે સેવન કરવું સ્વાસ્થ્ય માટે અને વજન નિયંત્રણ કરવામાં મદદ કરે છે. તેનાથી બનેલા સ્નેક્સનું સેવન કરવાથી મોટા ભાગે ભૂખનો અનુભવ થતો નથી. જેનાથી તમે વધુ ખાવાથી બચી શકો છો અને વજન નિયંત્રણમાં રહી શકે છે.

વિટામિન અને પોષકતત્વોથી ભરપૂર ગોળ અને તલનું સંયોજન તમારા સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક બની શકે છે. પરંતુ તેનું વધુ માત્રામાં સેવન કરતાં પહેલા વિશેષજ્ઞની સલાહ જરૂરથી લેવી.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment