ધનતેરસના દિવસે આ મુહુર્ત પર કરો ખરીદી, થઈ રહ્યો છે ત્રણ ગ્રહોનો અનોખો સંયોગ, મળશે ત્રણ ગણો લાભ…જાણીને વિશ્વાસ નહિ આવે…

ધનતેરસના દિવસે સોના ચાંદી સિવાય વાસણ ખરીદવાની પરંપરા છે. આ દિવસે ધનવંતરી પૂજન થાય છે. આ સિવાય માતા લક્ષ્મી અને કુબેરની પણ પૂજા કરવામાં આવે છે. ધનતેરસના દિવસે આમ તો સવારથી માર્કેટમાં ભીડ જોવા મળતી હોય છે. તેવામાં જો માતા લક્ષ્મીની કૃપા જોઈતી હોય તો, ખરીદી કરવા માટે શુભ મુહુર્તનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો કે આ વખતે ખરીદી માટે ત્રણ ગ્રહોની યુતિ સિવાય ત્રિપુષ્કર યોગ બની રહ્યો છે. આ યોગમાં ખરીદી કરવાથી ત્રણ ગણું વધુ શુભ ફળ મળે છે. 

ત્રિપુષ્કર યોગમાં શુભ છે સોના ચાંદીની ખરીદી : ધનતેરસના દિવસે ત્રિપુષ્કર યોગ બની રહ્યો છે. ત્રિપુષ્કર યોગમાં જે કોઈ કાર્ય કરવામાં આવે તેની ત્રણ ગણું ફળ મળે છે. એટલા માટે આ દિવસે કોઈ પણ ખરાબ કામ કરવાથી બચવું જોઈએ. ધનતેરસના દિવસે સોનું ચાંદી ખરીદવું ખુબ જ શુભ માનવામાં આવે છે. તેમજ ત્રિપુષ્કર યોગમાં સોનું ચાંદી ખરીદવા અથવા રોકાણ માટે on સારો એવો મોકો છે.

તેમજ આ દિવસે ત્રણ ગ્રહોની યુતિ બની રહી છે. સૂર્ય, મંગળ અને બુધ ત્રણ ગ્રહો એક સાથે તુલા રાશિમાં બિરાજમાન થશે. તેમજ દિન હસ્ત નક્ષત્ર બની રહ્યું છે, આ નક્ષત્ર 11 વાગીને 43 મિનીટથી લઈને મોડી રાત્રી સુધી રહેશે. આ નક્ષત્રમાં ખરીદી કરવી શુભ રહે છે. તેમજ વેપારીઓને આ મુહુર્તમાં કોઈ પણ શુભ કાર્ય કરવા અથવા ખરીદી કરવામાં ખુબ જ મોટો લાભ થશે. 

ખરીદીનું શુભ મુહુર્ત : ત્રિપુષ્કર યોગ મંગળવાર અને દ્વાદશી તિથીના સંયોગથી બને છે. દ્વાદશી તિથી 1 નવેમ્બર બપોરે 1 વાગીને 21 મિનીટથી લઈને 2 નવેમ્બર સવારે 11.30 સુધી રહેશે. એટલા માટે આ યોગનો લાભ ફક્ત 2 નવેમ્બરના રોજ 11 વાગીને 30 મિનીટ સુધી મળશે. તેમજ એ ધ્યાન રાખવું કે 2 નવેમ્બરના રોજ સવારે 6 વાગીને 34 મિનીટથી 11 વાગીને 30 મિનીટ શોપિંગ કરી લો. ત્યાર બાદ સાંજે 6 વાગીને 18 મિનીટથી રાત્રે 10 વાગીને 21 મિનીટ સુધી રહેશે.

ધનતેરસનું શુભ મુહુર્ત : ધનતેરસનું શુભ પર્વ આ વર્ષે 2 નવેમ્બરના દિવસે મંગળવારે માનવામાં આવશે. 2 નવેમ્બરના રોજ પ્રદોષ કાળ સાંજે 5 વાગીને 37 મિનીટથી રાત્રે 8 વાગીને 11 મિનીટ સુધી રહેશે. તેમજ વૃષભ કાળ સાંજે 6 વાગીને 18 મિનીટથી રાત્રના 8.14 મિનીટ સુધી રહેશે. ધનતેરસ પર પૂજનનું શુભ મુહુર્ત સાંજે 6 વાગીને 18 મિનીટથી રાતના 8 વાગીને 14 મિનીટ સુધી રહેશે..

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment