ઘરમાં રહેલા આ સામાન્ય દાણામાંથી ઘરે જ બનાવો સ્વાદિષ્ટ અને હેલ્દી વાનગી, કિડની સહિત શરીરની આટલી બીમારીઓ દુર કરી ભરી દેશે ગજબની ગજબની તાકાત…

દિવાળીમાં લગભગ દરેકના ઘરમાં મમરા નો ભોગ લગાવવામાં આવે છે. મમરા સ્વાસ્થ્ય અને સ્વાદ બન્નેમાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. આવો જાણીએ મમરા ખાવાના ફાયદા

મમરા એટલે કે લાવા ઘણા બધા લોકોના ઘરમાં આપણને આસાનીથી મળી શકશે. તેને ઘણા લોકો લાઈના નામથી પણ જાણે છે. દિવાળી, ઉત્તરાયણ અને લગ્ન પ્રસંગ જેવા ઘણા પર્વના અવસર પર મમરા નો પ્રસાદ પણ ચડાવવામાં આવે છે. દિવાળી અને ધનતેરસ ઉપર મુખ્ય રૂપથી મમરાનો ભોગ ચઢાવવામાં આવે છે. તદુપરાંત પાચન માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. એક હેલ્ધી બ્રેકફાસ્ટ ના રૂપમાં તમે મમરા ને તમારા ડાયટમાં પણ સામેલ કરી શકો છો.

આ વખતે દિવાળી અને ધનતેરસ ઉપર તમારા ઘરે મમરા માંથી ઘણા પ્રકારની અલગ અલગ ડીશ તૈયાર કરી શકો છો. મમરા ખાવાથી તમારું સ્વાસ્થ્ય પણ ખૂબ જ સારું થાય છે મમરામાં ભરપૂર કાર્બોહાયડ્રેટ જોવા મળે છે.જે તમને તાત્કાલિક એનર્જી આપવાનું કામ કરે છે તેની સાથે જ તે એન્ટી ઓક્સીડંટ ના ગુણ થી પણ ભરપૂર હોય છે જે તમને ઘણી બધી બીમારીથી બચાવી શકે છે. તમે મમરા નું સેવન ફળ અને ડ્રાયફ્રુટ સાથે નાસ્તાના રૂપે પણ ખાઈ શકો છો. આવો જાણીએ મમરા ખાવાના બીજા ઘણા ફાયદા

1) કાર્બોહાઇડ્રેટ વધારે : મમરા ડાંગર માંથી તૈયાર કરવામાં આવે છે. તેમાં ભરપૂર કાર્બોહાઈડ્રેટ જોવા મળે છે જે બાળકોના માનસિક અને શારીરિક વિકાસ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. કાર્બોહાઇડ્રેટનું સેવન કરવાથી શરીરમાં ઊર્જા મળી રહે છે. અને તમે શારીરિક રીતે થાકનો અનુભવ કરી રહ્યા છો તો મમરા માંથી બનાવેલી રેસીપી નું સેવન જરૂરથી કરો. જે તમને તાત્કાલિક એનર્જી આપવાનું કામ કરે છે.

2) વધુ માત્રામાં ફાઈબર પ્રદાન કરે : મમરામાં ફાઇબર વધુ માત્રામાં હોવાથી તે આપણી મેદસ્વિતાને પણ ઓછી કરવામાં મદદ કરે છે. તેમાં ક્ષાર વધુ હોય છે તેથી તે કબજિયાતની તકલીફને પણ દૂર કરવામાં સહાયક હોય છે. તેની સાથે જ તેમાં ફોસ્ફરસ અને ક્ષારીય પદાર્થોની માત્રા પણ ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે.

3) નાના બાળકોની ઝાડાની સમસ્યાને દૂર કરે : નાના બાળકોને ઝાડાની લગભગ તકલીફ રહે છે. ત્યારે તમે મમરા નો ઉપયોગ કરી શકો છો. મમરાનું પાણી ઝાડાની તકલીફ ને ઘણી હદ સુધી દૂર કરી શકે છે. તેની સાથે ડીહાઇડ્રેશનની તકલીફ પણ દૂર કરે છે. મમરા નું પાણી તૈયાર કરવા માટે તમે એક ગ્લાસ પાણી લો અને તેમાં બે ચમચી મમરા નાખીને આખી રાત રહેવા દો. ત્યારબાદ તેનું સેવન બાળકને કરાવો. તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

4) કિડનીની તકલીફ કરે દૂર કરે : મમરામાં ક્ષારીય ગુણ જોવા મળે છે જે કિડની માં થતી તકલીફ થી તમને દૂર રાખે છે. કિડનીની તકલીફ થી ઝઝૂમી રહેલા લોકોને મમરા થી બનેલી રેસિપીનો સેવન કરવું જોઇએ. અને તેની સાથે જ મમરાના પાણીનું સેવન પણ કરી શકો છો.

5) ભૂખ ઓછી કરે : મમરાનું સેવન કરવાથી તમને ભૂખ ઓછી લાગે છે અને તેની સાથે જ લાંબો સમય ઉપવાસ રાખતા વ્યક્તિ માટે પણ મમરા ઉત્તમ આહાર માનવામાં આવે છે.

6) વિટામિન ડી થી ભરપૂર : મમરામાં વિટામિન ડી ભરપૂર જોવા મળે છે.જો તમે દૂધમાં મમરા નાખીને ખાવ છો તો તે તમારી માટે ખૂબ જ સારું સાબિત થઇ શકે છે. તેનાથી તમારા શરીરના હાડકા પણ ખૂબ જ મજબૂત થાય છે.

દિવાળીમાં મમરામાંથી તૈયાર કરો આ સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસિપી : 1) મમરામાંથી તૈયાર કરો ઇન્સ્ટન્ટ ખીર : મમરાથી તમે ઘરે સરળ અને સ્વાદિષ્ટ ખીર તૈયાર કરી શકો છો. તેની માટે દિવાળીમાં વધેલા થોડા પતાશા લો અને આ પતાશા ને સારી રીતે ક્રશ કરો. હવે તેમાં મમરા ઉમેરીને એક મિક્સરમાં પીસી લો ત્યારબાદ તેમાં થોડું ડ્રાયફ્રુટ ઉમેરો અને યોગ્ય રીતે મિક્સ કર્યા બાદ તેમાં ગરમ દૂધ ઉમેરો. હવે યોગ્ય રીતે દરેક વસ્તુઓને મિક્સ કરો તમારી ઇન્સ્ટન્ટ મમરા ની ખીર તૈયાર છે હવે તેને એક બાઉલમાં પીરસો.

2) મમરામાંથી બનાવો સ્વાદિષ્ટ ટિક્કી : મમરામાંથી તમે ઇન્સ્ટન્ટ અને સ્વાદિષ્ટ ટીક્કી પણ તૈયાર કરી શકો છો. તે બનાવવા માટે સૌ પ્રથમ એક વાટકી મમરા લો. હવે લગભગ તેને પાંચ મિનિટ સુધી પાણીમાં પલળવા દો. પાંચ મિનિટ પછી મમરામાંથી સંપૂર્ણ પાણી બહાર કાઢી લો.હવે તેમાં એક બાફેલું બટાકું, ૧ થી ૨ લીલા મરચાં અને સ્વાદ અનુસાર મીઠું, એક ચપટી લાલ મરચું પાવડર, એક ચપટી ધાણાજીરું અને ચાટ મસાલો ઉમેરો. ત્યારબાદ આ દરેક વસ્તુને યોગ્ય રીતે મિક્સ કર્યા બાદ તેને ગોળ ટિક્કીનો આકાર આપો, અને તેને તેલમાં તળો. તમારી ટિક્કી તૈયાર છે ગરમ ગરમ મમરાની ટીક્કી તમારા પરિવારના સભ્યોને પીરસો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment