આ સામાન્ય પાંદડા શરીરમાં કરે છે અનોખા ચમત્કાર, જાણો ઉપયોગ કરવાની રીત… પેટ, પાચન, ગેસ દુર કરી માથાના દુખાવા, લિવરની સમસ્યાથી મળશે જિંદગીભરનો છુટકારો…

આપણી આસપાસ અનેક વનસ્પતિઓનો ખજાનો છે. આવી વનસ્પતિઓમાં અનેક ઔષધીય ગુણો હોય છે પરંતુ આપણે આવી વનસ્પતિઓના ગુણો વિશે જાણતા નથી હોતા. આવી વનસ્પતિઓનો ઉપયોગ આયુર્વેદમાં અનેક બીમારીઓની સારવારમાં જડીબુટ્ટીઓ રૂપે કરવામાં આવે છે. આવી જ એક વનસ્પતિમાં નગોડ છે, જે અનેક પ્રકારના ગુણોથી ભરપૂર છે. નગોડ ના પાન કફ અને વાત દોષને ઘટાડવાનો ગુણ રાખે છે.

આના પાનનો ઉપયોગ ઘાવ ને રૂઝાવવામાં મદદ કરે છે. તેની સાથે જ બેક્ટેરિયલ સમસ્યાઓને પણ દૂર કરે છે. તેના સિવાય નગોડ ના પાનનો ઉપયોગ અનેક પ્રકારની બીમારીઓથી બચવા માટે કરી શકાય છે. આજે આપણે શરીર પર થતા નગોડ ના પાનના લાભ વિશે જાણીશું.નગોડ ના પાનના પાવડર નો ઉપયોગ કેવી રીતે કરાય તે પણ જાણીશું.

નગોડ (નિર્ગુડી) ના પાન ના ફાયદા:- નગોડ ના પાન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે તેનો ઉપયોગ અનેક પ્રકારની બીમારીઓ દૂર કરવામાં કરી શકાય છે. આ પેટનો દુખાવો, મોઢાના છાલા દૂર કરવામાં મદદરૂપ થાય છે.1) મોઢાના છાલા દૂર કરવા ઉપયોગી:- મોઢાના છાલા દૂર કરવા માટે નગોડ ના પાનનો ઉપયોગ કરવો. તેનાથી તમને જલ્દી આરામ મળશે. છાલા થી રાહત મેળવવા નગોડ ના કેટલાક પાન લો. હવે આ પાનને ઉકાળી લો. નિયમિત રૂપે આ પાણીથી કોગળા કરવાથી મોઢાના છાલામાં રાહત મળી શકે છે.

2) માથાના દુખાવાથી રાહત આપે:- નગોડ ના પાન નો ઉપયોગ માથાના દુખાવાની સમસ્યાને દૂર કરી શકાય છે. આના પાનનો ઉપયોગ કરવા માટે 10 થી 15 નગોડ ના પાન લો. હવે તેને ખલમાં પીસીને લેપ તૈયાર કરી લો. આ લેપને માથા પર લગાવો. તેનાથી માથાના દુખાવામાં આરામ થશે.3) કાનમાં રસી ની સમસ્યામાં ઉપયોગી:- નગોડ ના પાન કાનમાં રસી થતી હોય તો તેને દૂર કરવામાં લાભદાયક છે. તેનો ઉપયોગ કરવા માટે નગોડ ના કેટલાક પાનને તેલમાં ગરમ કરી લો. હવે આ તેલના કેટલાક ટીપા તમારા કાનમાં નાખો તેનાથી કાનમાં રસી કે પરુ ની સમસ્યા દૂર થશે.

4) પેટને લગતી સમસ્યામાં ઉપયોગી:- નગોડ ના પાનનો ઉપયોગ પેટની સમસ્યાઓ દૂર કરવા માટે કરી શકાય છે. આનો ઉપયોગ કરવા માટે નગોડ ના પાનનો રસ લો. તેમાં બે કાળા મરી અને અજમાનું ચૂર્ણ બનાવીને નાખો. આ મિશ્રણને સવાર સાંજ સેવન કરો. તેનાથી પાચન સંબંધિત સમસ્યાઓ ઠીક થશે સાથે જ તમારા પેટમાં દુખાવો, ગેસ, અપચા જેવી સમસ્યાઓમાં પણ રાહત મળશે.5) લીવરની સમસ્યામાં ઉપયોગી:- લીવરથી જોડાયેલી સમસ્યાઓ જેવી કે ટાઈફોડ, કમળો જેવી બીમારીઓ દૂર કરવા માટે નગોડ ના પાન ફાયદાકારક છે. તેનું સેવન કરવા માટે નગોડ ના પાનનું ચૂર્ણ તૈયાર કરી લો. હવે આ ચૂર્ણને મધ સાથે લો. આનાથી લીવરના દર્દીઓને ઘણો આરામ મળશે.

6) માતાના દૂધમાં વધારો કરે:- સ્તનપાન કરાવતી મહિલાઓ માટે પણ નગોડ ના પાન ફાયદાકારક છે. આ પાન નો ઉપયોગ માતાના દૂધમાં વધારો કરવા માટે કરી શકાય છે. તેનું સેવન કરવા માટે નગોડ ના પાનનું ચૂર્ણ તૈયાર કરી લો. હવે અને દૂધની સાથે મિક્સ કરીને પીવો તેનાથી માતાના દૂધમાં વધારો થશે.7) ફોલ્લી ઉપચારમાં:- ઘાવ કે ફોલ્લી ની સમસ્યા થવા પર નગોડ ના પાનનો ઉપયોગ કરી શકાય છે. આમાં એન્ટી બેકટેરિયલ અને એન્ટીફંગલ ગુણ હાજર હોય છે, જે ફોલ્લી નો ઈલાજ કરવામાં અસરકારક છે. આનો ઉપયોગ કરવા માટે પાનને પીસીને લેપ તૈયાર કરી લો. આ લેપને અસરગ્રસ્ત જગ્યા પર લગાવો. તેનાથી ઘણી રાહત થશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment