જૂનામાં જૂની કબજિયાત એક જ રાતમાં દુર કરવાનો જોરદાર ઈલાજ, અજમાવો એક ટીપ્સ દવા કે ચૂર્ણ વગર મટી પેટ થઈ જશે સાફ…

આજકાલ લોકોનું ખાનપાન ખૂબ જ બદલાઈ ગયું છે અને તેઓ ઘરના કરતા બહારનું ભોજન કરવાનું વધુ પસંદ કરે છે. તેના કારણે લોકોને કબજિયાતની સમસ્યા ઉત્પન્ન થઇ જાય છે. આપણે ઘણી વખત ડોક્ટર સાથે વાત કરીએ છીએ અને અલગ-અલગ પ્રકારની દવાઓનું સેવન પણ કરીએ છીએ. અમુક લોકો ચૂર્ણ ઉપર ભરોસો કરે છે પરંતુ આ સમસ્યા સારી થતી નથી. કબજીયાતની સમસ્યા ઘણા હદ સુધી લાઈફ સ્ટાઇલ સાથે જોડાયેલી હોય છે, આપણી લાઈફ સ્ટાઈલ એવી રીતે બદલાઈ ગઈ છે કે આપણું ચાલવાનું જ બંધ થઈ ગયું છે, અને આ જ કારણ છે કે જેનાથી આપણી આ કબજિયાતની તકલીફ વધતી જાય છે.

કબજીયાતની સમસ્યા માટે ખાન-પાન થી જોડાયેલી અમુક વસ્તુ જણાવવામાં આવી છે, પરંતુ શું તમે જાણો છો કે આપણી ઊંઘવાની રીત પણ આ સમસ્યાને વધારે અથવા ઘટાડી શકે છે ? આપણને ભલે એવું લાગતું હોય કે આપણા શરીર માટે કોઈ પણ સ્થિતિમાં આરામ કરવો અથવા સૂઈ જવું તે બધું જ એક જેવું હોય છે પરંતુ તે વાત સાચી નથી.

તમને જણાવી દઈએ કે આયુર્વેદમાં આપણને ડાબી તરફ સૂવાના ઘણા બધા ફાયદા જણાવવામાં આવ્યા છે અને તેને વામકુક્ષી કહેવામાં આવે છે. તે એક એવી રીત છે જેમાં જણાવવામાં આવ્યું છે કે જો તમે ડાબી તરફ સુવો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી સાબિત થઈ શકે છે.

કબજિયાતની સમસ્યાથી બચાવશે આ ઉપાય : જો તમે કબજિયાતની સમસ્યાથી પરેશાન છો તો તમે ડાબી તરફ સુવાનું શરુ કરી દો. તે આપણને ક્રોનિક કબજિયાતમાં સહાયક થાય છે. જો તમને મળ ત્યાગવામાં તકલીફ થાય છે તો તમને આ ઉપાય ખુબ જ સહાયક થાય છે. ડાબા તરફ પડખું લઈને સૂવાથી નસકોરા ઓછા બોલે છે. તેનાથી ઊંઘ સારી આવે છે. તે પાચન શક્તિ માટે ખુબ જ જરૂરી સાબિત થઈ શકે છે.

ખરેખર તો તેનું કામ કરવા પાછળનું ઘણું મોટું કારણ એ છે કે આ પ્રકારની સ્થિતિમાં પાચક રસ આપણા પેટના નીચેના ભાગમાં પહોંચી જાય છે. આપણને ભલે એવુ લાગતું હોય કે આપણા શરીરમાં બધું જ એક સમાન હોય છે પરંતુ આપણા અંદરના અંગોની વાત કરીએ તો એવુ નથી. આપણા મુખ્ય અંગ અલગ અલગ ભાગમાં સ્થિત છે અને તેથી જ ડાબા પડખે સૂવું આપણા શરીરના ફિકલ મેટરને મુવ કરવામાં મદદ કરે છે. તેમાં ગ્રેવીટીની અસર હોય છે અને તે વેસ્ટ મોટા આંતરડાથી થઈને નાના આંતરડામાં જાય છે. આખરે તે બાથરૂમમાં બહાર નીકળે છે.

કબજિયાતને દૂર કરવાનો બીજો ઉપાય : કબજિયાતને દૂર કરવા માટે બીજા ઘણા ઉપાય હોઈ શકે છે. જે તમારા ડાયટ સાથે જોડાયેલા હોય છે જેમકે ફાઈબરથી ભરપૂર ભોજનનું સેવન કરો કારણ કે ઘણા અધ્યયનો જણાવે છે કે જો તમે ફાઈબરથી ભરપૂર ભોજનનું સેવન કરવા માટે તમારા ડાયટમાં લીલાં શાકભાજી, ફળ, દરેક અનાજ સામેલ કરી શકો છો. તેનાથી તમને કબજિયાતમાંથી રાહત મળશે. 

પ્રોસેસ્ડ ફૂડ અને રિફાઇન્ડ સુગરની માત્રા તમારા ડાયટમાંથી ઓછી કરો. કારણ કે તેમાં સોડિયમની માત્રા વધુ હોય છે અને તે કબજીયાતની સમસ્યાને વધારી શકે છે. તમે પોતાને હાયડ્રેટ રાખો અને જો તમે આમ કરશો તો તમને કબજીયાતની સમસ્યા ઓછી થતી જશે. કસરત અને ચાલવાથી પણ કબજિયાતની સમસ્યામાં રાહત મળશે.

જો તમને પણ હજુ સમસ્યા રહે છે તો ડૉક્ટરની મદદ જરૂરથી લો. આ દરેક ઉપાય જેનરીક છે, જે ઘણા બધા વ્યક્તિ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. પરંતુ એવું પણ થઈ શકે છે કે કોઈ વ્યક્તિ માટે આ ઉપાય ફાયદાકારક સાબિત ન થાય. જો તમે સ્વાસ્થ્યથી જોડાયેલી કોઇપણ સમસ્યા છે તો ડૉક્ટરનો સંપર્ક કરવો વધુ સારો રહેશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment