નિષ્ણાંતો અનુસાર દિવસ દરમિયાન ક્યારે પીવું જોઈએ ગરમ દૂધ અને ક્યારે ઠંડુ..! જાણો દૂધનું સેવન કરવાની સાચી રીત, સમય અને ફાયદા…

દૂધ એ સંપૂર્ણ ખોરાક છે. તેનાથી શરીરને અનેક પોષક તત્વો મળે છે. શરીરના સંપૂર્ણ વિકાસ માટે દૂધ એ એક હેલ્દી ખોરાક છે. તેમાં અનેક વિટામીન રહેલા છે, જે શરીરનું સ્વાસ્થ્ય સારું રાખવામાં તમારી મદદ કરે છે. 

બાળપણથી જ દૂધ આપણી ડાયેટનો એક અભિન્ન ભાગ ગણાય છે. દૂધમાં એવા કેટલાક પોષકતત્વો રહેલા હોય છે જે ઘણી વખત બીજા ખાદ્ય પદાર્થોમાં જોવા મળતા નથી. પરંતુ ઘણી વખત તમે ક્યારે દૂધ પીવો છો અને કેવી રીતે દૂધ પીવો છો તેની શરીર પર અલગ અલગ અસર થાય છે. વાસ્તવમાં ઠંડુ દૂધ અને ગરમ દૂધ બંને શરીરમાં એક અલગ ભૂમિકા ભજવે છે. જેમકે ગરમ દૂધ નીંદર સારી લાવે છે તો ઠંડુ દૂધ મૂડ ફ્રેશ કરે છે. ઠંડુ દૂધ ગરમીમાં રાહત આપે છે જ્યારે ગરમ દૂધ શિયાળામાં પીવું જોઈએ. જેથી આપણી એનર્જી બુસ્ટ થઈ શકે છે.

ઠંડુ દૂધ ક્યારે પીવું ? 1) એસિડિટી વખતે : જો તમે વારંવાર એસીડીટી ની તકલીફ રહેતી હોય તો તમારે તેના ઈલાજ રૂપે ઠંડુ દૂધ પીવું જોઈએ. એસિડિટી વખતે ઠંડુ દૂધ ઘણું જ ફાયદાકારક રહે છે. ઠંડુ દૂધ પેટમાં બનતા એસિડ જૂસેજને ઘટાડે છે. તેને પીવાથી પેટની અલગ અલગ લેયરને રાહત મળે છે. આવી રીતે બળતરા ઘટાડવામાં તે રાહત આપે છે. માટે જ્યારે તમને એસિડિટી થાય તો ઠંડુ દૂધ પીવું જોઈએ. 

2) પેપ્ટિક અલ્સરની સમસ્યા દૂર કરવા : ઠંડુ દૂધ પેપ્ટિક અલ્સરના રોગીઓ માટે ખૂબ જ લાભદાયી છે. વાસ્તવમાં ઠંડા દૂધમાં કેલ્શિયમની માત્રા વધુ હોય છે જે એસિડ અબ્જોર્બ કરવાનું કામ કરે છે. તેનાથી પેપ્ટિક અલ્સરની સમસ્યા દૂર કરવામાં મદદ મળે છે. આમ દૂધ અલ્સરમાં રાહત આપવાનું કામ કરે છે.

3) વજન ઘટાડવા માટે : જો તમે વજન ઓછુ કરવા માંગો છો અને તેમાં દૂધનું સેવન પણ કરવું છે તો તમારે આ માટે ઠંડા દૂધનું સેવન કરવું જોઈએ. દૂધ વજન ઘટાડવા માટે અલગ જ રીતે મદદરૂપ છે. તે મેટાબોલીજ્મ સરખું કરે છે અને પાચન ક્રિયાને સરખી કરે છે. આ સિવાય તે હોર્મોનલ હેલ્થને પણ સારી કરે છે અને તે પેટને લાંબા સમય સુધી ભરાયેલું રાખે છે. જેના લીધે તમને ભૂખ લાગતી નથી.

ગરમ દૂધ ક્યારે પીવું જોઈએ ? : 1) જ્યારે દૂધ આસાનીથી પચતું ન હોય ત્યારે : જો તમને દૂધ જલ્દી પચતું નથી તો તમારે આ માટે ગરમ દૂધ પીવું જોઈએ. જે લોકોને દૂધ આસાનીથી પચતું નથી તેના માટે ગરમ દૂધ પીવું લાભદાયી ગણવામાં આવે છે. વાસ્તવમાં આપણું શરીર તેને આસાનીથી પચાવી લે છે. તેનાથી તમને ડાયેરિયા અને અપચાની સમસ્યા થતી નથી. આ બધી સ્થિતિમાં ગરમ દૂધ પીવું લાભદાયી રહેશે.

2) સૂતા પહેલા : ગરમ દૂધ સારી નીંદર લાવવામાં મદદરૂપ છે માટે સૂતા પહેલા ગરમ દૂધ પીવું જોઈએ. વાસ્તવમાં ગરમ દૂધમાં ટ્રિપ્ટોફૈન નામનું એમીનો એસિડ હોય છે જે નીંદર લાવવા વાળા રસાયણ પ્રોડ્યુસ કરે છે જેનાથી સારી નીંદર આવવામાં મદદ મળે છે.

3) હાડકાં માટે ફાયદાકારક : ગરમ દૂધ હાડકામાં દુખાવો કે હાડકાની બીમારી સામે લડવા માટે ફાયદાકારક છે. તેનું કેલ્શિયમ તમારી બોન ડેંસિડિટી સારી કરે છે અને શરીરમાં કેલ્શિયમની ઉણપ ઓછી કરે છે.

4) પિરિયડ્સમાં : ગરમ દૂધનું સેવન પિરિયડ્સમાં દુખાવો ઓછો કરવામાં તમારી મદદ કરે છે. તે સોજા ઘટાડવામાં અને શરીરનું હાઈડ્રેશન વધારવામાં મદદ કરે છે. સાથે જ તમે તેનાથી તમારું બ્લડ પ્રેશર અને બ્લડ શુગર પણ બેલેન્સ કરી શકો છો.

આમ દૂધ પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન ડી અને અન્ય પોષકતત્વોનો સારો એવો સ્ત્રોત છે અને તમે દૂધ ઠંડુ પીવા માંગો છો કે ગરમ તે તમારા સ્વાસ્થ્ય પર નિર્ભર છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment