બીટના રસનું વધુ સેવન શરીર માટે છે ખુબ જ નુકશાનકારક….શરીરના આ અંગને થઈ શકે ભારે હાનિ… મોટાભાગના લોકો નથી જાણતા..

તમે બીટના ફાયદાઓ વિશે જાણતા જ હશો. તેનો સૌથી મોટો ફાયદો એ છે તેના સેવનથી શરીરમાં લોહી સારું બને છે. લોહીના ટકા વધે છે, બીટ સ્વાસ્થ્ય માટે ખૂબ સારું ગણવામાં આવે છે. લોકો તેના જ્યુસ કે પાવડરનું પણ સેવન કરે છે. પરંતુ બીટનું કોઈ પણ રીતે વધારે સેવન તમારા સ્વાસ્થ્ય માટે નુકસાન કારક થઈ શકે છે. આ સ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે જો તમને પહેલેથી જ કિડનીથી જોડાયેલી કોઈ સમસ્યા હોય. બીટના સેવનથી કિડનીના સ્વાસ્થ્યને થતાં નુકશાન વિશે વિસ્તારથી જાણીએ. 

બીટથી કિડનીને થતું નુકસાન : કિડની આપણાં શરીરના સૌથી જરૂરી અંગોમાંથી એક છે. તેને શરીરનું પ્યુરિફાયર કહેવામા આવે છે. જે અપશિષ્ટ અને તરલ પદાર્થોને શરીરની બહાર ફેકે છે. આટલું જ નહીં પરંતુ કિડની શરીર દ્વારા ઉત્પાદિત નુકસાનદાયક એસિડને પણ શરીરની બહાર કાઢી નાખે છે. સાથે જ લોહીમાં પાણી, મીઠું અને ખનીજોનું સંતુલન જાળવી રાખે છે.

બીટમાં વધુ માત્રામાં ઓક્સિલેટ જોવા મળે છે, જો તમે બીટનું વધુ સેવન કરો છો તો તમને કિડની સાથે જોડાયેલી ઘણી બીમારીઓ થઈ શકે છે. જો તમે બીટનું વધારે સેવન કરો છો તો તેનાથી તમારા શરીરમાં ઓકસીલેટની માત્રા વધી જાય છે અને તે તમારા શરીરમાં રહેલા કેલ્શિયમ સાથે કંસન્ટ્રેટ થઈ જાય છે. પછી કિડની તેને સરળતાથી બહાર કાઢી શકતી નથી અને પથ્થર બનવાના શરૂ થઈ જાય છે. સાથે જ જો તમે પહેલેથી પથરીના દર્દી હોય તો તમારે બીટના સેવનથી બચવું જોઈએ અથવા તેનું સેવન કરતાં પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ. આ સિવાય બીટમાં પોટેશિયમ, સોડિયમ અને ફોસ્ફરસની માત્રા પણ જોવા મળે છે જે, તમારી કિડનીને વધુ ખરાબ કરી શકે છે. 

1) બ્લડ શુગર લેવલ વધી શકે છે : બીટનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ પણ વધે છે. વાસ્તવમાં બીટમાં ગ્લાસેમિક ઇંડેક્સ વધુ હોય છે. ગ્લાઇસેમિક ઇંડેક્સ એ જણાવે છે કે કોઈ પણ પદાર્થમાં શુગરની માત્રા કેટલી છે. તો ડાયાબિટીસ વાળા રોગીઓએ બીટનું સેવન ઓછું કરવું જોઈએ. અથવા તો ડોક્ટરની સલાહ લીધા પછી જ તેનું સેવન કરવું જોઈએ. 

2) સ્કીન રૈશિઝની સમસ્યા : બીટના વધારે સેવનથી ઘણા લોકોને એલર્જી પણ થઈ શકે છે. તેનાથી સ્કીન પર રૈશિઝ, ખંજવાળ, ઠંડી લાગવી અને તાવ જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. તેના સેવનથી તમારું વોકલ કોર્ડ્સ પણ સંકોચાઇ જાઈ છે જેના કારણે તમને વાત કરવામાં મુશ્કેલી થઈ શકે છે. આ માટે તમે ડોક્ટર પાસેથી સલાહ લઈ શકો છો.

3) લો બ્લડ પ્રેશરની મુશ્કેલી : બીટમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ, સોડિયમ અને ફૉસ્ફરસ જોવા મળે છે. જે તમારા હાઇ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. પરંતુ જો તમારું બ્લડ પ્રેશર લો રહેતું હોય તો તમારે બીટનું સેવન ન કરવું જોઈએ. તેનાથી તમારું બ્લડ પ્રેશર વધારે લો થઈ શકે છે.

4) ગર્ભવતી મહિલાઓ માટે બીટ : બીટમાં જોવા મળતું બીટાઈન ગર્ભાવસ્થામાં નુકસાન પહોચાડી શકે છે. સાથે જ તેમાં નાઇટ્રેટ પણ ઊંચી માત્રામાં જોવા મળે છે, જેનાથી ગર્ભવતી મહિલાઓને નુકસાન થઈ શકે છે. નાઇટ્રેટનું ઝેર બાળકને નુકસાન પહોચાડી શકે છે. માટે જ ગર્ભવતી મહિલાઓએ બીટ ખાવામાં સાવધાની રાખવી જોઈએ. 

એક દિવસમાં કેટલું બીટ ખાવું જોઈએ : તમે એક દિવસમાં એક બીટ અથવા તો 250 મિલી બીટનું જ્યુસ પી શકો છો. ખાસ કરીને તે હાઇ બ્લડ પ્રેશર વાળા લોકો માટે ફાયદાકારક છે. પરંતુ તેનું સીમિત માત્રામાં જ સેવન લાભદાયી હોય છે. સાથે જ તેના બીટના સેવનથી તમારા પેશાબનો રંગ પણ લાલ થઈ જાય છે.

બીટનું સેવન કેવી રીતે કરવું જોઈએ : 1) બીટનું સેવન કરવાની ઘણી રીત છે. તમે બીટનું જ્યુસ પણ પી શકો છો. આની સાથે તમે આદું, ગાજર, કોથમીર અને લીંબુનો રસ મિક્સ કરીને પણ બીટનું જ્યુસ પી શકો છો.

2) બીટને તમે સલાડમાં મિક્સ કરીને પણ ખાઈ શકો છો. તેની સાથે કાકડી, ટામેટું, ગાજર અને લીંબુનો રસ મિક્સ કરી લેવો.

3) આ સિવાય તમે બીટના હલવાનું સેવન પણ કરી શકો છો. આ માટે તમે બીટને છીણીને ઘી અને દૂધની સાથે કોઈ વાસણમાં શેકી લો. પછી તેમાં ખાંડ નાખીને સરખી રીતે ચડવા દેવું. તેમાં ઉપરથી ડ્રાઈ ફ્રૂટ્સ નાખીને સર્વ કરવું.

4) આ સિવાય બીટનું રાયતું પણ બનાવી શકાય છે. આ માટે તમે દહીમાં બીટને છીણીને નાખો. પછી તેમાં કોથમીર, મરચાં અને દાડમના દાણા નાખીને તેનો સ્વાદ વધારી શકો છો.  

આમ બીટનું સેવન સ્વાસ્થ્ય માટે સારું છે પરંતુ વધુ પડતાં તેના સેવનથી આપણને ઘણી તકલીફો પણ થઈ શકે છે માટે સીમિત માત્રામાં તેનું સેવન કરવું જોઈએ અથવા જો કોઈ બીમારીઓ હોય તો તેના સેવન પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment