ફક્ત એક મુઠ્ઠી ખાઈ લ્યો આ શક્તિશાળી વસ્તુ, વજન, ડાયાબીટીસ અને બ્લડ પ્રેશર સહીત શરીરની અનેક ગંભીર બીમારીઓ જડમૂળ કરી દેશે સફાયો…

મિત્રો આજે અમે તમને આ લેખમાં એક એવા નટ્સ વિશે માહિતી આપીશું જેને કેન્દ્ર સરકાર દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો છે. તેમજ તેના કેટલાક ફાયદાઓ વિશે પણ અમે જણાવીશું. ચાલો તો આ વિશે વિસ્તારથી માહિતી ભેગી કરી લઈએ. બિહારના મિથિલા ફોક્સ નટને કેન્દ્ર સરકાર દ્વારા ભૌગોલિક સંકેત એટલે કે, જીઆઇ ટેગથી સન્માનીત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ મોટાપાયે કોઈ વસ્તુનું ઉત્પાદન કરવા પર આપવામાં આવે છે. 

1) શું હોય છે ફોક્સ નટ (મખના)?:- ફોક્સ નટ કમળના બીજને કહેવામા આવે છે. તે સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી હોય છે. ભારતમાં ફોક્સ નટનું સેવન મુખ્ય રીતે લોકો ઉપવાસના દિવસોમાં ફળ સ્વરૂપે કરતાં હોય છે. પરંતુ તમે તેને સામાન્ય દિવસોમાં પણ ખાઈ શકો છો. ફોક્સ નટ બધી જ ઉંમરના લોકો માટે ફાયદાકારક હોય છે, જો તેને સરખી માત્રામાં ખાવામાં આવે. એક્સપર્ટ્સ દરરોજ માત્ર એક મુઠ્ઠી ફોક્સ નટ ખાવાની સલાહ આપે છે.2) ફોક્સ નટના ફાયદાઓ શું છે?:- જાણવા મળતી માહિતી મુજબ, ફોક્સ નટમાં એંટીઓક્સિડેંટ, એન્ટિ-ઇમ્ફ્લેમેટરી અને એન્ટિ ટ્યુમરની અસર જોવા મળે છે. તે સિવાય તે ઘણા ખાસ એલ્કલોઇડથી પણ સમૃદ્ધ હોય છે. આ બધા ગુણોને કારણે જ ફોક્સ નટને સ્વાસ્થ્યકારી ગણવામાં આવે છે.

3) વજન ઘટાડવામાં ફાયદાકારક છે ફોક્સ નટ:- જો તમે વજન ઓછુ કરવા માંગતા હો તો તેના માટે મખના ખુબ જ અસરકારક માનવામાં આવે છે. એક શોધ મુજબ, ફોક્સ નટ સ્થૂળતાથી પીડિત લોકો માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. વાસ્તવમાં, ફોક્સ નટમાં એથેનોલ અર્ક રહેલું હોય છે, જે શરીરમાં ફૈટ સેલ્સને કંટ્રોલ કરવાનું કામ કરે છે. તે સિવાય તે, ઓછી કેલોરી વાળો ખાદ્ય પદાર્થ હોય છે. એવામાં જો તમે વજન ઘટાડી રહ્યા હોય તો, બેફિકર થઈને ફોક્સ નટનું સેવન કરી શકો છો.4) ફોક્સ નટથી કંટ્રોલ થાય છે હાઇ બીપી:- હાઈ બીપીના દર્દી માટે મખના ખુબ જ લાભદાયી છે. એક સ્ટડીમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે, ફોક્સ નટ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાનું કામ કરે છે. તેમાં જોવા મળતા એલ્કલોઇડથી હાઇપરટેન્શન જેવી બીમારીઓથી રાહત મેળવી શકાય છે. જેનાથી હાર્ટ પણ હેલ્થી રહે છે. 

5) ડાયાબિટીસથી બચાવ માટે જરૂર ખાઓ ફોક્સ નટ:- ફોક્સ નટમાં બ્લડ શુગર ઘટાડનાર ગુણ રેસિસ્ટેંટ સ્ટાર્ચમાં હાઇપોગ્લાઇસેમિક જોવા મળે છે. એવામાં ફોક્સ નટના સેવનથી ડાયાબિટીસની સમસ્યા નિયંત્રિત કરવામાં મદદ મળે છે.6) ફોક્સ નટમાં હોય છે એન્ટિ એજિંગ ગુણ:- ફોક્સ નટ સારા એવા એન્ટિ એજિંગ ખાદ્ય પદાર્થ હોય છે. તેમાં ભરપૂર માત્રામાં એંટીઓક્સિડેંટ જોવા મળે છે. દરરોજ એક મુઠ્ઠી ફોક્સ નટ તમને જવાન બનાવી રાખવામા મદદ કરે છે અને તમારી ત્વચાને ચમકદાર બનાવી શકે છે. 

7) ફોક્સ નટથી પાચન સારું થાય છે:- ફોક્સ નટમાં રહેલ ઉચ્ચ ફાઈબર સામગ્રી પાચન સ્વાસ્થ્યને સારું બનાવવામાં મદદરૂપ થાય છે. તેને દૈનિક આહારમાં સમાવિષ્ટ કરવાથી મળ ત્યાગમાં સુધારો થાય છે. દરરોજ તેનું સેવન પાચનમાં સુધારો કરવા અને કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે.8) ફોક્સ નટથી હાડકાં રહે છે મજબૂત:- બધા જ જાણે છે કે કેલ્શિયમ હાડકાંને મજબૂત અને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. એવામાં ફોક્સ નટનું સેવન હાડકાં માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે તેમાં સારી માત્રમાં કેલ્શિયમ જોવા મળે છે. 

9) પેઢા માટે ફોક્સ નટના ફાયદા:- ફોક્સ નટમાં એન્ટિ-ઇમ્ફ્લેમેટરી અને એન્ટિ-માઈક્રોબિયલ અસર જોવા મળે છે. જે પેઢા સંબંધિત સોજા અને બેક્ટેરિયલ અસરને કારણે થતાં દાંતનો સડો અટકાવવામાં મદદ કરે છે. આમ મખના તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment