પેટ ફૂલવું એક સામાન્ય સમસ્યા ઘણા લોકોને તેનાથી મુશ્કેલી થતી હોય છે, ઘણીવાર વધુ પડતું જમવાના કારણે પણ આ સમસ્યા થતી હોય છે. પેટ ફૂલવું અને ગેસની સમસ્યાનો આધાર મોટા ભાગે તમે શું જમ્યા છો અને ક્યારે જમ્યા છો તેના પર રહે છે.
ક્યારેક પેટ ફૂલવાની સમસ્યા સાવ સામાન્ય બાબત છે, પરંતુ દરરોજ આ તકલીફ થતી હોય તો તમારે ડોક્ટર સાથે વાત કરવી જોઈએ. તમને પેટ ફૂલવાની સાથે કબજિયાતની સમસ્યા પણ રહેતી હોય તો તમારે સતર્ક થઈ જવું જોઈએ.
ઘણીવાર પાચનતંત્ર ખરાબ થવાને કારણે પણ પેટ ફૂલવાની સમસ્યા થઈ શકે છે, સામાન્ય રીતે જયારે જમવાનું પહોચાડવા વાળી નળીઓ બરાબર કામ નથી કરતે ત્યારે આંતરડા ગેસ બને છે જેના કારણે આંતરડામાં ગેસ બને છે. વધુ પડતું પેટનું ફુલાવું ઘણીવાર ગંભીર પરિસ્થિતિઓનો સંકેત આપે છે.
પેટ ફૂલવાની સમસ્યાથી રાહત મેળવવા શું ખાવું ? : 1) એવોકાડો : આ નાસપતિ આકારનું ફળ પોટેશિયમથી ભરપૂર હોય છે. શરીરમાં સોડિયમના સ્તરને નિયંત્રણમાં રાખવા પોટેશિયમ જરૂરી છે. જેટલી સિસ્ટમ યોગ્ય રીતે કામ કરશે તેટલું પેટ ફૂલવાની સમસ્યા ઓછી થશે.
2) કેળા : કેળા પોટેશિયમ સારો એવો સ્ત્રોત છે, એક રીસર્ચમાં જાણવા મળ્યું છે કે જે સ્ત્રીઓને નિયમિત રીતે જમતા પહેલાં એક કેળું ખાવાની આદત હોય તેમને પેટ ફૂલવાની સમસ્યા ઘટી જાય છે. આ ઉપાયની મદદથી આંતરડામાં ગેસ ઉત્પન્ન કરતા બેક્ટેરિયાને શાંત કરવામાં મદદ મળે છે.
3) કોથમીર : તમારી પાચનશકિત વધારવા તમારા જમવામાં કોથમીરને લેવાનું શરૂ કરો. તેનો વધારાનો ફાયદો એ છે કે તેમાંથી મળતા ફ્લેવોનોઈડસ શરીરમાં સોજાને ઘટાડે છે.
4) હળદર : શાકમાં આવતો હળદરનો પીળો રંગ તેમાં રહેલા કરક્યુમીન દ્રવ્યને આભારી છે, એક રીસર્ચમાં જાણવા મળ્યું છે કે કરક્યુમીન બેચેની ઘટાડે છે, પાચનતંત્રને નિયંત્રિત કરી પેટ ફૂલવાની સમસ્યા ઘટાડે છે.
5) ફૂદીનો : રીસર્ચ દ્વારા જાણવામાં આવ્યું છે કે ફૂદીનાની કેપ્સુલ પાચનતંત્રની માંસપેશીઓને આરામ આપી, પેટને ફૂલવાની સમસ્યા કરતા ગેસને બહાર કાઢે છે. ફુદીનાની ચા પણ ખૂબ ફાયદાકારક છે.
6) આદું : તીખા સ્વાદવાળું આદું પાચનમાં મદદ કરે છે અને તમારા પેટને ઝડપથી ખાલી કરવામાં પણ મદદ કરે છે જે પેટ ફૂલવાની સમસ્યા થતી અટકાવે છે.
7) શતાવરી : શતાવરી ઇન્સ્યુલીનનો એક સારો સ્ત્રોત છે, જે તમારા શરીરમાં ફાઈબરનું પ્રમાણ વધારી આંતરડામાં સારા બેક્ટેરિયાને વધારે છે અને તમારા પેટનું પાચન નિયમિત રાખે છે.
8) ટમેટા : ટમેટામાં રહેલું લાઈકોપીન એક એન્ટી-ઓક્સીડન્ટ છે જે તમારા શરીરમાં બેક્ટેરિયા વિરોધી તરીકે વર્તે છે. ટમેટા પોટેશિયમથી ભરપૂર હોય છે જે તમારા પેટમાં સોજો કરતા સોડિયમના સ્તરને ઘટાડે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી